Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં નાસ્તાની લારીમાં છુપાવીને વેચાતો હતો દારુ, એક આરોપીની ધરપકડ

સુરત માં છુટથી લારીમા દારૂ વેચાય અને અત્યાર સુધી સ્થાનિક પોલીસના ધ્યાનમાં ન આવે તે માનવામાં ન આવે તેવી વાત છે પરંતુ હાલ આ નગ્ન સત્ય છે. તાજેતરમાં જ સ્માર્ટ સીટી સુરતમાં દેશી દારૂનો છુટથી વેચાણ થઈ રહેલા હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ છે માત્ર દારૂની લારી જ નહી દારુની હાટડી પણ જોવા મળે છે તથા દારૂની ભઠ્ઠી પણ હોવાનું કહેવાયું છે. સુરત માં છુટથી લારીમા દારૂ વેચાય અને અàª
11:49 AM Feb 03, 2023 IST | Vipul Pandya
સુરત માં છુટથી લારીમા દારૂ વેચાય અને અત્યાર સુધી સ્થાનિક પોલીસના ધ્યાનમાં ન આવે તે માનવામાં ન આવે તેવી વાત છે પરંતુ હાલ આ નગ્ન સત્ય છે. તાજેતરમાં જ સ્માર્ટ સીટી સુરતમાં દેશી દારૂનો છુટથી વેચાણ થઈ રહેલા હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ છે માત્ર દારૂની લારી જ નહી દારુની હાટડી પણ જોવા મળે છે તથા દારૂની ભઠ્ઠી પણ હોવાનું કહેવાયું છે. સુરત માં છુટથી લારીમા દારૂ વેચાય અને અત્યાર સુધી સ્થાનિક પોલીસના ધ્યાનમાં ન આવે તે માનવામાં ન આવે તેવી વાત છે પરંતુ હાલ આ નગ્ન સત્ય છે. તાજેતરમાં જ સ્માર્ટ સીટી સુરતમાં દેશી દારૂનો છુટથી વેચાણ થઈ રહેલા હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ છે માત્ર દારૂની લારી જ નહી દારુની હાટડી પણ જોવા મળે છે તથા દારૂની ભઠ્ઠી પણ હોવાનું કહેવાયું છે. 
દારૂની બદીને ડામી દેવા માટે પોલીસ સક્રિય 
સુરત શહેરમાં દારૂની બદીને ડામી દેવા સુરત શહેર પોલીસ સક્રિય હોવાનાં અને શહેરને નશામુકત શહેર બનાવવાના દાવા કરી રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો ધમધમી રહ્યો છે જેના પરિણામે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે.  માત્ર રૂ.ર૦ માં દારૂની થેલી વેચાતી હોવાથી દારૂ પીનારા રશિયાઓની પડાપડી થતી હોવાનું પણ કહેવાય રહ્યું છે આ તમામ વાતો હવે પોલીસ સુધી પહોંચતા પોલીસ ભારે હરકતમાં આવી છે જે વિસ્તારમાં દારૂ વેચાઈ રહ્યો છે તે જ વિસ્તારમાં તાજેતરમાં જ પોલીસે દરોડા પાડયા છે.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે પોલીસે પાડી રેડ
ડિંડોલી પોલીસની સર્વેલેન્સની ટીમ એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વોચ ગોઠવી હતી, પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે પોલીસે રેડ કરીને એક લોખંડના ખાનાવાળી લારીમાંથી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. તેમજ એક આરોપીની ધપકડ કરી હતી.એટલું જ નહીં ત્રણ દિવસ પહેલા દારૂનો જથ્થો આપનાર માતા પુત્રી હાલમાં લાજપોર જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.

લોખંડના ખાનાવાળી લારીમાં કર્યો હતો દારુનો સંગ્રહ 
ડીંડોલી નવાગામ ખાતે આવેલ લક્ષ્મણનગરના પ્લોટ નંબર ૦૪ ની સામે લોખંડના ખાનાવાળી એક લારીમાં રવિન્દ્ર ઉર્ફે દાઉદ છોટુભાઈ પાટીલે ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે અને રવિન્દ્ર દારૂના જથ્થાની લારી પાસે ઉભેલ છે. બાતમીના આધારે સર્વેલન્સની ટીમે રેડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂનો રૂ ૯૬૦૦૦નો જથ્થો તથા લોખંડની લારી મળી કુલ્લે રૂ ૧,૦૧ લાખનો મુદદામાલ કબ્જે કર્યો હતો સાથે આરોપી રવિન્દ્ર ઉર્ફે દાઉદ છોટુભાઈ પાટીલની ધરપકડ કરી હતી. 
ત્રણ દિવસ પહેલા આ ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર ડીંડોલી નવાગામ લક્ષ્મણનગર સોસાયટીમાં રહેતી ભીખીબેન પાટીલ તથા તેની પુત્રી લલિતાને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.જોકે આરોપી માતા પુત્રી બે દિવસ પહેલા ઇંગ્લિશ દારૂની ૧૨૮૭ બોટલ,કિંમત રૂ.૧,૩૭,૮૫૦ સાથે પકડાતા બન્ને હાલમાં લાજપોર જેલમાં છે.સમગ્ર મામલે હાલ ડીંડોલી પોલીસની આગળની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચોઃ  યુનિવર્સિટીના રેઢિયાળ કારભારના કારણે નવી શિક્ષણનિતીનો અમલ માત્ર કાગળ ઉપર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
accusedarrestedGujaratFirsthiddenliquorsnacklorrySurat
Next Article