ઉદ્ધવ ઠાકરે હનુમાન ચાલીસા વાંચે નહીંતર હું તેમના ઘરે જઇને વાંચીશ, જાણો કોણે આવો પડકાર ફેંક્યો?
મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં ગરમાયું છે. એક તરફ મનસે પ્રમુખ તમામ મસ્જિદો પરથી લાઉડસ્પીકર ઉતારી લેવાનું અલ્ટીમેટટ આપી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના જ એક નેતા લોકોને મંદિર પર લગાવવા માટે મફતમાં લાઉડસ્પીકર વહેંચી રહ્યા છે. લોકો હવે લાઉડસ્પીકરમાં હનુમાન ચાાલીસા વગાડતા થયા છે. તેવામાં હવે આ વિવાદમાં નવા નામનો ઉમેરો થયો છે.અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રà
12:48 PM Apr 16, 2022 IST
|
Vipul Pandya
મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં ગરમાયું છે. એક તરફ મનસે પ્રમુખ તમામ મસ્જિદો પરથી લાઉડસ્પીકર ઉતારી લેવાનું અલ્ટીમેટટ આપી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના જ એક નેતા લોકોને મંદિર પર લગાવવા માટે મફતમાં લાઉડસ્પીકર વહેંચી રહ્યા છે. લોકો હવે લાઉડસ્પીકરમાં હનુમાન ચાાલીસા વગાડતા થયા છે. તેવામાં હવે આ વિવાદમાં નવા નામનો ઉમેરો થયો છે.
અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર આપ્યો છે. તેમણે કહ્યું કે તે માતોશ્રી જઈને હનુમાન ચાલીસા વાંચશે. ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકતા તેમણે કહ્યું કે તેઓ મને રોકવા માટે તમામ તાકાત લગાવી જુએ અને રોકીને બતાવે. તેમણે કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે આજે હનુમાન ચાલીસા નહીં વાંચે તો હું માતોશ્રી જઈને વાંચીશ.
નવનીત રાણાના પડકારથી શિવસૈનિકો ગુસ્સે થયા
તેમણે વધુમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને ડર છે કે જો તેઓ હનુમાન ચાલીસા વાંચશે તો મહાવિકાસ આઘાડીમાંથી એકાદ પક્ષ બહાર થઈ જશે. આજે અમરાવતીમાં નવનીત રાણાના ઘરે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે. નવનીત રાણા દ્વારા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની મુલાકાત લેવા અને હનુમાન ચાલીસા વાંચવાની ચેલેન્જથી શિવસૈનિકો ગુસ્સે થયા હતા. માતોશ્રીની બહાર મોટી સંખ્યામાં શિવસૈનિકો એકઠા થયા છે. ઉપરાંત શિવસૈનિકોએ નવનીત રાણા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પમ કર્યા હતા.
શિવસેનાનો જન્મ હિન્દુત્વના વિચારમાંથી થયો હતો
નવનીત રાણાએ કહ્યું ‘ગઈકાલે મારા ઘરની બહાર શિવસેનાના ત્રણ-ચાર લોકો આવ્યા હતા. જો તેણે અગાઉ કહ્યું હોત તો મેં તેના માટે સારી વ્યવસ્થા કરી હોત. હું અહીંની સાંસદ છું. તેમના ચા-પાણી અને બેસવા માટે યોગ્ય વ્યવસ્થા કરત, પણ મને એક સવાલ છે. આખો દેશ જાણે છે કે હું હનુમાન ચાલીસા વાંચુ છું. મારો પ્રશ્ન ઉદ્ધવ ઠાકરેને છે. જે હિન્દુત્વના વિચાર સાથે શિવસેનાનો જન્મ થયો હતો અને જે હિન્દુત્વ માટે બાલા સાહેબ ઠાકરેએ અંતિમ શ્વાસ સુધી કામ કર્યું, તે વિચાર આજે માતોશ્રીમાં જીવંત છે કે નહીં.
‘હું માતોશ્રી જઈશ અને હનુમાન ચાલીસા વાંચીશ’
તેમણે આગળ કહ્યું ‘મારો પ્રશ્ન એ છે કે શું તેઓ (ઉદ્ધવ ઠાકરે) આજે હનુમાન જયંતિ પર હનુમાન ચાલીસા વાંચશે કે નહીં? જો તેમણે ના વાંચી તો , તો મહારાષ્ટ્રના લોકો જોશે કે તેમના વિચારો બદલાયા છે. અથવા તો મહા વિકાસ આઘાડીમાં સામેલ પક્ષો દ્વારા તેમના પર દબાણ છે. ક્યાંક એવું ના થાય કે હનુમાન ચાલીસા વાંચે તો મહાવિકાસ આઘાડીમાંથી કોઈ પક્ષ બહાર નીકળી જાય. શું ઉદ્ધવ ઠાકરેને પદનો લોભ થયો છે? હું મુંબઈની છોકરી છું. મારી પાછળ વિદર્ભની તાકાત છે. મને મુંબઈ જતી કોઈ રોકી શકે તેમ નથી. જો તેમણે (ઉદ્ધવ) હનુમાન ચાલીસા ના વાંચી તો હું માતોશ્રી જઈને હનુમાન ચાલીસા વાંચીશ. તેઓ મને તારીખ કહી દે કે મારે કયા દિવસે આવવાનું છે. પછી મને રોકવામાં ભલે તમામ તાકાત લગાવી દેતા.’
Next Article