Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાળકોના હાથમાંથી ફોન છોડાવવાની ઈઝી Trick

જેમ જેમ નવી પેઢીનું આગમન થતું જાય તેમ તેમ જનરેશન અને લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ આવવો અને લાવવો પણ જરૂરી છે. પરંતુ એવી આદતો શું કામની જે તમારા બાળકોને ખરાબ આદતો તરફ ધકેલી જાય? પહેલાના સમય કરતા હાલની જનરેશનની વાત કરીએ તો બાળકો વધારે સ્માર્ટ થતા જઈ રહ્યા છે. જો કે આ જનરેશનમાં બાળકોને અનેક આદતો એવી પડી છે જે પેરેન્ટ્સ અને બાળક એમ બન્ને માટે નુકસાનકારક સાબિત થાય છે. આજકાલ લગભગ બાળકોના જનà«
11:27 AM Oct 05, 2022 IST | Vipul Pandya
જેમ જેમ નવી પેઢીનું આગમન થતું જાય તેમ તેમ જનરેશન અને લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ આવવો અને લાવવો પણ જરૂરી છે. પરંતુ એવી આદતો શું કામની જે તમારા બાળકોને ખરાબ આદતો તરફ ધકેલી જાય? પહેલાના સમય કરતા હાલની જનરેશનની વાત કરીએ તો બાળકો વધારે સ્માર્ટ થતા જઈ રહ્યા છે. જો કે આ જનરેશનમાં બાળકોને અનેક આદતો એવી પડી છે જે પેરેન્ટ્સ અને બાળક એમ બન્ને માટે નુકસાનકારક સાબિત થાય છે. 
આજકાલ લગભગ બાળકોના જન્મની સાથે તેમને મોબાઈલનું વળગણ લગાડવામાં આવી જતું હોય છે. અને જે પેરેન્ટ્સ પોતાના બાળકોને નાનપણથી મોબાઈલની લત લગાડે છે, તેઓ જ પાછળથી પોતાના બાળકના આખો દિવસ મોબાઈલ જોવાની આ લતની ફરિયાદો કરતા રહે છે.  આજના આ સમયમાં મોટાભાગના બાળકોને ફોન જોવાની આદત પડી ગઇ હોય છે. ફોન જોવાની આ આદત બાળકોના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.

 જો તમારા બાળકને આ કુટેવમાંથી બહાર લાવવા હોય તો જાણો આપને જણાવીએ કેટલીક એવી ટ્રીક્સ જે તમારા બાળકને ફોનની લત છોડાવી દેશે..
બાળકને નવી નવી રમતોમાં વ્યસ્ત રાખો. આ રમતોથી બાળકનો માનસિક વિકાસ પણ થશે. આ રમતોમાં તમે બાળકોને કેરમ, બેડમિન્ટન, ક્રિકેટ, બાસ્કેટબોલ જેવી રમતો રમાડો. આ રમતોમાં વ્યસ્ત રાખશો તો બાળકોની પણ રુચિ વધશે અને આપોઆપ જ ફોન જોવાની લત છૂટી જશે. 
તમારા બાળકને સતત કોઇને કોઇ ઘરે એક્ટિવિટી કરાવો અને એને એમાં વ્યસ્ત રાખો. આમ કરવાથી બાળકને ફોનની આદત છૂટી જશે. એક્ટિવિટી કરાવવાથી બાળકનો શારિરિક અને માનસિક વિકાસ થાય છે.
મોટાભાગના પેરેન્ટ્સ પોતાના બાળકને પૂરતો સમય આપતા હોતા નથી. આમ, જો તમારા બાળકને ફોન જોવાની લત છે તો તમે એને સમય આપો જેથી કરીને આ આદત છૂટી જશે. હંમેશા બાળકને યોગ્ય સમય આપો. 
વોકિંગ સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ એક્સર્સાઇઝ છે. બાળકને ચાલવા લઈ જાવ. ચાલવાથી બાળકના શરીર કસરત પણ મળશે. તે સમયે તેમની સાથે ગમતી વાતો કરો અને સાથે મોબાઇલ જોવાથી શું નુકસાન થાય છે એ પણ વાત કહો. આ વાત કરવાથી બાળક સમજશે અને એ જાતે જ આ આદત ઓછી કરી દેશે.
Tags :
GujaratFirstHealthCareHealthTipsKidsTips
Next Article