Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ, કોંગ્રેસ નેતાના ભાજપ પર પ્રહાર

યુવતીની હત્યાના પડઘાસુરત જિલ્લામાં 24 કલાકમાં થયેલી 3 હત્યાઓને લઈ કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનો આક્ષેપ કર્યા છે. મીડિયા સાથેની વાતચીતમા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના નેતાઓ પર આક્ષેપ કર્યો છે કે, 'ભાઉ અને ભુપાભાઇના રાજમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે'. ગુજરાત સલામત હાથોમાં હોવાના બણગા ફૂંક્તા ગૃહરાજ્યમંત્રીન
08:45 AM Feb 13, 2022 IST | Vipul Pandya


યુવતીની હત્યાના પડઘા

સુરત જિલ્લામાં 24 કલાકમાં થયેલી 3 હત્યાઓને લઈ કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકારમાં કાયદો અને
વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનો આક્ષેપ કર્યા છે. મીડિયા સાથેની વાતચીતમા ગુજરાત કોંગ્રેસના પૂર્વ
પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના નેતાઓ પર આક્ષેપ કર્યો છે કે
'ભાઉ અને ભુપાભાઇના રાજમાં કાયદો અને વ્યવસ્થા
ખાડે ગઈ છે'. ગુજરાત સલામત હાથોમાં હોવાના બણગા ફૂંક્તા ગૃહરાજ્યમંત્રીના વિસ્તારમાં
ગુંડારાજ ચાલે છે તેવા પ્રહાર અમિત ચાવડાએ 

કર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે-  'પોલીસ અધિકારીઓ જમીનોના હપ્તા ઉઘરાવે છે  રાજ્યમાં લુખાઓ અને
બુટલેગરોનું રાજ છે'. નૈતિકતાના ધોરણે ગૃહમંત્રી રાજીનામું આપે
'. તેવી માંગ વિપક્ષે કરી છે.

  

વધુમાં અમિત ચાવડાએ જણાવ્યુ છે કે, 'રાજ્યના ગૃહરાજ્ય મંત્રી નૈતિક
જવાબદારી સ્વીકારી રાજીનામું આપે
  જો તેઓ પોતાની
જવાબદારીનું સારી રીતે વહન ન કરી શકતા હોય તો મુખ્યમંત્રી તેમનું રાજીનામું લઈ લે.
હોમ ટાઉનમાં હત્યાઓ થતી હોયતે રાજ્યના ગૃહમંત્રીને પદ પર રહેવાનો અધિકાર નથી.  સુરત
આર્થિક કેપીટલ ધંધા રોજગારનું કેન્દ્ર છે
, સુપર સીએમ અને પ્રદેશ પ્રમુખ તથા ગૃહમંત્રીનો વિસ્તાર હોવા છતાં
મહિલાનું ગળું કાપી કરપીણ હત્યા થઇ
તો ભાજપના નેતાઓને કહેવું છે કે, 'ભાષણથી શાસન નહી ચાલે ધંધા માટે ખંડણી આપવી પડે પોલીસના
હપ્તાખોરીનુ નેટવર્ક પોલીસના લોકો જમીનના કબજા અને ખંડણીનો વેપાર કરે છે.
યુવા ધન ડ્રગ્સ અને નશાના રવાડે ચઢે
એવું પોલીસનું હપ્તાનુ નેટવર્ક ચાલે છે.
'  

 

ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી
મહિનામાં મળવા જઇ રહ્યું છે ત્યારે, ભાજપને ઘેરવા કોંગ્રેસ તક્તો ઘડી રહી છે ત્યારે
હવે રાજ્યમાં વિપક્ષ સક્રિય થતું જણાઈ રહ્યું છે

 

Tags :
AmitChavdaBhupendraPatelCRPatilSurat
Next Article