Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાયકલિંગ ટ્રેક પર સર્જાઇ દુર્ઘટના, સાયક્લિસ્ટો થયા ઇજાગ્રસ્ત, ભારતીય સ્પર્ધકનો બચાવ, જુઓ વિડીયો

બર્મિંઘમમાં  ચાલી રહેલા રમતની મહાઇવેન્ટ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth games 2022) ના ત્રીજા દિવસે સાયકલિંગ ટ્રેક પર એક દુર્ઘટના સર્જાઇ હતી.  જેમાં અચાનક જ ટ્રેક પરથી સાયકલ ચાલકો ઉછળીને પડ્યા હતાં. સાથે જ આ દુર્ધટનામાં કેટલાક દર્શકો પણ ઘાયલ થવાના સમાચારો છે હાલમાં તમામને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. બર્મિંઘમમાં ચાલી રહેલ કોમનવેલ્થ 2022માં દુનિયાના 72 દેશોના એથલિટ પોતાની à
12:45 PM Aug 01, 2022 IST | Vipul Pandya
બર્મિંઘમમાં  ચાલી રહેલા રમતની મહાઇવેન્ટ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth games 2022) ના ત્રીજા દિવસે સાયકલિંગ ટ્રેક પર એક દુર્ઘટના સર્જાઇ હતી.  જેમાં અચાનક જ ટ્રેક પરથી સાયકલ ચાલકો ઉછળીને પડ્યા હતાં. સાથે જ આ દુર્ધટનામાં કેટલાક દર્શકો પણ ઘાયલ થવાના સમાચારો છે હાલમાં તમામને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. બર્મિંઘમમાં ચાલી રહેલ કોમનવેલ્થ 2022માં દુનિયાના 72 દેશોના એથલિટ પોતાની રમતોનું શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. સાથે જ આ રમત જોવા મટે મોટી સંખ્યામાં ફેન્સ પણ ખેલાડીઓને ચીયર કરવામાં મેદાન પર આવી રહ્યાં છે.  કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે મેદાનમાં એક દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં પુરુષોની 15 કિમી સ્ક્રેચ સાઈક્લિંગ ઈવેન્ટ દરમિયાન થઈ હતી.

સાયકલ સવારોએ બેલેન્સ ગુમાવતા દર્શક એરિયામાં પહોંચી ગયા 
ઈંગ્લેન્ડના સાયકલ સવાર મેટ વોલ્સ અને કેનેડાના ડેરેક જી કાબૂ ગુમાવતા સાઈક્લિંગ ટ્રેક છોડીને દર્શક એરિયામાં ઘુસી ગયા હતા. જેને લઈને અરાજકતા ફેલાઈ ગઈ હતી. 24 વર્ષિય વોલ્સ તો ગંભીર રીતે ઘાયલ થયાં છે. તો વળી આઈલ ઓફ મેનના સાયકલ ચાલક મેથ્યૂ બોસ્ટોક પણ આ ઘટનામાં સામેલ હતા. વોલ્સ, ડેરેક જી અને બોસ્ટોક ત્રણેયને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડી છે. 
ભારતીય સાયકલિસ્ટનો આબાદ બચાવ
ભારતીય સાઇકલિસ્ટ વિશ્વજીત સિંહ, મેલ 15km સ્ક્રેચ રેસમાં ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું, જ્યારે આ દુર્ધટના સર્જાઇ ત્યારે તે પણ આ ગેમ્સમાં રમી રહ્યો હતો, પણ જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે તે આમાંથી બહાર નીકળી ગયો હતો તેથી તેને કોઇ ઇજા થઇ નથી. જો કે ઈંગ્લેન્ડના સાયકલિસ્ટ મેટ વોલ્સ અને કેનેડાના ડેરેક જી કાબૂ ગુમાવતા સાઈક્લિંગ ટ્રેક છોડીને  ઓડિયન્સ રેલીંગ એરિયામાં ઘુસી ગયા હતા. જેને લઈને અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં 24 વર્ષિય વોલ્સ ગંભીર રીતે ઘાયલ થયાં છે. સાથે જ  આઈલ ઓફ મેનના સાયકલ ચાલક મેથ્યૂ બોસ્ટોક પણ  દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં.  
 મેડીકલ ટીમ દ્વારા અસરગ્રસ્તોને સારવાર અપાઇ 
આ ત્રણેય ખેલાડી વોલ્સ, ડેરેક જી અને બોસ્ટોક ત્રણેયને હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. આ દુર્ઘટનાથી લોકોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. એક સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે, લી વૈલી વેલોપાર્કમાં ટ્રેક અને પેરા ટ્રેક સાયક્લિંગના સવારના સત્રમાં એક દુર્ઘટના બાદ મેદાન પર જ મેડીકલ ટીમ દ્વારા ત્રણ સાયકલ સવારો અને બે દર્શકોની  ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી. બાદમાં ત્રણેય સાયકલ ચાલકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
મેટ વોલ્સને હોસ્પિટલમાંથી તુરંત રજા અપાઇ 
બ્રિટેનમાં સાયક્લિંગના નિગમ તરફથી ટ્વિટ કરીને કહ્યું કે, મેટ ભાનમાં છે અને તે વાત કરી રહ્યા છે તેમને હોસ્પિટલમાં  સારવાર હેઠળ છે, સારવાર બાદમાં મૈટ વોલ્સને હોસ્પિટલમાંથી તુરંત રજા આપી દેવામાં આવી હતી. આ બાજૂ ઈંગ્લેન્ડની ટીમે દાવો કર્યો હતો કે, ઓલંપિક ચેમ્પિયનના  માથા પર ઈજા થઈ છે અને તેના શરીર પર પણ વાગ્યાના  નિશાન પણ જોવાં મળ્યા હતાં, સાથે જ ગંભીર ઇજાના કારણે તેને માથામાં ટાંકા લેવા પડ્યા છે.
 આ પણ વાંચો - પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ રહેલા Achinta Sheuliએ જીત્યો ગોલ્ડ મેડલ
Tags :
AccidentanaccidentAwfulcrashinvolvingMattWallsCommonwealthGames2022cyclingcyclingtrackcyclistswereinjuredGujaratFirstIndiancompetitorwasrescuedviralVidio
Next Article