ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસના મધૂર અલ્પવિરામોને યાદ કરવાની એક તક !
ભારતીય ચલચિત્રોનો ઇતિહાસ બીજી સદીમાં પ્રવેશ કરી ચુક્યો છે. લગભગ તેમની સમાંતરે આપણાં ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ પણસદીના સ્થિત્યંતરે પહોંચવામાં છે. ત્યારે આવો થોડીક વાતો ને વિગતો મનોરંજનના આ મહામાધ્યમના એક ગમતા મંગલફેરાથી કરીએ. જુની પેઢીના વ્યસ્ત નાગરિકોને તો શિર્ષક વાંચીને જ ફિલ્મ મંગલફેરાના ગીતો કાનમાં પડઘાયા હશે. નિરૂપા રોયનું જાદરમાન વ્યક્તિત્વ અને અભિનય કળાનું અજવાળું
Advertisement
ભારતીય ચલચિત્રોનો ઇતિહાસ બીજી સદીમાં પ્રવેશ કરી ચુક્યો છે. લગભગ તેમની સમાંતરે આપણાં ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ પણસદીના સ્થિત્યંતરે પહોંચવામાં છે. ત્યારે આવો થોડીક વાતો ને વિગતો મનોરંજનના આ મહામાધ્યમના એક ગમતા મંગલફેરાથી કરીએ.
જુની પેઢીના વ્યસ્ત નાગરિકોને તો શિર્ષક વાંચીને જ ફિલ્મ મંગલફેરાના ગીતો કાનમાં પડઘાયા હશે. નિરૂપા રોયનું જાદરમાન વ્યક્તિત્વ અને અભિનય કળાનું અજવાળું આંખોમાં ઝળહળી ગયું હશે અને “રાખના રમકડાં મારા રામે રમતા રાખ્યા રે ; મૃત્યુ લોકની માટીમાંથીમાનવ કહીને ભાખ્યા રે “ વગેરે જેવા એ જમાનાના થાળી વાજા ઉપર કે રેડિયો ઉપરથી લોકહ્રદય સુધી સ્પર્શેલા અને પછી લોકકંઠે અને લોકહોઠે ચઢેલા ગીતો પણ યાદ આવી ગયાં હશે.
આ વિષયની વધારે વાત કરીએ તે પહેલાં ચલચિત્રોએ અનેક આયામોથી આપણાં સમાજ ઘડતરમાં ને સમાજનું દર્પણ બનવામાં આપેલાઅમૂલ્ય ફાળાનો ઉલ્લેખ કરવો જ પડે.
હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એના આરંભનો અને સુવર્ણયુગનો ઇતિહાસ તપાસીએ તો ચંદુલાલ શાહ અને મહેબૂબ ખાનથી માંડીને અનેક ગુજરાતીઓનું પ્રભુત્વ સ્વીકારવું પડે. ગુજરાતી સાહિત્યના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મુર્ધન્ય સાહિત્યકાર પન્નાલાલ પટેલે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક ઝપકારો કરેલો. એ પછી કેતન મહેતા, વિજય ભટ્ટ વગેરે જેવા અનેક ગુજરાતી પ્રતિભાઓએ હિન્દી ફિલ્મઇન્ડસ્ટ્રીઝને ફુલવા ફાલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ગુજરાતી ચલચિત્રોને અને તેના વિકાસને આબોહવા પૂરી પાડવામાં જૂની રંગભૂમિનો ફાળો પણ નકારી શકાય નહીં. આરંભના ગુજરાતી ચલચિત્રો ઉપર વિજય ભટ્ટ કે પછી માસ્ટર અશરફ ખાન ( જેમની મઝાર અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી છે ) વગેરે જેવા અનેકોનો પ્રભાવ ઝીલીને પાંગરતી રહી છે.
ગુજરાતી ચલચિત્રોનો પ્રારંભ આપણી પૌરાણીક કથાઓથી થયો ને ઠીક ઠીક પ્રમાણમાં લોકપ્રિય પણ રહ્યો. પણ ખુબજ જલ્દીથી ગુજરાતી ચલચિત્ર આપણી સામાજીક સમસ્યાનું પ્રતિબિંબ બનવા તરફ વળ્યું. ફિલ્મ ‘મંગલફેરા’ અને ‘દિવાદાંડી’ તેના આરંભના બિંદુબન્યા. તો વળી 60ના દાયકામાં વ્યસનમુક્તિનો સંદેશો લઇને બનેલી ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’ ગુજરાતી ચલચિત્રોના વિકાસનું એક આગવું સ્થિત્યંતર ગણી શકાય. આ ફિલ્મ એક બીજી રીતે પણ લોકમાનસ ઉપર છવાયેલી રહી કારણકે એ ફિલ્મમાં નાયકની ભૂમિકાએ જમાનાના હિન્દી ફિલ્મોના સિલ્વર જ્યુબિલી સ્ટાર સ્વર્ગસ્થ રાજેન્દ્ર કુમારે બખુબી નિભાવેલી. જેમાં તે જમાનાની જાજરમાન અભિનેત્રી ઉષા કિરણે પણ અભિનયનું અજવાળું પાથર્યું હતું. લગભગ એજ ગાળામાં નારી સશક્તિકરણનો સંદેશો લઇને આવેલી ફિલ્મ ‘અખંડસૌભાગ્યવતી’ એ તો કરીબ કરીબ હિન્દી ફિલ્મોની બરોબરીમાં ઉભી રહી શકે તેવી ક્ષમતા હાંસલ કરી હતી. આ ફિલ્મમાં પણ મૂળ તો ગુજરાતી પણ હિન્દી ફિલ્મોમાં સફળ અભિનેત્રી તરીકે સ્થાન જમાવી ચૂકેલા આશા પારેખે પોતાના અભિનયથી અને આ ફિલ્મનામાધ્યમથી સાચા અર્થમાં પોતાના ગુજરાતીપણાને સાર્થક કર્યું હતું.
ફરી પાછા ગુજરાતી ચલચિત્રોના આરંભનો ઉલ્લેખ કરીને આજ પૂરતી વાત અટકાવીશું કે ફિલ્મ દિવાદાંડીનું અજીત મર્ચન્ટના સંગીતનિયોજનમાં દિલીપ ધોળકિયાના કંઠે ગવાયેલું “ તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો “ અગીત તો ગુજરાતીના જન જનનું મનગમતું ગીત બન્યુ હતું અને આજે પણ એ પછીની ચોથી પેઢી કહી શકાય તેવા સંજય ઓઝા અને પાર્થ ઓઝા પણ એને આધુનિક વર્ઝનમાં દેશમાં અને પરદેશમાં રજૂ કરીને ભરપૂર દાદ મેળવે છે એટલું જ નહીં પણ સાથે સાથે ગુજરાતીપણાની સુગંધને પણ રેલાવે છે.
આપણે ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસના આંકડાઓમાં પડવું નથી પણ આ કોલમમાં ગુજરાતી ચલચિત્રોના મહત્વના મધૂર અલ્પવિરામોને યાદ કરવાની તક તો લઇશું જ !
( ક્રમશ : )