અમિત શાહ આજે તમામ રાજ્યોના ગૃહ મંત્રીઓને આપશે લેસન, જાણો કેમ
હરિયાણા (Haryana)ના સૂરજકુંડ (Suraj Kund)માં આજથી બે દિવસીય 'ગૃહ મંત્રીઓના ચિંતન શિબિર'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) કરશે. આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ચિંતન શિબિરને સંબોધિત કરશે. શું હશે શિબિરનો એજન્ડાતમામ રાજ્યોના ગૃહ પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ à
હરિયાણા (Haryana)ના સૂરજકુંડ (Suraj Kund)માં આજથી બે દિવસીય 'ગૃહ મંત્રીઓના ચિંતન શિબિર'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) કરશે. આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ચિંતન શિબિરને સંબોધિત કરશે.
શું હશે શિબિરનો એજન્ડા
તમામ રાજ્યોના ગૃહ પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર અને પ્રશાસકો આ શિબિરમાં ભાગ લેશે. આ ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય PM મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેર કરાયેલ 'વિઝન 2047' અને 'પંચ પ્રાણ'ને મેદાનમાં ઉતારવાન તૈયારી કરવાનો છે.
ચિંતન શિબિરમાં સાતથી આઠ સત્રો હશે
બે દિવસીય ચિંતન શિબિરમાં સાતથી આઠ સત્રો યોજાશે. કેમ્પના પ્રથમ દિવસે હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર પ્રોટેક્શન, એનિમી પ્રોપર્ટી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસે સાયબર સિક્યોરિટી, ડ્રગ હેરફેર, મહિલા સુરક્ષા અને બોર્ડર મેનેજમેન્ટ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.
વિવિધ મુદ્દા પર ચર્ચા
બેઠકમાં સેફ સિટી પ્રોજેક્ટ, 112-સિંગલ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ, જિલ્લાઓમાં માનવ તસ્કરી વિરોધી એકમો, પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્ક અને માછીમારો માટે બાયોમેટ્રિક ઓળખ કાર્ડ જેવી પહેલો પર પણ ચર્ચા કરવામાં આવશે.
શું મમતા બેનર્જી બેઠકમાં ભાગ લેશે?
ખાસ વાત એ છે કે ઘણા રાજ્યોના ગૃહમંત્રી ત્યાંના મુખ્યમંત્રી છે. આથી મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીઓ આ ચિંતન શિબિરમાં હાજરી આપશે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન આ બેઠકમાં ભાગ લેશે કે નહીં તેના પર સહુની નજર રહેશે.
Advertisement