Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એકેડમી બનાવી સરકારી નોકરીની લાલચ આપી પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઇ

રાજ્યમાં સરકારી ભરતીમાં ગેરરીતિના આક્ષેપો વારંવાર થતા હોય છે ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે સરકારી ભરતીઓમાં ભરતી કરાવવાના નામે કરોડો રૂપિયા પડાવનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ વિવિધ ઉમેદવારો પાસેથી 1.5 લાખથી લઈને 10 લાખ રૂપિયા લઇ  નોકરી અપાવવાના નામે 3.25 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક યુવતી સબિત 3ને ઝડપી લીધા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના હાથે ઝડપાયે
12:13 PM Apr 05, 2022 IST | Vipul Pandya

રાજ્યમાં સરકારી ભરતીમાં ગેરરીતિના આક્ષેપો વારંવાર થતા હોય છે ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે સરકારી ભરતીઓમાં ભરતી કરાવવાના નામે કરોડો રૂપિયા પડાવનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ વિવિધ ઉમેદવારો પાસેથી 1.5 લાખથી લઈને 10 લાખ રૂપિયા લઇ  નોકરી અપાવવાના નામે 3.25 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે. 

પોલીસે એક યુવતી સબિત 3ને ઝડપી લીધા 
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના હાથે ઝડપાયેલો આરોપી હરીશ પ્રજાપતિ રિટાયર્ડ આર્મી મેન છે.તેણે દહેગામમાં સરકારી નોકરીમાં ભરતી કરાવવા માટેની એકેડમી ખોલી હતી. આ એકેડમીમાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.જેમની પાસેથી PSI, કોન્સ્ટેબલ , હેડક્લાર્ક, LRD પુરુષ ,LRD સ્ત્રી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની જગ્યા પર નોકરી અપાવવા માટે લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા.હરીશની સાથે કામ કરનાર પૂજા ઠાકોર તેમજ અજમેર ના રવિ સિંગની પણ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી છે. 
કરાઇ એકેડેમી જેવી હુબહુ એકેડેમી બનાવી 
આરોપી હરીશ પ્રજાપતિએ ઉમેદવારોને ગુમરાહ કરવા માટે દહેગામમાં કરાઈ પોલીસ એકેડમી જેવી જ આબેહૂબ એકેડમી તૈયાર કરી હતી, જેમાં ઉમેદવારોને શારીરિક ટ્રેનિગ પણ આપવામાં આવતી હતી. આરોપી હરીશના સાગરીતો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં કાર્યરત હતા, .જ્યાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવકોનો સંપર્ક કરીને તેમને દહેગામ સ્થિત હરીશની એકેડમીમાં મોકલતા હતા. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને એકેડમીમાં તપાસ કરતા 81 ડોક્યુમેન્ટ મળી આવ્યા છે, જેમાંથી 60 ઉમેદવાર રાજસ્થાન અને 4 ઉમેદવાર ઉત્તરપ્રદેશના છે. આ ઉમેદવારો ગુજરાતમાં ન રહેતા હોવા છતાં તેમના સરકારી ભરતી માટેના ફોર્મ ગુજરાતના એડ્રેસથી ખોટા ભરવામાં આવ્યા હતા. તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને હરીશ પાસેથી PSIની વર્દી તેમજ PSIનું ડુપ્લીકેટ આઈકાર્ડ પણ મળી આવ્યું છે, જેનો ઉપયોગ આરોપી દ્વારા ઉમેદવારો સામે રૌફ જમાવવા કરાતો હોવાનું માનવામાં આવી રહ્યું છે.હરીશ અગાઉ આર્મીમેન બની પૈસા પડવાવાના ગુનામાં મહેસાણામાં ઝડપાયો હતો.
હજું પણ 2 શખ્સ ફરાર 
આરોપીની એકેડમી પર તપાસ દરમ્યાન PSIની શારીરિક કસોટીમાં નાપાસ થયેલા ઉમેદવારને PAAS લખેલા એડમિટ કાર્ડ પણ આરોપીઓ દ્વારા આપવામાં આવ્યા હોવાનું ક્રાઇમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. હજુ પણ આ કેસમાં 2 આરોપીઓ ફરાર છે.  વધુ કેટલા યુવાનો આ આરોપીઓના શિકાર બન્યા છે તે દિશામાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
Tags :
AhmedabadCrimeBranchGovernmentJobGujaratFirstScam
Next Article