Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સની પહેલ, 750 સૈનિકોના ઘરે રૂફટોપ સોલાર પેનલ્સ લગાવાશે

આઝાદીનો અમૃતમહોત્સવ દેશ ઉજવા રહ્યો છે, ત્યારે સુરતના અગ્રણી હીરા ઉદ્યોગપતિ દ્વારા દેશના અનસંગ હીરો એવા 750 સૈનિકોના ઘરોને અજવાળવા માટેની અનોખી પહેલ કરાઇ છે. જેમાં પર્યાવરણની જાળવણી સાથે સૈનિકોને મદદરૂપ થવા તેમજ રિન્યિએબલ એનર્જીના વ્યાપને વધારવાનો સંકલ્પ કરાયો છે. સોલાર પેનલ સાથે આઝાદીના આ હીરોનું ઘર અજવાળશે. સુરતમાં 15 ઓગસ્ટના કાર્યક્રમમાં દેશના અગ્રણી હીરા વ્યપારી કંપનીશ્રà
સુરતના શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સની પહેલ  750 સૈનિકોના ઘરે રૂફટોપ સોલાર પેનલ્સ લગાવાશે
આઝાદીનો અમૃતમહોત્સવ દેશ ઉજવા રહ્યો છે, ત્યારે સુરતના અગ્રણી હીરા ઉદ્યોગપતિ દ્વારા દેશના અનસંગ હીરો એવા 750 સૈનિકોના ઘરોને અજવાળવા માટેની અનોખી પહેલ કરાઇ છે. જેમાં પર્યાવરણની જાળવણી સાથે સૈનિકોને મદદરૂપ થવા તેમજ રિન્યિએબલ એનર્જીના વ્યાપને વધારવાનો સંકલ્પ કરાયો છે. સોલાર પેનલ સાથે આઝાદીના આ હીરોનું ઘર અજવાળશે. 
સુરતમાં 15 ઓગસ્ટના કાર્યક્રમમાં દેશના અગ્રણી હીરા વ્યપારી કંપનીશ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિમિટેડ (SRK)  દ્વારા  સોમવારે આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી કે તેઓ સમગ્ર ભારતમાં 750 શહીદ સૈનિકોના ઘરે રૂફટોપ સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરાશે. કંપનીની કલ્યાણ શાખા, SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF), એ સોમવારે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરુપે ખાતે ‘રાષ્ટ્ર કી રોશની’ નામના કાર્યક્રમનું આયોજન પણ કરાયુ હતું. આ પરેડમાં મુખ્ય મહેમાન તરીકે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કમાન્ડન્ટ ચેતન કુમાર ચિત્તાએ ભાગ લીધો હતો.
ભારતના ગૌરવના 75 વર્ષની ઉજવણીની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલને આગળ વધારતા 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઝુંબેશ સાથે SRKKF, 'રાષ્ટ્ર કી રોશની' કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં દેશના શહીદો અને અનસંગ હીરો અને તેમના પરિવારોને મદદરૂપ થવા  દેશભરમાંથી શહીદ થયેલા સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો, ડૉક્ટરો, સફાઈ કામદારો, અગ્નિશામકો, વૈજ્ઞાનિકો સહિત 750 અનસંગ હીરોના ઘરે સોલર પેનલ યુનિટ ઇનસ્ટોલ કરાશે. આ તમામ  સૌર ઉર્જા સાધનો ગોલ્ડી સોલર પ્રા.લિ. દ્વારા આપવામાં આવશે. ઘરદીઠ 750 KW રૂફટોપ સોલાર સિસ્ટમનો ઉપયોગ 750 ઘરોને પાવર સપ્લાય કરવા માટે કરવામાં આવશે. આ સૌર પેનલથી દરેક ઘરમાં 25 વર્ષ સુધી દર મહિને 2,000 રૂપિયાની બચત થશે. સાથે જ આ સોલાર પેનલ્સના ઇન્સ્ટોલેશનથી પરિવાર 5% વધુ પાવરનો વપરાશ કરી શકશે. ઇન્સ્ટોલેશનની કામગીરી આ વર્ષ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ પહેલાં પણ આ ગ્રુપ દ્વારા  સોલાર પેનલ લગાવીને દુધાળા ગામને હરિયાળું ગામ બનાવવાનો સંકલ્પ પૂર્ણ કરાયો હતો. અગાઉ પણ SRKKFએ ભારતીય સેના માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું.
SRKKFના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું કે, “અમે દેશના નાયકો માટે અમારાથી બનતું બધું કરવા તત્પર છીએ. આપણે હંમેશા આપણા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. ભારતના જવાબદાર નાગરિક તરીકે, અમે, SRK પરિવારે વિચાર્યું કે આપણે આપણા નાયકો માટે શું કરવું જોઈએ જે તેમને જીવનભર લાભ આપી શકાય તેથી અમને આપણા બહાદુર શહીદોના ઘરોમાં સૌર ઉર્જા પ્રદાન કરવાનો વિચાર આવ્યો.
SRK ગ્રુપના સ્થાપક ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા હીરા ઉદ્યોગ સાથે સામાજીક કાર્યોમાં પણ આ ગ્રુપનું યોગદાન છ દાયકા કરતા વધુ સમયથી છે. સામાજીક કલ્યાણ પહેલના ભાગરુપે SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF)ની સ્થાપના કરી છે. જેમાં SRKKF છત્ર હેઠળ વધુ ત્રણ ટ્રસ્ટ કામ કરે છે - શ્રી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ અને માતૃશ્રી સંતોકા લાલજીભાઈ ધોળકિયા ચેરીટેબલ ટ્રસ્ટ. જેમાં અત્યાર સુધીમાં, 3,008,160 થી વધુ લોકોએ વિવિધ શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ અને તબીબી આવશ્યકતાઓ માટે નાણાકીય સહાય પણ આપવામાં આવી છે. સાથેજ  2006માં સંતોકબા પુરસ્કાર હેઠળ 13 પ્રતિષ્ઠિત હસ્તીઓને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતાં. 
Advertisement
Tags :
Advertisement

.