સરસ્વતીની વાણી
અમી ઊંઘમાંથી ઝબકીને જાગી ગઈ. એનાં સાસુ એને નીચે પાર્કિંગમાં લઈ ગયાં.રાત્રે તુષાર સાથે એને બહુ મોટો ઝઘડો થયો હતો. એણે ગુસ્સામાં વારંવાર તુષારને કહ્યું હતું કે પોતે દીકરી આહના સાથે એકલી રહેવાં માંગે છે.ક્યારેક સાસુએ કહેલું યાદ આવ્યું.'દિવસમાં એક વાર કોઈ પણ સમયે સરસ્વતીદેવી આપણી જિહ્વા ઉપર આવીને બેસે છે. ત્યારે આપણે જે બોલીએ એ સાચું પડી જાય. માટે ગુસ્સામાંય કવેણ ના બોલવાં.'અમી ફાટી આà
અમી ઊંઘમાંથી ઝબકીને જાગી ગઈ. એનાં સાસુ એને નીચે પાર્કિંગમાં લઈ ગયાં.
રાત્રે તુષાર સાથે એને બહુ મોટો ઝઘડો થયો હતો. એણે ગુસ્સામાં વારંવાર તુષારને કહ્યું હતું કે પોતે દીકરી આહના સાથે એકલી રહેવાં માંગે છે.
ક્યારેક સાસુએ કહેલું યાદ આવ્યું.
"દિવસમાં એક વાર કોઈ પણ સમયે સરસ્વતીદેવી આપણી જિહ્વા ઉપર આવીને બેસે છે. ત્યારે આપણે જે બોલીએ એ સાચું પડી જાય. માટે ગુસ્સામાંય કવેણ ના બોલવાં."
અમી ફાટી આંખે બેભાન તુષાર સામે જોઈ રહી!
Advertisement