Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાણી પરિવારના આંગણે પ્રસંગ, અનંત અને રાધિકાની ગોળ ધાણા અને ચુંદડી વિધિ સંપન્ન થઈ, જુઓ Video

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકાની ગોળ ધાણા અને ચુંદડી વિધિ તેમના નિવાસ સ્થાને કરવામાં આવી હતી. બંને પરિવારો અનંત અને રાધિકા સાથે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં ગયા હતા ત્યાંથી સમારંભ સ્થળ પર ગણેશ પૂજાથી કાર્યોની શરૂઆત કરી હતી. ગોળ ધાણા અને ચુંદડી વિધિ કરવાની સાથે અનંત અને રાધિકાના પરિવારો વચ્ચે આશીર્વાદ અને àª
અંબાણી પરિવારના આંગણે પ્રસંગ  અનંત અને રાધિકાની ગોળ ધાણા અને ચુંદડી વિધિ સંપન્ન થઈ  જુઓ video
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકાની ગોળ ધાણા અને ચુંદડી વિધિ તેમના નિવાસ સ્થાને કરવામાં આવી હતી. બંને પરિવારો અનંત અને રાધિકા સાથે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં ગયા હતા ત્યાંથી સમારંભ સ્થળ પર ગણેશ પૂજાથી કાર્યોની શરૂઆત કરી હતી. ગોળ ધાણા અને ચુંદડી વિધિ કરવાની સાથે અનંત અને રાધિકાના પરિવારો વચ્ચે આશીર્વાદ અને ભેટોની આપ-લે થઈ હતી.+
પરંપરાગત વિધિ સંપન્ન
ગુજરાતી પરંપરાઓમાં ગોળ ધાણા લગ્ન પહેલાનો એક રિવાજ છે. જે મુકેશ અંબાણી પરિવારના નિવાસ સ્થાન એન્ટિલિયા ખાતે સંપન્ન કરવામાં આવ્યો હતો. પ્રસંગની શરૂઆત  સાંજના સમયે થઈ હતી અને અંબાણી પરિવારના સભ્યોએ અનંતની બહેન ઈશાની સાથે રાધિકા અને તેમના પરિવારને સાંજના ફંક્શનમાં આમંત્રિત કરવા મર્ચન્ટ પરિવારના ઘરે જઈને કરી હતી. અંબાણી પરિવારે તેમના નિવાસસ્થાને આરતી અને મંત્રોચ્ચાર વચ્ચે મર્ચન્ટ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવ્યા 
બન્ને પરિવારના લોકો અનંત અને રાધિકાને મંદિરમાં લઈ ગયા જ્યાં બન્નેએ ભગવાન કૃષ્ણના આશીર્વાદ લીધા હતા. ગણેશ વંદના સાથે ફંક્શનની શરૂઆત થઈ હતી ત્યાં પહેલા લગ્ન પત્રિકા અથવા લગ્નનું આમંત્રણ કાર્ડ વાંચવામાં આવે છે. જે પછી ગોળધાણા અને ચૂંદડી વિધિની વિધિ કરવામાં આવી હતી. અંબાણી પરિવારના આ પ્રસંગમાં શ્રીમતી નીતા અંબાણી તથા પરિવારના સભ્યો દ્વારા એક પર્ફોર્મન્સ પણ કરવામાં આવ્યું હતું. બાદમાં રાધિકા અને અનંત તેમના પરિવારો અને મિત્રોની હાજરીમાં એકબીજાને રિંગ પહેરાવી હતી અને દરેકના આશીર્વાદ લીધા હતા.
બોલીવુડનો જમાવડો
અંબાણી પરિવારના ઘરે આયોજીત આ પ્રસંગમાં બોલિવુડનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાં ઐશ્વર્યા રાય તેની દિકરી આરાધ્યા સાથે, ગૌરી ખાન અને આર્યન ખાન, કિરન રાઓ, શ્રેયા ઘોષાલ, દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ, અક્ષય કુમાર અને મહાન ક્રિકેટર સચિન તેદુંલકર તેની પત્નિ સાથે હાજર રહ્યાં હતા.
રાધિકા અને અનંત બાળપણ છે બાળપણના મિત્રો
જણાવી દઈએ કે રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. રાધિકા અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શનમાં જોવા મળી છે. જૂન 2022 માં, અંબાણી પરિવારે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે આરંગેત્રમ સમારોહનું આયોજન કર્યું હતું. જ્યાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ પહોંચ્યા હતા. સમારંભમાં રાધિકા ક્લાસિકલ ડાન્સ કરતી હોવાના ઘણા વીડિયો સામે આવ્યા છે.
Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.