Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપના અહેવાલો વચ્ચે આમિર ખાને પોતાના ઘરે લહેરાવ્યો ત્રિરંગો

'હર ઘર તિરંગા' અભિયાનને સમર્થન આપતા આમિર ખાને પણ આજે પોતાના ઘરે ત્રિરંગો લહેરાવીને દેશભક્તિનો સંદેશ આપ્યો છે. આમિરે પોતાના ઘરની બાલ્કનીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, પરંતુ ફિલ્મની વાર્તા અને આમિર ખાન સાથે જોડાયેલા જૂના કેસોને કારણે તેને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જે થિયેટરોમાં 'લાલ સિંહ ચઢ્ઢàª
 લાલ સિંહ ચઢ્ઢા  ફ્લોપના અહેવાલો વચ્ચે આમિર ખાને પોતાના ઘરે લહેરાવ્યો ત્રિરંગો
'હર ઘર તિરંગા' અભિયાનને સમર્થન આપતા આમિર ખાને પણ આજે પોતાના ઘરે ત્રિરંગો લહેરાવીને દેશભક્તિનો સંદેશ આપ્યો છે. આમિરે પોતાના ઘરની બાલ્કનીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. 
આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, પરંતુ ફિલ્મની વાર્તા અને આમિર ખાન સાથે જોડાયેલા જૂના કેસોને કારણે તેને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જે થિયેટરોમાં 'લાલ સિંહ ચઢ્ઢા' રીલિઝ થઈ છે ત્યાં ઓક્યુપન્સી લેવલ ખૂબ જ ઓછું છે અને આ દરમિયાન આમિર ખાન તેના ઘરે ત્રિરંગો લહેરાવતો જોવા મળ્યો છે.
આમિર ખાને પણ તિરંગો ફરકાવ્યો 
'હર ઘર તિરંગા' અભિયાનને સમર્થન આપતા આમિર ખાને પણ પોતાના ઘરે ત્રિરંગો લહેરાવીને દેશભક્તિનો સંદેશ આપ્યો છે. આમિર ખાને પોતાના ઘરની બાલ્કનીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને આ 75મા સ્વતંત્રતા દિવસ પહેલા તેની પુત્રી ઇરા ખાન સાથે જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે આમિર ખાન અને ફિલ્મની અભિનેત્રી કરીના કપૂર ખાન ફિલ્મનો બહિષ્કાર ન કરવાની અપીલ કરી રહ્યા છે. 
આમિરની ફિલ્મ સામે આ આરોપો
જો કે, ફિલ્મ પર એવા આરોપો છે કે તેમાં ભારતીય સૈનિકો અને ભારતીય સેનાનું અપમાન કરવામાં આવ્યું છે. વળી, વાર્તાને ટ્વિસ્ટ કરીને પોતાની રીતે રજૂ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે લોકોને 13 થી 15 ઓગસ્ટની વચ્ચે ઘરો પર તિરંગો ફરકાવવાની અપીલ કરી છે અને શુક્રવારે આમિર ખાન પણ આ અભિયાનને ટેકો આપતો  જોવા મળ્યો હતો.
કઈ બાબતો પર વિવાદ થઈ રહ્યો છે?
ખબર છે કે આમિર ખાન તેના નિવેદનને કારણે સતત ચર્ચામાં છે જેમાં તેણે કહ્યું હતું કે તે આ દેશમાં તે ડરી ગયો છે. આમિરની પૂર્વ પત્ની કિરણ ખેરે પણ એક નિવેદનમાં પોચે ભારતમાં અસુરક્ષિત છે તેવી વાત કરી હતી. આ સિવાય જો ફિલ્મની વાત કરીએ તો આમિર ખાનની આ ફિલ્મ હોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક છે. મૂળ ફિલ્મમાં જ્યાં હીરો પોતાના સિનિયરનો જીવ બચાવતો બતાવવામાં આવ્યો છે, આ ફિલ્મમાં તે એક પાકિસ્તાની આતંકવાદીનો જીવ બચાવતો જોવા મળે છે.
Advertisement
Tags :
Advertisement

.