Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન આયોજન કરાયું

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દિ ઉપક્રમે બીપીએસ બાળ બાલિકા પ્રવૃતિ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન યોજાયું હતું.બીપીએસ સ્વામીનારાયણ અક્ષરધામના રચયિતા બહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું જીવનસુત્ર હતું કે બીજાના ભલામાં આપણું ભલું છે.બીજાના સુખમાં આપણુ સુખ છે. આ જ જીવન ભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન 40 લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા હતા.તેમની àª
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન આયોજન કરાયું
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દિ ઉપક્રમે બીપીએસ બાળ બાલિકા પ્રવૃતિ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન યોજાયું હતું.બીપીએસ સ્વામીનારાયણ અક્ષરધામના રચયિતા બહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું જીવનસુત્ર હતું કે બીજાના ભલામાં આપણું ભલું છે.બીજાના સુખમાં આપણુ સુખ છે. આ જ જીવન ભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન 40 લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા હતા.તેમની પ્રેરણાથી બીએપીએસ સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં 15લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન થયું છે.વીજળી અને પાણીની બચત માટે તેઓએ પોતાના જીવન દ્વારા અનેકને પ્રેરણા આપી છે.
દરમ્યાન વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દિ મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામી નારાયણ સંસ્થાની બાળ બાલિકા પ્રવૃતિ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન મે માસમાં કરવામાં આવ્યું હતું. વ્યસન મુક્તિ અભિયાનમાં બીએપીએસ સંસ્થાના 16 હજાર બાળકોના 4200 વૃંદ જોડાયા હતા. આ બાળકોએ ઘર, દુકાન, ઓફિસ, ફેક્ટરી, બસસ્ટેશન જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને 14 લાખ જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો.દેશભરમાં યોજાયેલા આ અભિયાનમાં બાળકોએ વ્યસનથી થતા નુકસાનની વિગતવાર સમજુતી લોકોને આપી હતી. તારીખ 8 મે થી 22 મે દરમ્યાન આ અભિયાન યોજાયું હતું.આ અભિયાનમાં બાળકોએ કરેલા અથાગ પ્રયાસને પરિણામે દેશભરના 4 લાખ વ્યક્તિઓએ આજીવન વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી. આ ઉપરાંત 10 લાખ જેટલા લોકોએ અન્યને વ્યસન મુક્ત કરાવવાનો સંકલ્પ કર્યો. 
આ અભિયાનની સમાંતર 14 હજાર બાલિકાઓના 3300 વૃંદ દ્વારા પ્રકૃતિ સંવર્ધન અભિયાન પણ યોજાયું હતું. જેમાં બાલિકોઓએ ઘરે-ઘરે પહોંચીને 12 લાખ લોકોને પાણી બચાવો.વીજળી બચાવો અને વૃક્ષો વાવોનો સંદેશ આપ્યો હતો. બાલિકાઓએ આ માટે લોકોને પ્રેરણા અને માર્ગદર્શન પુરા પાડ્યા હતા. સતત 15 દિવસ ચાલેલા આ અભિયાનને કારણે 10 લાખ લોકોએ પાણી અને વીજળીના બચાવવાની અને 6 લાખ લોકોએ વૃક્ષોનુ વાવેતર અને જતન કરવાની કટિબદ્ધતા બતાવી હતી. અને સાથેજ અન્યને પણ પ્રકૃતિ સંવર્ધનની પ્રેરણા આપવાનો સંકલ્પ કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.