મોતના માતમ વચ્ચે મહિલાએ માનવતા મહેકાવી! નમાઝ માટે જવાને બદલે માનવ સેવાની બંધગી કરી
મોરબીમાં ઝૂલતા(Morbi Bridge)પુલનું મેઈન્ટનન્સ કરતી કંપનીની વધુ પડતા પૈસા કમાવવાની લાલચ અને લાલિયાવાડીના કારણે જ આ દુર્ઘટના થઈ હતી એ વાત હવે સ્પષ્ટ થઈ ચુકી છે. આ સ્થિતિમાં એક તરફ મોરબીમાં માનવસર્જિત હોનારતથી મોતનું માતમ સર્જાયું હતું. ત્યારે બીજી તરફ આજ માતમ વચ્ચે અનેક લોકોએ નિઃસ્વાર્થ ભાવે સેવાની અલખ જગાવીને માનવતાને મહેંકતી રાખી હતી. આવો જ એક કિસ્સો હસીનાબાનુનો છે. મોરબીમાં એક મુસ્à
04:55 PM Nov 01, 2022 IST
|
Vipul Pandya
મોરબીમાં ઝૂલતા(Morbi Bridge)પુલનું મેઈન્ટનન્સ કરતી કંપનીની વધુ પડતા પૈસા કમાવવાની લાલચ અને લાલિયાવાડીના કારણે જ આ દુર્ઘટના થઈ હતી એ વાત હવે સ્પષ્ટ થઈ ચુકી છે. આ સ્થિતિમાં એક તરફ મોરબીમાં માનવસર્જિત હોનારતથી મોતનું માતમ સર્જાયું હતું. ત્યારે બીજી તરફ આજ માતમ વચ્ચે અનેક લોકોએ નિઃસ્વાર્થ ભાવે સેવાની અલખ જગાવીને માનવતાને મહેંકતી રાખી હતી. આવો જ એક કિસ્સો હસીનાબાનુનો છે. મોરબીમાં એક મુસ્લિમ મહિલાએ નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરીને મોતના માતમ વચ્ચે પણ માનવતાને મહેંકાવી હતી.ત્યારે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી
મુસ્લિમ મહિલા હસીનાબાનુએ કલાકો સુધી પાણીમાં રહીને ડૂબેલા લોકોને બચાવવા પ્રયાસ કર્યો. ત્યાર બાદ તેણે બિનવારસી મૃતદેહને તેમના વારસદાર તેમના પરિવાર તેમના સ્વજનો સુધી પહોંચાડવામાં પણ ખુબ મદદ કરી. એટલું નહીં હસીનાબાનુએ નવાઝ પઢવા જવાને બદલે હોસ્પિટલમાં દુવા માગીને લોકોની મદદ માટે ખડેપગે કલાકો સુધી કામ કરતી રહી.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. તે સમયે એક તરફ તેમની બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. જ્યારે બીજી તરફ નદીમાં ડુબી ગયેલાં લોકોની લાશો બહાર લાવીને તેમની ઓળખ કરીને તેમના પરિવારને સોંપવા માટે પ્રયાસ થઈ રહ્યો હતો. આવા સમયે એક મુસ્લિમ મહિલાએ પોતાનું બધુ કામ છોડીને નમાઝ પઢવા જવાને બદલે માનવતાની સેવા કરીને નવાઝ અદા કરી લીધી. ઢગલાબંધ મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.
ત્યારે તેમના પરિવારના સભ્યોને તેની ઓળખ જાય એ માટે હસીનાબાનુ સતત હોસ્પિટલમાં દોડધામ કરતી રહી. 135 મતૃદેહનો પરિવાર બનીને હસીનાબાનુ એક બાદ એક તમામ ડેથબોડીને નદીએથી હોસ્પિટલમાં લઈ ગઈ. ત્યારે બાદ તમામ કાર્યવાહી પૂરી કરાવી મૃતદેહને પરિવાર સુધી પહોંચાડ્યા હતા.
Next Article