Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમિતાભ બચ્ચને KRKની બાયોગ્રાફીનું કર્યું પ્રમોશન, ટ્રોલર્સે આડે હાથ લીધાં

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર કંઈક ને કંઈક શેર કરે છે. પરંતુ હવે બિગ બીએ કેઆરકેની બાયોગ્રાફીને પ્રમોટ કરી છે અને તેના કારણે તે ટ્રોલ થઈ રહ્યાં છે. KRK અવારનવાર સેલેબ્સ અને તેમની ફિલ્મો વિશે કમેન્ટ કરતો હોય છેમેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઘણી પોસ્ટ શેર કરતાં જ હોય છે. લોકો બિગ બીના ટ્વીટને ધ્યાનથી à
અમિતાભ બચ્ચને krkની બાયોગ્રાફીનું કર્યું પ્રમોશન  ટ્રોલર્સે આડે હાથ લીધાં
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર કંઈક ને કંઈક શેર કરે છે. પરંતુ હવે બિગ બીએ કેઆરકેની બાયોગ્રાફીને પ્રમોટ કરી છે અને તેના કારણે તે ટ્રોલ થઈ રહ્યાં છે. 
KRK અવારનવાર સેલેબ્સ અને તેમની ફિલ્મો વિશે કમેન્ટ કરતો હોય છે
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઘણી પોસ્ટ શેર કરતાં જ હોય છે. લોકો બિગ બીના ટ્વીટને ધ્યાનથી જુએ છે અને વાંચે છે. આ કારણે અમિતાભ બચ્ચન પણ ઘણી વખત કોઈ ભૂલને લઈને ટ્રોલ થઈ ચૂક્યાં છે. હવે અભિનેતાએ કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકેની બાયોગ્રાફીનો પ્રચાર કરતો એક વીડિયો શેર કર્યો છે. KRK ફિલ્મ ક્રિટિક્સ છે. જે અવારનવાર સેલેબ્સ અને તેમની ફિલ્મો વિશે કમેન્ટ કરતો રહે છે. સાથે જ અક્ષયકુમારથી લઇને મિકા સિહં સુધીના ઘણાં સેલેબ્સ સાથે તેની દુશ્મની જગજાહેર છે. આવામાં જ્યારે અમિતાભ બચ્ચન પોતાની બાયોગ્રાફીને પ્રમોટ કરી રહ્યાં છે તો લાગે છે કે લોકોને બીગબીનું આ વલણ પસંદ નથી પડ્યું તેથી લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે.
Advertisement


અમિતાભ બચ્ચને કેઆરકેની બાયોગ્રાફીનો પ્રચાર કર્યો
કેઆરકેએ ટ્વીટ કર્યું હતું કે તેની બાયોગ્રાફી 'કોન્ટ્રોવર્શિયલ કેઆરકે' 26 મેના રોજ લોન્ચ થશે. આ પછી અમિતાભ બચ્ચને આ બાયોગ્રાફી વિશે ટ્વિટ કર્યું છે. વીડિયો શેર કરતાં અમિતાભ બચ્ચને હેશટેગ KRK લખ્યું છે. આ પોસ્ટના જવાબમાં કેઆરકેએ તેમનો આભાર પણ માન્યો છે.
બિગ બી ટ્રોલ
લાગે છે કે કેઆરકેને લઈને અમિતાભ બચ્ચને પોતાના ફેન્સને ખૂબ નારાજ કર્યા છે. લોકો તેમને કોમેન્ટમાં ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું, 'તમારા એટલાં ખરાબ દિવસ આવ્યો છે કે હવે તમે તેની બાયોગ્રાફીને પ્રમોટ કરી રહ્યા છો.' બીજાએ લખ્યું, 'જ્યારે ABCL ડૂબી ગયું ત્યારે પણ આવા ખરાબ દિવસો નહોતા. આખરે તમારી શું મજબૂરી છે?' કેટલાક લોકોને લાગે છે કે અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે અને તેના કારણે આ ટ્વીટ કરવામાં આવી છે.
કેઆરકેએ સેલેબ્સને સારા અને ખરાબ પણ કહ્યાં છે
તમને જણાવી દઈએ કે, કેઆરકે ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ અને તેમની ફિલ્મો વિશે સારી ખોટી કમેન્ટ કરતો રહે છે. તેણે અભિષેક બચ્ચનની ફિલ્મને પણ નકામી ગણાવી હતી. તાજેતરમાં, તેણે અન્ય સેલેબ્સ પર પણ કટાક્ષ કર્યો હતો. ઘણી વખત બોલિવૂડ સેલેબ્સ પણ કેઆરકેને જવાબ આપી ચૂક્યા છે. લાગે છે કે આ બધું જોઈને લોકોને બિગ બી દ્વારા તેની બાયોગ્રાફીનું પ્રમોશન પસંદ નહોતું આવ્યું.

Tags :
Advertisement

.