શ્રીલંકમાં આર્થિક સંકટ અને મોંઘવારી વચ્ચે હવે ભૂખમરો, લોકો દેશ છોડી ભારત આવવા મજબૂર
શ્રીલંકામાં
મોંઘવારી અને આર્થિક સંટકના પગલે લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. શ્રીલંકામાં
હાલ ભુખવરીની સ્થિતિ ઉભી થઈ છે જેના પગલે મોટાભાગના લોકો દેશ છોડીને ભારત આવી
રહ્યા છે. મંગળવારે 16 શ્રીલંકન તમિલ નાગરિકો તેનો દેશ છોડીને બહુ બધા પૈસા આપીને
નાવ દ્વારા તમિલનાડુના કિનારે પંહોચ્યા
હતા. લોકોમાં 4 મહિનાનું એક નવજાત શિશુ પણ
સામેલ હતું. શ્રીલંકાથી આ લોકો 2 ગૃપમાં ભારત પહોંચ્યા હતા. શ્રીલંકાથી આવેલા આ
લોકોમાં એક કપલ પણ સામેલ હતું જેને એક ચાર માસનો દિકરો છે. આ દરેક લોકો ફાઈબરની
નાવડીમાં કિનારા સુધી પહોંચ્ચા હતા. જ્યાંથી સુરક્ષા કર્મીઓએ તેમનું રેસ્ક્યું
કર્યું. 6 લોકોના ગૃપે ભારતમાં અધિકારીઓ જણાવ્યું કે શ્રીલંકમાં જરૂરી તમામ
વસ્તુઓની કિંમતો વધી ગઈ છે. બેરોજગારી પણ ચરમસીમાએ પહોંચી છે. એટલા માટે તેને દેશ
છોડવાની ફરજ પડી છે.
આ લોકોની
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે જાફના અને તલાઈમન્નારના રહેવાસી છે. તેમની પૂછપરછ
કરનાર એક વરિષ્ઠ અધિકારે જણાવ્યું હતું કે દરેક શ્રીલંકન તમિલ નાગરીકો રાત્રે
અંદાજીત10 વાગ્યે શ્રીલંકાથી એક હોડીમાં સવાર થયા. સોમવારે અડધી રાત પછી તેમણે
આંતરરાષ્ટ્રીય સમુદ્ર કિનારે પાર કર્યો. જે નાવિક તેમને લઈને આવ્યો હતો તેમણે
લોકોને એક દ્વિપ પર છોડી દીધા હતા અને કહ્યું કે રામેશ્વરમમાં તેમને કોઈ લેવા
આવશે. આ માટે નાવિકને દરેક વ્યક્તિ દિઠ રૂ.10 હજાર આપવામાં આવ્યા હતા. જે પૈસા
તેમને કોઈ સંબંધીએ આપ્યા હતા. ગજેન્દ્રએ પત્રકારોને જણાવ્યું કે હું જાફનામાં એક
સામાન્ય મજદૂર છું. હાલમાં જ મને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. ખાવા પીવાની
દરેક જરૂરીયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. મારી પાસે એક પૈસો નથી.
રામેશ્વરમમાં મારા કેટલાક સંબંધીઓ છે. એટલા માટે મેં અહિંયા આવવાનો નિર્ણય કર્યો.
ગજેન્દ્રની 23 વર્ષીય પત્ની ક્લેરિને કહ્યું કે તેમણે છેલ્લે સોમવારે બપોરે
જમવાનું જમ્યા હતા. અને સાંજના 4 વાગ્યાથી હોડીની રાહ જોઈ રહ્યા હતા. મારો દિકરો
ચાર મહીનાનો છે. સોમવારથી અમારી પાસે ખાવા માટે કંઈ ન હતું. આ ગૃપમાં
સામેલ 28 વર્ષીય દેવરીએ કહ્યું કે તેમના બે બાળકો છે. 9 વર્ષનો એસ્તેર અને 6
વર્ષનો મૂસા. તેમણે કહ્યું શ્રીલંકામાં
સ્થિતિ ખતરનાક હતી. મજૂરો પાસે ખાવા માટે કંઈ નથી. મારે કામ કરવું છે પરંતુ હું
મારા બાળકોને એકલા નથી મુકી શકતી. એટલા માટે મેં ભારત આવવાનો નિર્ણય કર્યો. મહિલાએ
કહ્યું કે તેણે હોડીથી ભારત આવવા માટે રૂ. 10 હજાર આપવા પડ્યા છે. મંડપમ
ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા એક અખબારી યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં શ્રીલંકાથી આવતા પરિવારોને જાણ
કરવામાં આવી હતી. તમામ લોકોની ઓળખ કર્યા પછી તેઓને મંડપમમાં લાવવામાં આવ્યા અને
પૂછપરછ કરવામાં આવી. તમામ શ્રીલંકાના નાગરિકોને રામેશ્વરમ નજીક મંડપમ ખાતેના
શરણાર્થી શિબિરમાં ખસેડવામાં આવ્યા છે. એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત
કરતા મન્નારના કાર્યકર્તા વી.એસ.
શિવકરણે ચેતવણી આપી હતી કે આ હિજરતની શરૂઆત હતી. હું જાણું છું કે ઘણા લોકો
શ્રીલંકા ભાગી જવાની યોજના બનાવી રહ્યા છે.