Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવી શિક્ષણ નીતિ ભારતને દુનિયામાં નંબર 1 બનાવા માટે કોઇ રોકી શકશે નહિ : અમીતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે તેઓ પીલવઇ ખાતે શેઠશ્રી જી.સી હાઇસ્કુલ ટ્રસ્ટના 95 વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે  સ્નેહ સંમેલન  કાર્યક્રમ યોજાયો હતો તેમાં ઉપસ્થિત રહ્યાં હતા.સ્નેહ સંમેલન કાર્યક્રમમહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવઇ જી.સી. હાઇસ્કુલ ખાતે યોજાયેલ  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્નેહ સંમેલન કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રિય ગà«
નવી શિક્ષણ નીતિ ભારતને દુનિયામાં નંબર 1 બનાવા માટે કોઇ રોકી શકશે નહિ   અમીતભાઇ શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે તેઓ પીલવઇ ખાતે શેઠશ્રી જી.સી હાઇસ્કુલ ટ્રસ્ટના 95 વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે  સ્નેહ સંમેલન  કાર્યક્રમ યોજાયો હતો તેમાં ઉપસ્થિત રહ્યાં હતા.
સ્નેહ સંમેલન કાર્યક્રમ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવઇ જી.સી. હાઇસ્કુલ ખાતે યોજાયેલ  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્નેહ સંમેલન કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમીતાભાઇ શાહે જણાવ્યું હતું કે આ શાળામાં મારા પિતા તેમજ મારી પત્નીના પિતાએ અભ્યાસ કર્યો તે સંસ્થામાં આમંત્રણ આપ્યુ તે માટે ટ્રસ્ટ્રી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે આ સંસ્થા 95 વર્ષથી સતત કાર્યરત રહે તેનો અર્થ એ છે કે આ સંસ્થા માટે વર્ષો પહેલાં સાતત્યપુર્ણ પ્રયાસ અને પરીશ્રમ થયો છે.
નવી શિક્ષણ નીતિ માટે અનેક પ્રયાસ
કેન્દ્રિય ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે આ સંસ્થા બે શિક્ષણ નિતિની સાક્ષી બનશે ,જેમાં અંગ્રેજોએ બનાવેલ શિક્ષણ નિતિથી બાળક અભ્યાસક્રમને ગોખીને પરીક્ષા આપે જેનાથી બાળકમાં વિચારવાની ક્ષમતા,તર્ક શક્તિ,વિશ્લેષણ શક્તિ,નિર્ણય શક્તિ,ન્યાયને સમજવાની શક્તિનો અવકાશ રહેતો નથી, જેના પગલે સમાજમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થતા,  જે આપણે જોયા છે. પરંતુ 2014માં દેશના પ્રધાનમંત્રીશ્રીએ શાશનધુરા સંભાળી ત્યાર બાદ નવી શિક્ષણ નિતિ માટે અનેક પ્રયત્નો શરૂ થયા હતા.
ભારત નંબર-1 બનશે
તેમણે ઉમેર્યું હતુ  કે 06 વર્ષની ચર્ચા બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે.આવનાર 25 વર્ષમાં નવી શિક્ષણ પ્રધ્ધતિ લાગુ થયા બાદ ભારતને દુનિયામાં નંબર 01 માટે કોઇ રોકી શકશે નહિ. સૌ પ્રથમ આ શિક્ષણ પ્રધ્ધતિમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષામાં ભણાવવાની શરૂઆત કરવાની છે જે બદલાવથી બાળકનો સર્વાંગિ વિકાસ થશે.
શિક્ષણવિદ્દોને અપીલ
ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે વ્યક્તિ મૌલિક ચિંતન ત્યારે કરી શકે જ્યારે માતૃભાષામાં વિચારવાનું શરૂ કરે. 'સ્વાતંત્ર પ્રાપ્તિ કે બાદ ભી પરતંત્રાની દુર્ગંધ આવે તો સ્વતંત્રનો અર્થ નથી' જેથી બાળક પોતાની માતૃભાષામાં વિચાર કરે ત્યારે જ તેનો વિકાસ થઇ શકે છે. 360 ડિગ્રી હોલેસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ બાળકના સર્વાંગિ વિકાસનું કાર્ડ બનશે. નવી શિક્ષણ નિતિથી બાળકોને વ્યવસાયલક્ષી અભ્યાસ ક્રમ સાથે જોડી રોજગારી માટે પણ ખુબ કામ આવવાની છે. તેમ જણાવી  મહિનામાં 10 દિવસ દફતર વગર આવવાના નવતર અભગિમ અપનાવ્યો છે જેનાથી બાળકના જીવનમાં બદવાલ આવશે. તેમણે શિક્ષણવિદ્દોને  નવી શિક્ષણ નિતીને જમીન પર ઉતારી આત્મસાત કરવાનુ  કામ કરવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભેપન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, સંસ્થાએ તેના નવ દાયકા સફળતાપુર્ણ પુરા કર્યા તેજ પોતાનામાં ઉજવણી છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં શિક્ષણ,આરોગ્ય અને સુરક્ષાના ક્ષેત્રમાં રાજ્યએ  છેલ્લા બે દાયકાથી વિકાસની હરણફાળ ભરી છે. આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી થકી અમૃતકાળમાં પ્રવેશી  ભારતને વિકસિત બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પ સાથે ગુજરાત અગ્રણી રહેશે.તેમણે ઉમેર્યું હતું કે વિકાસની રાજનીતિ થકી શિક્ષણ,આરોગ્ય,સુરક્ષા,પાણી,વીજળી રોડ રસ્તા જેવી સુદર્ઢ માળખાકીય સુવિધાઓ ઉપલ્બધ બની છે.
તેમણે જણાવ્યું હતું કે વિજાપુરની ધરતી શિક્ષણ અને જ્ઞાન સાથે જોડાયેલી રહી છે. વૈષ્ણવ પરીવારના બે વ્યક્તિઓ થકી આ સંસ્થાના મીઠા ફળ ગુજરાતને મળ્યા છે. આ સંસ્થાએ સંસ્કૃતિને જાળવવાની સાથે આધુનિકતા અપનાવી છે તેમજ કોમપ્યુટર  અને વિજ્ઞાન જેવા વિષયો માટે વિધાર્થીઓનો પ્રોત્સાહિત કર્યા છે.આ સંસ્થામાં કોમ્યુટર લેબ અને સોલર પ્લાન્ટ થકી નવીન અધ્યાય શરૂ કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.