Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમિતાભ બચ્ચને અજય દેવગનને લખ્યો પત્ર, કહ્યું- લોકો કહે છે કે આ તમારું શ્રેષ્ઠ કામ છે, પરંતુ'

સુપર સ્ટાર અમિતાભ બચ્ચને અજય દેવગન માટે પોતાના હાથે લખેલ સ્પેશિયલ લેટર મોકલ્યો છે, જેની તસવીર અજયે સોશિયલ મીડિયા પર શેર કરી છે. અમિતાભ બચ્ચનનો પત્ર અને અજય દેવગનની પોસ્ટનું કેપ્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અજય દેવગણ માટે અમિતાભ બચ્ચનની સ્પેશિયલ હેન્ડ રિટન નોટબોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચન તેમની મજબૂત એક્ટિંગની સાથે સાથે તેમની અલગ સ્ટાઇલ માટે પણ જાણીતા છે. અમ
11:27 AM Apr 30, 2022 IST | Vipul Pandya
સુપર સ્ટાર અમિતાભ બચ્ચને અજય દેવગન માટે પોતાના હાથે લખેલ સ્પેશિયલ લેટર મોકલ્યો છે, જેની તસવીર અજયે સોશિયલ મીડિયા પર શેર કરી છે. અમિતાભ બચ્ચનનો પત્ર અને અજય દેવગનની પોસ્ટનું કેપ્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. 

અજય દેવગણ માટે અમિતાભ બચ્ચનની સ્પેશિયલ હેન્ડ રિટન નોટ
બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચન તેમની મજબૂત એક્ટિંગની સાથે સાથે તેમની અલગ સ્ટાઇલ માટે પણ જાણીતા છે. અમિતાભ બચ્ચન હાલમાં જ અજય દેવગણ સાથે ફિલ્મ રનવે 34માં જોવા મળ્યા હતા અને આ ફિલ્મને ક્રિટિક્સ દ્વારા પસંદ કરવામાં આવી છે. અજયે ફિલ્મમાં માત્ર અભિનય જ નહીં પરંતુ દિગ્દર્શન પણ કર્યું છે અને આવી સ્થિતિમાં હવે અમિતાભે અજય દેવગન માટે હાથેથી લખેલો એક ખૂબ જ ખાસ પત્ર મોકલ્યો છે, જેની તસવીર અજયે સોશિયલ મીડિયા પર શેર કરી છે. અમિતાભના હાથે લખેલી નોટ અને અજય દેવગનની સોશિયલ મીડિયા પોસ્ટના કેપ્શન ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.


લોકો કહે છે કે આ તમારું શ્રેષ્ઠ કામ છે
અજય દેવગણે સોશિયલ મીડિયા પર શેર કરેલા પત્રમાં અમિતાભ બચ્ચને લખ્યું, 'અજય, અજય, અજય રનવે 34નો ભાગ બનવું અને તમારા જેવા ડિરેક્ટર સાથે કામ કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. તમારું કામ ઉત્તમ છે, તમે જે રીતે બધું જોડીને આ ફિલ્મ બનાવી છે, તે અદ્ભુત છે. લોકો કહે છે કે આ તમારું સર્વશ્રેષ્ઠ કાર્ય છે, પરંતુ હું જાણું છું કે તમારું શ્રેષ્ઠ કામ હજી બાકી છે. અભિનંદન પ્રેમ, અમિતાભ બચ્ચન.'

અજય દેવગનનું કેપ્શન શું છે
અમિતાભ બચ્ચનની આ ખાસ હાથથી લખેલી નોટને શેર કરતા અજય દેવગને કેપ્શનમાં લખ્યું, 'જ્યારે આટલા અદ્ભુત અને ઉદાર અમિતાભ બચ્ચન તમારા દિગ્દર્શન અને કામના વખાણ કરે છે. તે મોટી વાત છે, જેનું શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે. અને જ્યારે તે  પણ જ્તેયારે તેઓ પોતાની જાતે લેટર લખી તમારા વખાણ કરે છે, ત્યારે તમારી અંદરના ઇમોશન્સ બહાર આવવા લાગે છે. હું પ્રાઉડ અનુભવું છું અને ખુશ છું. આભાર અમિત જી.
Tags :
AjayDevganamitabhbachhanGujaratFirstRunway34
Next Article