રાત્રે ચાર્જિંગ દરમિયાન ઇલેક્ટ્રિક સ્કૂટરમાં વિસ્ફોટ, એકનું મોત અને ત્રણ ઘાયલ
આંધ્ર પ્રદેશના વિજયવાડાની અંદર એક વ્યક્તિનું મોત થયું છે. ચિંતાજનક વાત એ છે કે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કારણે તેનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં હવે તો આ ઇલેક્ટ્રિક સ્કૂટરના કારણે લોકોના જીવ પણ જઇ રહ્યા છે. હજુ તો ત્રણ દિવસ પહેલા જ તેલંગાણામાં આ પ્રકારની ઘટનામાં એક à
આંધ્ર પ્રદેશના વિજયવાડાની અંદર એક વ્યક્તિનું મોત થયું છે. ચિંતાજનક વાત એ છે કે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કારણે તેનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં હવે તો આ ઇલેક્ટ્રિક સ્કૂટરના કારણે લોકોના જીવ પણ જઇ રહ્યા છે. હજુ તો ત્રણ દિવસ પહેલા જ તેલંગાણામાં આ પ્રકારની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું.
આંધ્રપ્રદેશના વિજયવાડામાં શનિવારે વહેલી સવારે ચાર્જિંગમાં મૂકેલી ઇલેક્ટ્રિક બાઇકની બેટરીમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે ઘરમાં આગ પણ લાગી હતી. જેમાં એક 40 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. જે માહિતી સામે આવી છે તે પ્રમાણે રાત્રે બેડરુમની અંદર જ ઇ બાઇક ચાર્જ પર મૂકી હતી. જેમાં વહેલી સવારના સમયે વિસ્ફોટ થયો છે. જેમાં તે વ્યક્તિની પત્ની સહિત બે બાલકોને પણ ઇજા થઇ છે. જેમાંથી મૃતકની પત્નીની હાલત ગંભીર છે.
ઉપરાંત એવી વાત પણ સામે આવી છે કે હજુ તો બે દિવસ પહેલા એટલે કે શુક્રવારે જ કે. શિવકુમાર નામના આ વ્યક્તિએ ઇલેક્ટ્રિક બાઇક ખરીદી હતી. મૃતક કે. શિવકુમાર ડીટીપી વર્કર હતો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં શિવકુમારનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે મૃતકની પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
શુક્રવારે તે ઘરના એક રૂમમાં વાહન ચાર્જ પર મૂકીને સૂઈ ગયો હતો. સ્કૂટી આગળના રૂમમાં હતી અને તેઓ પાછળના રૂમમાં સૂતા હતા. સવારે 3 વાગ્યાની આસપાસ બેટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ ઈલેક્ટ્રીક વાયરો ફાટી ગયા હતા અને ઘરમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના દરમિયાન તે પોતાનો જીવ બચાવવા રસોડામાં ગયો હતો. આ પછી આગ ઘરમાં ફેલાઈ ગઈ હતી અને બહાર જવાનો કોઈ રસ્તો ન હોવાથી પરિવારના તમામ સભ્યો ફસાઈ ગયા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોની મદદથી તેમને બહાર કાઢી શકાયા હતા.
આવી જ એક ઘટના ત્રણ દિવસ પહેલા પડોશી તેલંગાણા રાજ્યના નિઝામાબાદમાં બની હતી જેમાં એક 80 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. તાજેતરના ભૂતકાળમાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ આવી જ ઘટનાઓ સામે આવી છે. સતત વધી રહેલી આ પ્રકારની ઘટનાાઓને કારણે સરકારે પમ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ઇ વાહન બનાવતી કંપનીઓને પણ ચેતવણી આપવામાં આવી છે.
Advertisement