ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિશ્વના સૌથી ગંદા માણસ તરીકે ઓળખાતા અમો હાજીનું સ્નાન કરવાથી મોત

તમે વિશ્વના સૌથી ગંદા માણસ (World Dirtiest Man) વિશે ક્યારેક તો સાંભળ્યું જ હશે. આ માણસ ઈરાની વ્યક્તિ અમો હાજી (Amou Haji) છે. કહેવાય છે કે, દશકો સુધી નહાયા વિના રહેતા વિશ્વના સૌથી ગંદા માણસ ઈરાની અમો હાજીનું નિધન થયું છે. અમો હાજી જેઓ 94 વર્ષના હતા. હાજી એ તેમનું અસલી નામ ન હતું, પરંતુ વૃદ્ધોને અપાયેલું સુંદર ઉપનામ છે. બળજબરીથી સ્નાનરવિવાર (23 ઓક્ટોબર)ના રોજ ઈરાનના દેજગાહ ગામમાં તેમનું અવસાન થયું. અમેરિકà
05:20 AM Oct 26, 2022 IST | Vipul Pandya
તમે વિશ્વના સૌથી ગંદા માણસ (World Dirtiest Man) વિશે ક્યારેક તો સાંભળ્યું જ હશે. આ માણસ ઈરાની વ્યક્તિ અમો હાજી (Amou Haji) છે. કહેવાય છે કે, દશકો સુધી નહાયા વિના રહેતા વિશ્વના સૌથી ગંદા માણસ ઈરાની અમો હાજીનું નિધન થયું છે. અમો હાજી જેઓ 94 વર્ષના હતા. હાજી એ તેમનું અસલી નામ ન હતું, પરંતુ વૃદ્ધોને અપાયેલું સુંદર ઉપનામ છે. 
બળજબરીથી સ્નાન
રવિવાર (23 ઓક્ટોબર)ના રોજ ઈરાનના દેજગાહ ગામમાં તેમનું અવસાન થયું. અમેરિકન મીડિયા ન્યૂયોર્ક પોસ્ટે સરકારી મીડિયાને ટાંકીને આ માહિતી આપી છે. IRNA (ઈસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સી) અનુસાર, હાજી બીમાર થવાના ડરથી સ્નાન કરતા નહોતા અને નહાવાથી ભાગી રહ્યા હતા. જોકે, થોડા મહિનાઓ પહેલા પ્રથમ વખત, ગ્રામીણો તેમને બળજબરીથી સ્નાન કરવા બાથરૂમમાં લઈ ગયા. મળતી માહિતી મુજબ, ઈરાનના અમો હાજીએ લગ્ન કર્યા ન હોતા અને 60 વર્ષથી વધુ સમયથી સ્નાન કર્યું ન હતું. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેના પછી તેને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ કહેવામાં આવ્યો હતો. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, તેમણે ઈરાનના દક્ષિણ પ્રાંત ફાર્સના દેજગાહ ગામમાં 23 ઓક્ટોબર (રવિવારે) અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રાણીઓનું સડેલું માંસ ખાવાનું પસંદ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાજી બીમાર થવાના ડરથી નહાવાનું ટાળતા હતા. હાજી ઝૂંપડીમાં રહેતા હતા. તેહરાન ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાજીનો આહાર પણ ખૂબ જ વિચિત્ર હતો. તેમને મરેલા પ્રાણીઓનું સડેલું માંસ ખાવાનું ગમતું હતું. હાજી ચિલ્લમમાં સુકાયેલા પશુઓનો મળ પીતા હતા. હાજી માનતા હતા કે સ્વચ્છતા તેમને બીમાર કરી દેશે. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરોમાં તેઓ એકસાથે અનેક સિગારેટ પીતા પણ જોવા મળે છે. તેમના આ વર્તન અંગે 2013મા 'ધ સ્ટ્રેન્જ લાઈફ ઓફ અમો હાજી' નામની ટૂંકી ડોક્યુમેન્ટ્રી પણ બનાવવામાં આવી હતી.
હવે આ માણસને મળી શકે છે વિશ્વના સૌથી ગંદા માણસનો ખિતાબ
અમોના મૃત્યુ પછી, વિશ્વના સૌથી ગંદા માણસનો આ ખિતાબ ભારતમાં યુપીના વારાણસી જિલ્લાના કલાઉ સિંહ નામના વ્યક્તિને જઈ શકે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કલાઉએ લગભગ 30 વર્ષથી સ્નાન કર્યું નથી. કલાઉને પાણીનો ફોબિયા ન હોવા છતાં, તેણે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી ભારત તમામ સમસ્યાઓથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તે સ્નાન નહીં કરે.
મૃત પ્રાણીઓનું માસ ખાતા હતા
અમો વિશે એવું કહેવાય છે કે, તેમની યુવાની દરમિયાન તેમના જીવનમાં કેટલીક ખરાબ પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું. તેમને એવો આઘાત લાગ્યો કે તેઓ મૂંઝવણમાં પડી ગયા કે જો તેઓ સાફ-સફાઈ કરશે તો તેઓ મરી જશે. અમોની ખાવાની આદતો પણ વિચિત્ર હતી. તેઓ મૃત પ્રાણીઓનું માંસ ખાતા હતા. તેને ડ્રગ્સની લત પણ હતી. થોડા અઠવાડિયા પહેલા તેની તબિયત બગડી હતી, તેથી લોકો તેને બળજબરીથી ન્હાવા લઈ ગયા હતા. આ પછી, તેમનું અવસાન થયું.
આ પણ વાંચો - હવામાં ઉડતું હેલિકોપ્ટર અચાનક આવી ગયું ઈલેક્ટ્રિક વાયરની ઝપટમાં અને પછી...
Tags :
AmouHajiBathdiedDirtiestManGujaratFirstWorldDirtiestMan
Next Article