Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ દેશમાં આવ્યો 7ની તીવ્રતાનો ભૂકંપ, મોટી સંખ્યામાં ઈમારતોમાં પડી તિરાડો

ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ આંચકો આજે સવારે 6.23 કલાકે અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 7 હોવાનું કહેવાય છે. ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી. રાજધાની મનિલામાં ભૂકંપના કારણે ઈમારતોમાં તિરાડો પડી ગઈ હતી અને લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.ફિલિપાઈન્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર અબ્રા પ્
આ દેશમાં આવ્યો 7ની તીવ્રતાનો ભૂકંપ  મોટી સંખ્યામાં ઈમારતોમાં પડી તિરાડો
ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ આંચકો આજે સવારે 6.23 કલાકે અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 7 હોવાનું કહેવાય છે. ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી. રાજધાની મનિલામાં ભૂકંપના કારણે ઈમારતોમાં તિરાડો પડી ગઈ હતી અને લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
ફિલિપાઈન્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર અબ્રા પ્રાંતના એક પહાડી વિસ્તારમાં જમીનથી 25 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું અને ભૂકંપ બાદ અનેક આફ્ટરશોક્સ અનુભવાયા હતા. જોકે, ગયા મહિને પણ ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ દક્ષિણ ફિલિપાઈન્સના સુરીગાઓ ડેલ સુર પ્રાંતમાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.6 હતી. ભૂકંપનું કેન્દ્ર કાગવેટ શહેરથી લગભગ 31 કિમી ઉત્તરપૂર્વમાં 16 કિમીની ઊંડાઈએ હતું. 
Advertisement

પોલીસ મેજર એડવિન સર્જિયોએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ડોલોરેસમાં, જ્યાં ભૂકંપ આવ્યો હતો, લોકો ધરતી ધ્રુજવાથી ડરી ગયા હતા અને તેમની ઇમારતોની બહાર દોડી આવ્યા હતા. જ્યારે સ્થાનિક બજારમાં અનેક સ્થળોની બારીઓના કાચ તૂટી ગયા હતા. સર્જિયોએ કહ્યું, ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. પોલીસ સ્ટેશનની ઇમારતમાં નાની-મોટી તિરાડો પડી હોવાનું તેમણે જણાવ્યું હતું. ભૂકંપના કારણે દુકાનોમાં રાખેલ શાકભાજી અને ફળો પણ વેરવિખેર થઈ ગયા હતા. આ અગાઉ, અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 89 કિમી દક્ષિણમાં લગભગ 2:7 વાગ્યે 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
Tags :
Advertisement

.