ગર્ભપાત કાયદાને લઇને અમેરિકાની મહિલાઓએ સેક્સ સ્ટ્રાઇકનું કર્યું એલાન, પતિ સાથે પણ નહીં કરે...
અમેરિકામાં ગર્ભપાત કાયદાને લઇને ખૂબ હોબાળો થઇ રહ્યો છે. અહીં સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે ગર્ભપાત અંગેના બંધારણીય સંરક્ષણના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ અમેરિકાના અડધાથી વધુ રાજ્યોમાં ગર્ભપાત કાયદા પર પ્રતિબંધ લાગી જશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની હાલમાં આકરી ટીકા થઇ રહી છે. મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર આવી તેનો પૂરજોશમાં વિરોધ કરી રહી છે. હાલમાં અહીં મહિલાઓ એક
અમેરિકામાં ગર્ભપાત કાયદાને લઇને ખૂબ હોબાળો થઇ રહ્યો છે. અહીં સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે ગર્ભપાત અંગેના બંધારણીય સંરક્ષણના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ અમેરિકાના અડધાથી વધુ રાજ્યોમાં ગર્ભપાત કાયદા પર પ્રતિબંધ લાગી જશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની હાલમાં આકરી ટીકા થઇ રહી છે. મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર આવી તેનો પૂરજોશમાં વિરોધ કરી રહી છે. હાલમાં અહીં મહિલાઓ એક અલગ જ અંદાજમા વિરોધ નોંધાવી રહી છે.
અમેરિકામાં આ દિવસોમાં મહિલાઓમાં રસ્તા પર ઉતરીને ગર્ભપાત કાયદોનો વિરોધ કરી રહી છે. ગત અઠવાડિયામાં હજારો પ્રદર્શનકારીઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે ન્યૂયોર્કના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. અહીં મહિલાઓનું કહેવું છે કે, જ્યાં સુધી અમને ગર્ભપાતનો અધિકાર ન મળે ત્યાં સુધી સેક્સ નહીં. સોશિયલ મીડિયા પર પણ સેક્સ હડતાલનું એલાન ઝડપથી ફેલાઈ રહ્યું છે. #SexStrike હાલમાં ટ્રેન્ડમાં છે. આ વિરોધ કેટલો ગંભીર છે તેની કલ્પના પણ કોઇએ કરી નહીં હોય. કારણ કે અહીં મહિલાઓએ સ્પષ્ટ રીતે ધમકીના સુરમાં કહ્યું છે કે જ્યા સુધી આ ગર્ભપાત કાયદો હટાવી લેવામાં નહીં આવે ત્યા સુધી તેઓ પુરુષો સાથે સેક્સ કરશે નહીં. સમગ્ર અમેરિકામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. કોર્ટના નિર્ણયથી 26 રાજ્યોને ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપતાં મહિલાઓના ગર્ભપાતનો અધિકાર સમાપ્ત થઇ ગયો છે.
મહત્વનું છે કે, તાજેતરમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે લગભગ 50 વર્ષ જૂના ઐતિહાસિક નિર્ણયને રદ કર્યો છે જેમાં ગર્ભપાતને કાયદેસર રીતે મંજૂરી આપવામાં આવી હતી. રો વિ. વેડ રો વિ. વેડ(Roe v Wade)ના ચુકાદાને ઉથલાવી દેવાથી અહીં મહિલાઓમાં ગર્ભપાતના અધિકારોની કાનૂની સ્થિતિ સમાપ્ત થઈ જશે. યુએસ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશનું બંધારણ ગર્ભપાતનો અધિકાર આપતું નથી. તો બીજી તરફ અમેરિકાની મહિલાનું કહેવું છે કે તેઓ અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ લેવા માંગતી નથી. મહિલાઓ આ કાયદા બાદ રસ્તા પર ઉતરી આવી છે અને આ ગર્ભપાતના અધિકારની માંગ કરી રહી છે. મહિલાઓનું કહેવું છે કે તેઓ અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ લઈ શકતા નથી. એટલા માટે અમે કોઈ પુરુષ સાથે સેક્સ નહીં કરીએ. ભલે તે અમારા પતિ પણ કેમ ન હોય.
મહિલાઓની માંગ છે કે 1973ના રો વિ. વેડ (Roe v Wade)ના ચુકાદાને સમર્થન મળવું જોઈએ. 1973ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મહિલાઓને ગર્ભ ધારણ કરવો કે નહીં તે નક્કી કરવાનો અધિકાર છે. મહત્વનું છે કે, અમેરિકામાં લોકો સંબંધોને લઈને ખૂબ જ ઓપન માઇન્ડ છે. આવી સ્થિતિમાં આ કાયદો તેમને ભારે પડી શકે છે. જેના કારણે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વળી એરિઝોના કેપિટલની બહારથી પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો. ગર્ભપાત વિરોધી પ્રદર્શનકારીઓએ સેનેટ બિલ્ડિંગના કાચના દરવાજામાંથી દબાણ કરવાનું શરૂ કર્યું ત્યારે અધિકારીઓએ ટીયર ગેસ છોડ્યા. પ્રદર્શનના કારણે સાંસદોને થોડો સમય બિલ્ડિંગની અંદરના ભોંયરામાં રહેવું પડ્યું હતું. આ કાયદાને હટાવવા માટે મહિલાઓ રસ્તે આવીને આક્રમક રીતે પ્રદર્શન કરી રહી છે ત્યારે હવે જોવાનું રહેશે કે તેમના આ વિરોધનું તેમને શું ફળ મળે છે?
Advertisement