Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમિતાભ બચ્ચનનું ગુજરાતી ફિલ્મમાં પદાર્પણ, જુઓ પોસ્ટર લુક

અમિતાભ બચ્ચન એક મહાન અભિનેતા છે. તેની ફેન ફોલોઈંગ  ભારતથી લઈને વિશ્વભરના દેશોમાં પણ છે. હિન્દી બાદ હવે તે ગુજરાતી ફિલ્મમાં નાનકડો રોલ કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચન કોઈપણ યુવા અભિનેતા માટે પ્રેરણારૂપ છે. તે 79 વર્ષની ઉંમરે પણ બોલિવૂડની સાથે એડ ફિલ્મોમાં પણ સક્રિય છે. આ પહેલાં બીગ બીએ ગુજરાત ટુરિઝમ માટેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 'ખુશ્બુ ગુજરાત કી અભિયાન' હેઠળ ઘણી બધી એડ ફિલ્મોમાં ઝળકી
અમિતાભ બચ્ચનનું ગુજરાતી ફિલ્મમાં પદાર્પણ  જુઓ પોસ્ટર લુક
અમિતાભ બચ્ચન એક મહાન અભિનેતા છે. તેની ફેન ફોલોઈંગ  ભારતથી લઈને વિશ્વભરના દેશોમાં પણ છે. હિન્દી બાદ હવે તે ગુજરાતી ફિલ્મમાં નાનકડો રોલ કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચન કોઈપણ યુવા અભિનેતા માટે પ્રેરણારૂપ છે. તે 79 વર્ષની ઉંમરે પણ બોલિવૂડની સાથે એડ ફિલ્મોમાં પણ સક્રિય છે. આ પહેલાં બીગ બીએ ગુજરાત ટુરિઝમ માટેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 'ખુશ્બુ ગુજરાત કી અભિયાન' હેઠળ ઘણી બધી એડ ફિલ્મોમાં ઝળકી ચૂક્યાં છે જે ઘણું જ સફળ રહ્યુંં છે, એટલું જ નહીં હવે તે ગુજરાતી ફિલ્મોમાં પણ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. બીગ બી ઇન્ડસ્ટ્રીમાં પાંચ દાયકાથી એક્ટિવ છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે તે ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે યશ સોની જોવા મળી રહ્યો છે. 

બીએ એક રૂપિયો ફીસ પણ ન લીધી
બિગ બીએ તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે' શૂટિંગ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં કામ કરવા માટે બીગ બીએ એક રૂપિયો ફીસ પણ લીધી નથી. આ ફિલ્મમાં અમિતાભનો કેમિયો છે પણ મહત્વનો રોલ છે.  સાથે સાથે ફિલ્મમાં અમિતાભ ગુજરાતીમાં ડાયલોગ બોલતા પણ જોવા મળશે. ડબિંગ  પણ તેમણે જાતે કર્યું છે. 

અમિતાભ બચ્ચને કહ્યું કે આનંદ જી, હું જાતે જ બંન્ને કામ કરીશ
ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે જણાવ્યું હતું કે તેમણે અમિતાભ બચ્ચનને કહ્યું હતું કે જો તેઓ પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યાં છે તો  જો તેઓ ઇચ્છે તો સંવાદો ડબિંગ આર્ટિસ્ટ દ્વારા ડબ કરવામાં આવે. કારણ કે કદાચ તેમને ગુજરાતી બોલવામાં તકલીફ હોય શકે. આ વિશે અમિતાભ બચ્ચને કહ્યું કે આનંદ જી, હું જાતે જ બંન્ને કામ કરીશ. ત્યાર બાદ  બીગ બીએ અડધા કલાકમાં ડબિંગ પૂરું કર્યુ અને કહ્યું કે તમે અમારું કામ જોઇ લો , જો તમને ન ગમ્યું હોય, તો તમે વૉઇસ ઓવર કરાવી શકો છોશે. તમારા કલાકાર પર વિશ્વાસ કરો, તમે નિરાશ નહીં થવા દઉં. હંમેશની જેમ,  બીગ બીએ સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કર્યું. ફક્ત મહિલાઓ માટે આ ફિલ્મ 19 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
 દર્શકો આ ફિલ્મોની રાહ જોઈ રહ્યા છીએ
અમિતાભ બચ્ચન ટીવી શો, એડ ફિલ્મો અને ફિલ્મોમાં સક્રિય છે. તેના ગેમ શો કૌન બનેગા કરોડપતિની નવી સીઝન ચર્ચામાં છે. ફિલ્મ ફ્રન્ટ પર, તે બ્રહ્માસ્ત્ર, પ્રોજેક્ટ કે અને આદિ પુરુષમાં જોવા મળશે.
આ પણ વાંચો- 
Advertisement
Tags :
Advertisement

.