Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આર્ટસ કોલેજ ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ આવેલા છે જે પૈકી બનાસકાંઠા જિલ્લો સરદી જિલ્લો તરીકે ઓળખાય છે આ સરહદી જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા આ તાલુકાઓમાં દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો તરીકે ઓળખ ધરાવે દાંતા તાલુકામાં આવેલા અંબાજી શક્તિપીઠ ખાતે અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમાકુ નિયંત્રણ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ આ કાર્àª
10:03 AM Feb 09, 2023 IST | Vipul Pandya
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ આવેલા છે જે પૈકી બનાસકાંઠા જિલ્લો સરદી જિલ્લો તરીકે ઓળખાય છે આ સરહદી જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા આ તાલુકાઓમાં દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો તરીકે ઓળખ ધરાવે દાંતા તાલુકામાં આવેલા અંબાજી શક્તિપીઠ ખાતે અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમાકુ નિયંત્રણ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ તેમજ એપેડેમિક મેડીકલ ઓફીસર ડો હરિયાણી સાહેબના માર્ગદર્શન મુજબ તાલુકા આરોગ્ય કચેરી દાંતા દ્વારા શાળાઓ તેમજ કોલેજને તમાકુ મુક્ત બનાવવા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજીમાં આવેલ કોલેજમાંંકાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આજે વિદ્યાર્થીઓને તમાકુ અને તેની પ્રોડક્ટના સેવનથી થતા નુકશાન થી વાકેફ કરવા અને લોકજાગૃતિ માટે વિદ્યાર્થીઓમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 12જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. દરેક વિદ્યાર્થીએ સુંદર વકતવ્ય આપ્યું. પ્રથમ ત્રણ આવેલ વિદ્યાર્થીઓને કોલેજ બેગ,બીજાં નંબરને કોપર બોટલ અને ત્રીજા નંબરને સ્ટીલ બોટલનુ ઈનામ આપવામાં આવ્યા,બાકીના વિદ્યાર્થીને આશ્વાસન ઈનામમા બોલપેન આપવામાં આવેલ. જીલ્લા ટોબેકો કાઉન્સિલર શ્રીઅનિલભાઈ રાવલ એ પણ તમાકુ અને તેની બનાવટો થી થતા નુકશાન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં  આવ્યું  હતું. 
તાલુકા આરોગ્ય અધિકારી ડો.નિશાબેન ડાભી એ પણ સુંદર વકતવ્ય આપ્યું. કોલેજના પ્રિન્સીપાલ શ્રી એસ.એન.પટેલ તેમજ તમામ સ્ટાફ એ સુંદર આયોજન કરી સરસ સહકાર આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. અંતમાં નાસ્તો અને આભારવિધિ બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.
દાંતા તાલુકો પછાત તાલુકા ની ઓળખ ધરાવે છે 
બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો પછાત જીલ્લો તરીકે ઓળખ ધરાવે છે અને આ જિલ્લામાં આવેલા તાલુકાઓ પણ પછાત તાલુકા તરીકે ઓળખાતા હોય છે ત્યારે ગુજરાતનો સૌથી પછાત તાલુકો દાંતા તાલુકો તરીકે ઓળખ પામેલ છે ત્યારે આ તાલુકામાં 7 ફેબ્રુઆરીના રોજ વ્યસન મુક્તિ સેમીનાર યોજાયો હતો જે બાદ આજે અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આરોગ્ય વિભાગ દ્વારા વ્યસન મુક્તિને લઈને સુંદર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી.
આપણ  વાંચો- ગોંડલમાં યોજાયેલ પોલીસ તંત્ર દ્વારા લોન મેળામાં 600 થી વધારે અરજીઓ આવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AmbajiArtsandCommerceCollegeElocutionCompetitionGujaratFirstHealthofficerStudentsTobaccocontrol
Next Article