Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રશિયા યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધ વચ્ચે ભારતે લીધો મોટો નિર્ણય, યુક્રેનમાંથી ભારતીય દુતાવાસ હટાવશે

રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું. ત્યારે યુક્રેનને લઈને ભારત દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. હવે રશિયા પશ્ચિમી પ્રદેશોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તમામ પ્રતિબંધો છતાં રશિયા પોતાની શરતો પર અડગ રહ્યું, જ્યારે યુક્રેન રશિયા સામે ઝૂકવાને બદલે તેના હુમલાનો સતત જવાબ આપી રહ્યું છે. યુક્રેનમાં બગડતી સુરક્ષા સ્થિત
12:31 PM Mar 13, 2022 IST | Vipul Pandya

રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ
થવાનું નામ નથી લેતું. ત્યારે યુક્રેનને લઈને ભારત દ્વારા એક મોટો નિર્ણય કરવામાં
આવ્યો છે. રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. હવે રશિયા પશ્ચિમી
પ્રદેશોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તમામ પ્રતિબંધો છતાં રશિયા પોતાની શરતો પર
અડગ રહ્યું
, જ્યારે યુક્રેન રશિયા સામે ઝૂકવાને
બદલે તેના હુમલાનો સતત જવાબ આપી રહ્યું છે. યુક્રેનમાં બગડતી સુરક્ષા સ્થિતિને
ટાંકીને ભારત સરકારે રવિવારે યુક્રેનની એમ્બેસીને પોલેન્ડમાં શિફ્ટ કરવાનો નિર્ણય
લીધો છે.

 javascript:nicTemp();

વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે
દેશના પશ્ચિમ ભાગોમાં હુમલા સહિત યુક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને
ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસને અસ્થાયી
રૂપે પોલેન્ડ ખસેડવામાં આવશે. આગળના વિકાસ અંગે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ભારતીય દૂતાવાસ સતત તેના નાગરિકોના સંપર્કમાં છે
જે હજુ પણ ત્યાં ફસાયેલા છે. આ દૂતાવાસની મદદથી
અત્યાર સુધી તમામ ભારતીયોને યુદ્ધ
સ્થળેથી બચાવી લેવામાં આવ્યા છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ સમયાંતરે લોકોને સલાહ
આપતું રહે છે
, જે ત્યાં હાજર લોકોને ઘણી મદદ કરે છે.


Tags :
GujaratFirstindianindianembassyUkrainerussiarussiaukrainewarukraine
Next Article