Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિના નિવાસ્થાનેથી પ્રદર્શનકારીઓને મળ્યા કરોડો રૂપિયા અને પછી...

શ્રીલંકામાં સંકટ હજુ ખતમ થયું નથી. રવિવારે એટલે કે આજે પણ સરકાર વિરોધી પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને વડાપ્રધાન રોનીલ વિક્રમસિંઘેના નિવાસસ્થાનો પર કબ્જો જમાવી લીધો છે. દેશમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે રાષ્ટ્રપતિ અત્યારે ક્યાં છે તેની કોઈ માહિતી નથી. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના નિવાસ્થાને પહોંચી ગયા છે. હાલમાં à
શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિના નિવાસ્થાનેથી પ્રદર્શનકારીઓને મળ્યા કરોડો રૂપિયા અને પછી
શ્રીલંકામાં સંકટ હજુ ખતમ થયું નથી. રવિવારે એટલે કે આજે પણ સરકાર વિરોધી પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને વડાપ્રધાન રોનીલ વિક્રમસિંઘેના નિવાસસ્થાનો પર કબ્જો જમાવી લીધો છે. દેશમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે રાષ્ટ્રપતિ અત્યારે ક્યાં છે તેની કોઈ માહિતી નથી. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના નિવાસ્થાને પહોંચી ગયા છે. 
હાલમાં શ્રીલંકાનું શું ભવિષ્ય હશે તેના પર પણ સવાલ છે, ત્યારે મળી રહેલી માહિતી અનુસાર, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઘરમાંથી કરોડો રૂપિયાની રોકડ પ્રદર્શનકારીઓના હાથમાં આવી છે. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા દેશમાં શનિવારે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના નિવાસસ્થાનમાં પ્રવેશ્યા હતા. શ્રીલંકાના અખબાર ડેઈલી મિરરના અહેવાલ મુજબ, રાજપક્ષેની હવેલીમાંથી રિકવર કરાયેલા નાણાં સુરક્ષા એકમોને સોંપી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રાજપક્ષેના નિવાસસ્થાનમાં ઘૂસતા પ્રદર્શનકારીઓના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આવા જ એક વિડીયોમાં કેટલાક વિરોધીઓ નોટો ગણતા જોવા મળી રહ્યા છે. 
રિપોર્ટ અનુસાર પ્રદર્શનકારીઓને આ રકમ રાષ્ટ્રપતિ ગૃહમાંથી મળી હતી. આ અંગે સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે તપાસ બાદ જ હકીકત બહાર આવશે. દેશમાં જ્યારે આર્થિક સંકટ છે ત્યારે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદર બનેલા સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળ્યા હતા. જે એક રીતે હાસ્યાસ્પદ અને શ્રીલંકાના ભવિષ્ય ઉપર મોટો સવાલ બરોબર છે. અહી સ્થિતિ એટલી હદ સુધી ખરાબ થઇ ગઇ છે કે, લાખો લોકો રસ્તે આવી ગયા છે. જે લોકો બહારના દેશમાં જવા માટે સક્ષમ છે તેઓ શ્રીલંકામાંથી પલાયન કરવા લાગ્યા છે. 
સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે લોકો જોરદાર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કેટલાક વિરોધીઓ વિડીયો બનાવતા જોવા મળે છે. આ દરમિયાન વિરોધીઓએ 'ગોટા ગો હોમ'ના નારા પણ લગાવ્યા હતા. આ લોકો રાષ્ટ્રપતિ ભવનમાં અલગ-અલગ જગ્યાએ તસવીરો ખેંચી રહ્યા છે. બાદમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડીને સ્થળ ખાલી કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. 22 કરોડની વસ્તી ધરાવતો દેશ સાત દાયકાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણની અછત છે, જેના કારણે દેશ ઇંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે. આ સ્થિતિ વચ્ચે જનતા રસ્તા પર ઉતરી આવી છે. હાલત એટલી ખરાબ છે કે શ્રીલંકાના ભવિષ્યને લઇને પણ સવાલો ઉભો થઇ રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.