Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વંચિત સમુદાયના લોકોને સ્કીલ મેનેજમેન્ટની સુવિધા આપવા મુદ્દે IRMA અને NSDC વચ્ચે એમઓયુ

નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC), એ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE), ભારત સરકાર દ્વારા કાર્યરત સ્કીલ ઈન્ડિયા મિશન સાથે નોલેજ પાર્ટનર છે. NSDC અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA) એ સાથે મળીને ગામડાઓમાં સ્ટાર્ટઅપના વિકાસ માટે એક સાનુકૂળ વાતાવરણ બનાવવા માટે પહેલ કરી છે. ખાસ કરીને વંચિત સમુદાયના લોકોને તાલીમ અને મેનેજમેન્ટની સુવિધા આપવામાં આવશે. વિવિધ વિષયો પર સં
12:33 PM Aug 03, 2022 IST | Vipul Pandya
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC), એ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE), ભારત સરકાર દ્વારા કાર્યરત સ્કીલ ઈન્ડિયા મિશન સાથે નોલેજ પાર્ટનર છે. NSDC અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA) એ સાથે મળીને ગામડાઓમાં સ્ટાર્ટઅપના વિકાસ માટે એક સાનુકૂળ વાતાવરણ બનાવવા માટે પહેલ કરી છે. ખાસ કરીને વંચિત સમુદાયના લોકોને તાલીમ અને મેનેજમેન્ટની સુવિધા આપવામાં આવશે. 


વિવિધ વિષયો પર સંયુક્ત રીતે રિસર્ચ હાથ ધરશે
IRMA કેમ્પસ આણંદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં NSDCના સીઓઓ અને ઓફિસીએટીંગ સીઇઓ વેદ મણી તિવારી અને IRMAના ડાયરેક્ટર ડૉ. ઉમાકાંત દાશે આજે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ વિવિધ કાર્યક્રમો મારફતે આધુનિક ટ્રેન્ડ, ઉદ્યોગોની આંતરિક સમજ, ટેક્નોલોજીની માહિતી અને નેતૃત્વને લગતી તાલીમ પણ આપવામા આવશે. સાથે જ આ બંન્ને સંસ્થાનો NSDC અને IRMA તેમની નેટવર્કિંગ અને ટેક્નિકલ ક્ષમતા દ્વારા વિવિધ વિષયો પર સંયુક્ત રીતે રિસર્ચ હાથ ધરશે.
 
ઉદ્યોગસાહસિકોની ક્ષમતા અને કૌશલ્યને વધારવા સક્રિય
NSDCના સીઓઓ અને સીઇઓ વેદ મણી તિવારીએઆ પ્રસંગે કહ્યું, “ભારતને વિશ્વની કૌશલ્ય બનાવવાના ઉદ્દેશ્યને પાર પાડવા NSDCએ ઉદ્યોગસાહસિકોની ક્ષમતા અને કૌશલ્યને વધારવા માટે આજે આ અગ્રણી શૈક્ષણિક અને સંશોધન સંસ્થા સાથે ભાગીદારી કરી છે, જેથી આપણે ઝડપથી બદલાતા પરિપ્રેક્ષ્ય સાથે સંતુલન સાધી શકીએ. આપણા સ્ટાર્ટઅપ્સ ભારતનું ભવિષ્ય છે અને તેઓ આપણા રાષ્ટ્રની આર્થિક વૃદ્ધિ, નવીનતાને આ સ્પર્ધાત્મક યુગમાં વધુ સક્રિય કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.”

આંત્રપિન્યોર તરીકે બનાવવમાં મદદ મળશે
IRMAના ડાયરેક્ટર, ડૉ. ઉમાકાંત દાશે આ પ્રસંગે જણાવ્યું, “અમે NSDC સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ જેના લીધે વંચિતોને પ્રોફેશનલ મેનેજમેન્ટ કૌશલ્યની તાલીમ આપીને એક આંત્રપિન્યોર તરીકે બનાવવમાં મદદ મળશે. ગ્રામીણ ભારતમાં નવીનતા, કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યને આગળ લઇ જવામાં આ સહયોગ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.” IRMA એવા મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેઓ તેમની મેનેજમેન્ટ કુશળતાને ગ્રામ્ય સ્તરે લાગૂ કરીને એક ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ સમાન વૃદ્ધિ લાવી શખે.
 
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
 નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) એ ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE) હેઠળ કામ કરતી નોડલ કૌશલ્ય વિકાસ એજન્સી છે, જે એક વિશિષ્ટ જાહેર ખાનગી ભાગીદારી (PPP) છે. ‘ટ્રાન્સફોર્મિંગ ધ સ્કિલ લેન્ડસ્કેપ’ ના મિશન દ્વારા NSDCનો હેતુ ગુણવત્તાયુક્ત વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ દ્વારા સૌને યોગ્ય તકો ઉપલબ્ધ કરાવવાનો છે. 2008 માં તેની શરૂઆત થઈ ત્યારથી, NSDC એ તેના 700 તાલીમ પાર્ટનર અને દેશના 700 જિલ્લાઓમાં ફેલાયેલા 11,000 થી વધુ તાલીમ કેન્દ્રોના સહયોગ દ્વારા 3 કરોડથી વધુ લોકોને તાલીમ આપી છે. NSDCએ 37 સેક્ટર સ્કિલ કાઉન્સિલની સ્થાપના કરી છે અને તેના માધ્યમથી સરકારની કૌશલ્ય આધારિત મહત્વપૂર્ણ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ સોજના, નેશનલ એપ્રેન્ટીસશીપ પ્રમોશન સ્કિમને લાગુ કરે છે. NSDC કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરતા સાહસો, કંપનીઓ અને સંસ્થાઓને કૌશલ્ય તાલીમ માટે ભંડોળ પણ પૂરું પાડે છે. ખાનગી સંસ્થાઓને પણ રાહતદરે લોન, અન્ય નાણાકીય ઉત્પાદો અને વ્યૂહાત્મક ભાગીદારી સાથે NSDC કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણમાં મદદ કરે છે. 
સાથે જ આ સંસ્થાની વધુ માહિતી માટે તમે આ લિંક પરથી મેળવી શકો છો.:  www.nsdcindia.org
 
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ 
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)ની સ્થાપના 1979માં કરવામા આવી હતી જેનો ઉદ્દેશ્ય એવા મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ બનાવવાનો છે,  જેઓ તેમની મેનેજમેન્ટ કુશળતાને ગ્રામ્ય સ્તરે સમાન વૃદ્ધિ લાવી શકે. 'ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા' તરીકે ઓળખાતા ડૉ.વર્ગીસ કુરિયને સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ કોઓપરેશન (SDC), ભારત સરકાર, ગુજરાત સરકાર, ઇન્ડિયા ડેરી કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના સમર્થનથી આણંદ, ગુજરાત ખાતે IRMA ની સ્થાપના કરી હતી. સઘન ફીલ્ડવર્ક કરીને, વંચિત સમુદાયોની સામાજિક અને આર્થિક હકીકત તેમજ  જમીની સમસ્યાઓને સમજવા માટેના IRMA દ્વારા કામગીરી કરવામા આવે છે.  સાથે જ તેઓ મેનેજમેન્ટ કાયક્રમો કરે છે. પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી તજજ્ઞો આ કામ માટે સંસ્થા સાથે ભાગીદારી કરીને સુંદર ભવિષ્ય નિર્માણ માટે આવતીકાલના વિચારકો તૈયાર કરે છે. 60 એકરના હરિયાળા કેમ્પસમાં અહીં વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. સરકાર, બિન સરકારી સંસ્થાઓ તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે IRMAના યોગ્ય તાલમેલના લીધે વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ રિસર્ચ માટે વિવિધ પ્રોજેક્ટની મદદથી યોગ્ય વાતાવરણ મળી રહે છે.
              
Tags :
CMOGujaratFirstIRMAmanagementfacilitiesMoUNSDCstartupsTraining
Next Article