તહેવારોની સિઝનમાં અમૂલે ખિસ્સા પર વધાર્યો બોજ, લીટર દીઠ આટલો વધારો ઝીંકાયો
દેશની રાજધાની દિલ્હી(Delhi) અમૂલ દૂધના ભાવમાં રૂ.નો વધારો(Amul Milk Price Hike) થયો છે. અમૂલ દૂધ જે 61 રૂપિયા પ્રતિ લીટરમાં મળતું હતું તે હવે 63 રૂપિયામાં લીટર મળશે. જો કે, અમૂલ કંપની (Amul Dairy) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જો કે તહેવારોની સિઝનમાં અમૂલે ખિસ્સા પર બોજ ચોક્કસ વધાર્યો છે , દૂધના ભાવમાં લીટર દીઠ બે રૂપિયાનો વધારો કર્યોદૂધના પેકેટ પર 61ને બદલે 63 રૂપિયા છપાયાદિલ્હીમાં અમૂલ à
દેશની રાજધાની દિલ્હી(Delhi) અમૂલ દૂધના ભાવમાં રૂ.નો વધારો(Amul Milk Price Hike) થયો છે. અમૂલ દૂધ જે 61 રૂપિયા પ્રતિ લીટરમાં મળતું હતું તે હવે 63 રૂપિયામાં લીટર મળશે. જો કે, અમૂલ કંપની (Amul Dairy) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જો કે તહેવારોની સિઝનમાં અમૂલે ખિસ્સા પર બોજ ચોક્કસ વધાર્યો છે , દૂધના ભાવમાં લીટર દીઠ બે રૂપિયાનો વધારો કર્યો
દૂધના પેકેટ પર 61ને બદલે 63 રૂપિયા છપાયા
દિલ્હીમાં અમૂલ દૂધના ભાવમાં 2 રૂ.નો વધારો થયો છે. જે અમૂલ દૂધ જે 61 રૂપિયા પ્રતિ લીટરમાં મળતું હતું તે હવે 63 રૂપિયામાં લીટર મળશે. જોકે, અમૂલ કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જ્યારે દિલ્હીના લોકો સવારે દૂધ લેવા નીકળ્યા તો દૂધના પેકેટ પર 61ને બદલે 63 રૂપિયા લખેલા જોઈને તેઓ ચોંકી ગયા. આ તહેવારોની સિઝનમાં અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ અન્ય કંપનીઓ પણ દૂધના ભાવમાં વધારો કરી શકે છે.
તહેવારોની સિઝનમાં સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક આંચકો
દિવાળીના તહેવારોની સિઝનમાં સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે શનિવારે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ફુલ ક્રીમ દૂધની કિંમત 61 રૂપિયા પ્રતિ લિટરથી વધીને હવે 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આનાથી સામાન્ય લોકોનું 'થેલિનોમિક્સ' બગાડી શકે છે. દેશમાં છૂટક ફુગાવાનો દર પહેલાથી જ સાત ટકાથી ઉપર છે.
અચાનક કરાયો ભાવ વધારો
અમૂલના દૂધમાં આ વધારો અચાનક થયો છે. આજે સવારે લોકોને મોંઘવારી ભાવે દૂધ મળ્યું હતું. અગાઉ અમૂલે ઓગસ્ટ મહિનામાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે અમૂલે વધતા ખર્ચને ટાંક્યો હતો.
Advertisement