લોકશાહીના મંદિરમાં આવીને આનંદ, બે ગુજરાતી વડાપ્રધાન સાથે કામ કર્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે તેમની 2 દિવસીય ગુજરાત યાત્રાના પ્રારંભે વિધાનસભા ગૃહને સંબોધિત કર્યું હતું. રાષ્ટ્રપતિએ લોકશાહીના મંદિરમાં આવીને આનંદ થયો હોવાનું જણાવી પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ સાથ કામ કરવાનો મોકો મળ્યો હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા. આઝાદી
06:25 AM Mar 24, 2022 IST
|
Vipul Pandya
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે તેમની 2 દિવસીય ગુજરાત યાત્રાના પ્રારંભે વિધાનસભા ગૃહને સંબોધિત કર્યું હતું.
રાષ્ટ્રપતિએ લોકશાહીના મંદિરમાં આવીને આનંદ થયો હોવાનું જણાવી પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ સાથ કામ કરવાનો મોકો મળ્યો હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા.
આઝાદીમાં ગુજરાતીઓના યોગદાનને યાદ કર્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવ્યા છે. ગુરુવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર રાજયપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા હતા. તેમણે પોતાના 19 મિનીટના પ્રવચનમાં કહ્યું હતું કે લોકશાહિના આ મંદિરમાં તમારી વચ્ચે આવી મને આનંદ થયો છે અને આ એક મહત્વપૂર્ણ સંયોગ છે જ્યારે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ગૃહ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે 19મી સદીના અંતિમ દશકોમાં દાદાભાઈ નવરોજી અને ફિરોઝશા જેવા લોકોએ અવાજ ઉઠાવેલો હતો. ગાંધીજીએ ન માત્ર સ્વતંત્રતા આપી પણ વિશ્વ ને એક નવો માર્ગ આપ્યો છે. આજે જ્યારે પણ વિશ્વમાં હિંસા થાય ત્યારે ગાંધીજી ના અહિંસાના પાઠને યાદ કરાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે મીઠા સત્યાગ્રહ અને દાંડી કુચે સ્વતંત્રતા સંગ્રામને એક નવું રૂપ આપ્યું હતું અને સ્વતંત્રતા સંગ્રામે સરદાર પટેલ જેવા નેતાની ભેટ આપી હતી. તેમણે કેવડીયામાં સરદાર ની સૌથી ઊંચી પ્રતિમાનો ઉલ્લેખ કરતા કહ્યું કે લોકોના દિલમાં સરદાર નું સ્થાન તેનાથી પણ ઊંચું છે. નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ જન આઝાદી સંગ્રામ માટે ખાસ ગીત બની ગયું હતું તથા ગુજરાતની વિવિધતામાં એકતા જોવાય છે
ગુજરાતના સતત આર્થિક વિકાસ માટે અભિનંદન પાઠવ્યા
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સોમનાથ પર આક્રમણ થી માંડીને 2001ના ભૂકંપ માંથી પણ ગુજરાત ઉભું થયું છે તથા વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક ગુજરાતે આપ્યા છે. તેમણે ગુજરાતના સતત આર્થિક વિકાસ માટે પૂર્વ મંત્રીઓ અને સરકારોને અભિનંદન પાઠવી કહ્યું હતું કે શ્વેત ક્રાંતિથી પરિવર્તન આવ્યું છે અને રાજ્યમાં સહકાર ક્ષેત્ર અગ્રેસર છે. સહકાર વિભાગની રચના કેન્દ્રમાં થઈ અને તેનું સુકાન ગુજરાતી એવા અમિત શાહના હાથમાં છે. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે મહત્વના કાયદા બનાવવા બદલ તેમણે ગુજરાત વિધાનસભાને અભિનંદન પાઠવ્યા હતા. અધ્યક્ષ પદે નિમાબેનની નિયુકિત થી પ્રથમ મહિલા અધ્યક્ષ ગુજરાત ને મળ્યા તેમ પણ રાષ્ટ્રપતિએ કહ્યું હતું. સાબરમતી આશ્રમ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત હોવાનું તેમણે જણાવીને રિવરફ્રન્ટ શહેરીકરણ નું આદર્શ ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિએ કહ્યું, ગુજરાત સાથે જુનો સંબંધ
રાષ્ટ્રપતિએ સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે ગુજરાતીઓનો વતન પ્રેમ વિશ્વ વિખ્યાત છે. રાષ્ટ્રપતિ એ 'હું કેવળ ગુજરાતી' પંક્તિઓ ગુજરાતીમાં વાંચી હતી અને કહ્યું હતું કે ગુજરાત સાથે મારો જૂનો નાતો છે તથા યુવાવસ્થામાં મોરારજી દેસાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો અને મોરારજી દેસાઇ બાદ મોદી બીજા ગુજરાત ના વડાપ્રધાન સાથે કામ કર્યું છે. ગુજરાત ભારતના અગ્રણી રાજ્યોમાં ગણાય છે અને મોદીજીએ વિશ્વ ફલક પર દેશને અલગ ઓળખ અપાવી હતી.
ગૃહમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો અને સાધુ સંતો પણ હાજર
ગૃહમાં સમાજના વિવિધ વર્ગના આગેવાનો,વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો, સંતો રાષ્ટ્રપતિનું સંબોધન સાંભળવા વિધાનસભામાં આવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ રાષ્ટ્રપતિ અને રાજયપાલનું સ્વાગત કર્યું હતું.
Next Article