ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટ પ્રાણીઉદ્યાનના સિંહ પરિવારમાં Good News, સિંહણે સિંહ બાળને જન્મ આપ્યો, જુઓ તસવીરો

રાજકોટ મહાનગરપાલિકા (RMC) સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો (Rajkot Zoo) સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોàª
05:20 PM Feb 14, 2023 IST | Vipul Pandya
રાજકોટ મહાનગરપાલિકા (RMC) સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો (Rajkot Zoo) સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે.
વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના (India) અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે તા. 12-02-2023ના રોજ એશિયાઇ સિંહએ સિંહ બાળને જન્મ આપ્યો હતો તેમ, મેયર શ્રી ડૉ. પ્રદિપડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેનશ્રી અનીતાબેન ગોસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
ઝૂ ખાતે એશિયાઇ સિંહ બાળ 01નો જન્‍મ
એશિયાઇ સિંહ (Asiatic Lion) નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્‍થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા તા. 12/02/2023ના રોજ બપોર પછીના સમયે સિંહ બાળ જીવ ૦૧(એક)નો જન્‍મ થયેલ છે. માતા સ્વાતી દ્વારા બચ્‍ચાંની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્‍ત છે.  ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે.
સિંહણ સ્વાતીએ આ બીજી વખત બચ્ચાને જન્મ આપેલ છે. અગાઉ તા. 24/09/2014ના રોજ સિંહ નર “નીલ” સાથેના સંવનનથી ત્રણ સિંહ બાળને જન્‍મ આપેલ હતા. સામાન્‍ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્‍ચાંને જન્‍મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્‍સામાં એક બચ્‍ચું અથવા ચારથી પાંચ બચ્‍ચાંઓ જન્‍મતા હોય છે.
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ–01નો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા 15 થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-05, પુખ્ત માદા-09 તથા બચ્ચા-01નો સમાવેશ થાય છે.
રાજકોટ ઝુ ખાતે નવા જન્મેલ સિંહ બાળ સહિત અત્યાર સુધીમાં કુલ 50 સિંહબાળનો જન્મ થયેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

વર્ષ                 સંખ્યા

1992-93          02
2004-05          02
2006-07          01
2007-08          07
2008-09          06
2009-10         04
2011-12         09
2013-14         05
2014-15        10
2016-17         03
2022-23         01
કુલ                 50

આ પણ વાંચો - ઈંડાની લારી ચલાવતા શખ્સ વિરુદ્ધ કરેલી અરજીનો ખાર રાખી સરકારી વકીલ ઉપર હુમલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AsiaticLionBabyLionBirthForestDepartmentGujaratFirstLionCubRAJKOTRajkotZoo
Next Article