Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને લઈને અમિત શાહની ઉચ્ચ સ્તરીય યોજાઈ, અનેક મહત્વના નિર્ણય

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, NSA અજીત ડોભાલ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, DG CRPF કુલદીપ સિંહ, બોર્ડર સિક્યોરિટી ફોર્સના વડા પંકજ સિંહ, જમ્મુ-કાશ્મીર DGP દિલબાગ સિંહ અને અન્ય મહત્વના અધિકારીઓ હાજર રહ્યા હ
04:47 PM Jun 03, 2022 IST | Vipul Pandya
જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, NSA અજીત ડોભાલ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, DG CRPF કુલદીપ સિંહ, બોર્ડર સિક્યોરિટી ફોર્સના વડા પંકજ સિંહ, જમ્મુ-કાશ્મીર DGP દિલબાગ સિંહ અને અન્ય મહત્વના અધિકારીઓ હાજર રહ્યા હતા.


સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં અમિત શાહે કહ્યું કે કાશ્મીરી હોય કે બિન-કાશ્મીરી સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવે. સ્થાનિક સ્તરે ગુપ્તચર માહિતી અને સુરક્ષા કવચ વધુ વધારવું જોઈએ. કાશ્મીરમાં એવા વિસ્તારોની ઓળખ કરવી જોઈએ જ્યાં આવી ઘટનાઓ બની શકે. આતંક ફેલાવનારા લોકો સાથે કડક કાર્યવાહી થવી જોઈએ અને કોઈપણ કિંમતે તેમને બક્ષવામાં નહીં આવે. ગૃહમંત્રીને બેઠક દરમિયાન કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર મામલે આતંકવાદ વિરોધી ગ્રીડ સંપૂર્ણ રીતે સક્રિય છે.
તાજેતરના દિવસોમાં એવું જોવા મળ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ નાગરિકો અને સરકારી કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે. ગુરુવારે જ આતંકવાદીઓએ ઘાટીમાં બે ઘટનાઓને અંજામ આપ્યો હતો. બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે મજૂરોને ગોળી મારી હતી. આ હુમલામાં એક મજૂરનું મોત થયું હતું. અગાઉ દિવસે, આતંકવાદીઓએ ઘાટીમાં એક બેંક કર્મચારીની હત્યા કરી હતી.
બિન-સ્થાનિક કામદારો પર હુમલો
અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ મધ્ય કાશ્મીર જિલ્લાના ચદૂરા વિસ્તારમાં સ્થિત ઈંટના ભઠ્ઠામાં કામ કરી રહેલા બે બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટના લગભગ રાત્રે 9.10 વાગ્યે બની હતી.
અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં દિલકુશ કુમાર અને ગુરી ઘાયલ થયા છે. ગુરીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે 17 વર્ષીય દિલકુશનું SMHS હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે દિલકુશ કુમાર બિહારનો રહેવાસી હતો.
શાહની ગઈ કાલે બેઠક પણ યોજાઈ હતી
આ ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે એક બેઠક પણ બોલાવી હતી જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સહિતના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ડોભાલ અને ગુપ્તચર એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના વડા સામંત ગોયલે અમિત શાહ સાથે તેમની નોર્થ બ્લોક ઓફિસમાં બપોરે લગભગ એક કલાક સુધી વાતચીત કરી.
1 મેથી અત્યાર સુધીમાં કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગના 9 કેસ નોંધાયા છે. જમ્મુ ક્ષેત્રના સાંબા જિલ્લાના એક શિક્ષકની મંગળવારે કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.તે જ સમયે, 18 મેના રોજ, આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં એક દારૂની દુકાનમાં ઘૂસી ગયા હતા અને ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં જમ્મુના રહેવાસીનું મૃત્યુ થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
ખીણમાં, પોલીસ કર્મચારી સૈફુલ્લાહ કાદરીને 24 મેના રોજ શ્રીનગરમાં તેમના નિવાસસ્થાનની સામે આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે ટીવી અભિનેતા અમરીન ભટની બે દિવસ પછી બડગામમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.વર્ષ 2012માં વડાપ્રધાનના પેકેજ હેઠળ કામ કરતા કાશ્મીરી પંડિતો સતત પ્રદર્શન કરી રહ્યા છે અને રાહુલ ભટની હત્યા બાદ ભાગી જવાની ધમકી આપી રહ્યા છે. મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરામાં તેમની ઓફિસમાં ઘૂસીને 12 મેના રોજ રાહુલ ભટની આતંકીઓએ હત્યા કરી હતી.
Tags :
AMITSHAHGujaratFirstHighlevelMeetingJammuAndKashmirTargetKilling
Next Article