Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણીના પાંચ મહિના પહેલા જ નવો ઝભ્ભો લેંઘો પહેરીને વિપક્ષ ખોટા વચનોની લ્હાણી કરે છે- ગૃહ મંત્રી શ્રી અમિત શાહ

આજે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ આજે તેમના હોમ ટાઉન અને સંસદીય ક્ષેત્ર અમદાવાદ- ગાંધીનગરની મુલાકાતે છે. છઠ્ઠી ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મિટ 2022વિવિધ જિલ્લામાંથી આવેલા પ્રિઝન ડિપાર્ટમેન્ટના કર્મીઓ વિવિધ સ્પોર્ટ્સમાં ભાગ લેવાના છે. ત્યારે  04 સપ્ટેમ્બર થી 06 સપ્ટેમ્બર સુધી યોજાનાર કાર્યક્રમમાં 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પોલીસ વિભાગના પ્રિઝન ડિપાર્ટમેન્ટàª
ચૂંટણીના પાંચ મહિના પહેલા જ નવો ઝભ્ભો લેંઘો પહેરીને વિપક્ષ ખોટા વચનોની લ્હાણી કરે છે  ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
આજે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ આજે તેમના હોમ ટાઉન અને સંસદીય ક્ષેત્ર અમદાવાદ- ગાંધીનગરની મુલાકાતે છે. 

છઠ્ઠી ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મિટ 2022
વિવિધ જિલ્લામાંથી આવેલા પ્રિઝન ડિપાર્ટમેન્ટના કર્મીઓ વિવિધ સ્પોર્ટ્સમાં ભાગ લેવાના છે. ત્યારે  04 સપ્ટેમ્બર થી 06 સપ્ટેમ્બર સુધી યોજાનાર કાર્યક્રમમાં 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પોલીસ વિભાગના પ્રિઝન ડિપાર્ટમેન્ટના કર્મીઓ ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમ ખાતે હાજર રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પરેડને મજૂરી આપ્યા બાદ કાર્યક્રમ શરૂ થયો હતો. 
 મોદી સરકાર આવી ત્યારબાદ જે નવું જેલ મોડ્યુલ બનાવવામાં આવ્યું- કેન્દ્રીયમંત્રી શ્રી અમિત શાહ
જેમાં સંબોધન કરતાં કેન્દ્રીયમંત્રી શ્રી અમિત શાહે કહ્યું હતું કે  જેલની અંદર રહેલો દરેક કેદી સ્વભાવે કેદી નથી હોતો, પરંતુ જો દંડ નહિ હોય તો ભય નહીં હોય, ભય હશે તો ડીસીપ્લીન હશે, સ્વભાવે જે કેદી નથી તેની સુધારણા માટે કામ જેલ વિભાગે કરવો જોઈએ, અંગ્રેજોની બનાવેલી જેલ હજી પણ ઘણા રાજ્યો અને જિલ્લાઓમાં છે, તેવી જેલોમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે, આવી જેલોને ડેવલપ કરવી જોઈએ, સાથે જ જેલની અંદર રહેલી સુવિધાઓમાં ધ્યાન આપવું જોઈએ 2016 માં જે જેલ મેન્યુઅલ હતું તેમાંથી મોદી સરકાર આવી ત્યારબાદ જે નવું જેલ મોડ્યુલ બનાવવામાં આવ્યું આ નવા જેલ મોડ્યુલને દેશની તમામ જેલ અપનાવે. અમે મોડલ એકટ લાવીશું. આવનારા 06 મહિનામાં અમે આ એકટ લાવીશું. જેમાં દેશની તમામ જેલમાં નવીનીકરણ આવશે. અહીંયા આવેલા તમામ રમીતવીર છે તેમાંથી જે લોકો સોમનાથ, અને કેવડિયા કોલોની જવા માંગે છે તેમના માટે ગુજરાત સરકાર તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી આપશે.
Advertisement

ચૂંટણીના પાંચ મહિના પહેલા જ નવો ઝભ્ભો લેંઘો બનાવીને વિપક્ષ ખોટા વચનોની લ્હાણી કરે છે- ગૃહ મંત્રી શ્રી અમિત શાહ 
અમિતભાઈ શાહ હાલમાં અમદાવાદ વાડજ ખાતે 4 સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરી રહ્યાં છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે10 કરોડના ખર્ચે શાળાઓ તૈયાર થઈ છે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ પ્રાથમિક શિક્ષણ પર ભાર મૂકવાની વાત કરી છે , હું કોર્પોરેશનની ટીમને અભિનંદન આપું છું, ગુજરાત વિકાસની વાતમાં દેશમાં રોલ મોડલ બનીને  ઉભરી આવ્યું છે. ટૂંક સમયમાં  ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. આપ પર આકરા પ્રહાકો કરતાં ગૃહમંત્રી શ્રી એ કહ્યું કે ચૂંટણીના 5 મહિના પહેલા નવો લેંઘો ઝભ્ભો સિવડાઈને લોકો ગુજરાતમાં આવી જાય છે,અને પ્રજાને ખોટા વચનો આપે છે. Bjpની સરકાર આવ્યા પછી ગુજરાતમાં કરફ્યુ ભૂતકાળ થઈ ગયો છે, 20 વર્ષમાં કરફ્યુનો અનુભવ કોઈએ નથી કર્યો સકરાકે વિકાસનું જે કામ કર્યું  તે અગાઉની કોઇ સરકારમાં થયું નથી, હવે કોંગ્રેસીયાઓના જમાનામાં જેલનો કબજો દાણ ચોરોએ લઈ લીધો હતો, ગુજરાત વિકાસની બાબતમાં દેશની અંદર આગળ વધુ રહ્યું છે.ચૂંટણી નજીક આવતા જ રાજનીતિક પાર્ટી પ્રચાર માટે આવતા હોય છે, પાંચ મહિના પહેલા જ નવો ઝભ્ભો લેંઘો બનાવીને ખોટી લ્હાણી કરે છે, જ્યારે એક પક્ષ એવો હોય છે કે દરરોજ મહેનત કરીને લોકોના કામ કરે છે.
 
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રીએ વધુમાં કહ્યું કોંગ્રેસીયાઓના જમાનામાં પેહલા 37 ટકા ડ્રોપ આઉટ રેસિયો હતો, જ્નયારે નરેન્દ્ર ભાઈએ રાજ્યમાં નવી શરૂઆત કરીકન્યા કેળવણી કરી , પ્રવેશ ઉત્સવ યોજ્યા, ઘરે ઘરેથી બાળકોને શાળાઓમાં લાવ્યા,  100 ટકા બાળકો શાળામાં જાય તેવું કર્યું, ગુણોત્સવ શરૂ કર્યા, અનુપમ શાળાઓ બનાવી, હવે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે  ફરી એક વાર કોંગ્રેસીયાઓ નીકળી આવશે, ખોટા વચનોની લ્હાણી કરશે, પરંતું  પણ ગુજરાતની જનતા બધાને ઓળખે છે, જવાનીયાઓએ તો કોંગ્રેસનું રાજ જોયું નથી તેથી ભૂલથી પણ ભૂલ ન કરતા તેવો અનુરોધ પણ જનતાને કર્યો હતો. 

સ્માર્ટ શાળાનું ઉદ્ધાટન કર્યું 
આજે કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત થલતેજ અનુપમ શાળા, વાડજ સહિત 3 અને એક ગાંધીનગરની સ્માર્ટ શાળાનું ઉદ્ધાટન કરશે, સાથે જ તેઓ કાંકરિયા પાસેના ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ટ્યૂટી મીટમાં હાજરી આપશે. સાંજે 36મી નેશનલ ગેમ્સ 2022ના કાર્યક્રમમાં હાજરી આપશે અને મેસ્કોટનું  ઉદ્ધાટન કરશે. સાથે જ કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયામાં આયોજીત છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ત્રણ દિવસીય સમારોહમાં 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ અધિકારીઓ ભાગ લેશે.
  
 
ગુજરાત વિધાનસભા ઇલેકેશન -2022
ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ જામ્યો છે એક તરફ રાજ્યમાં ભાજપ સરકાર પોતાના વિવિધ વિકાસ કાર્યો થકી પ્રજાનો વિશ્વાસ જીતવા આગળ આવી રહ્યી છે તો કેન્દ્રના ઉચ્ચ સ્તરના નેતાઓની ગુજરાત મુલાકાત વધી છે. બીજીતરફ ગુજરાતમાં આપ પક્ષ પણ પોતાને વધુ મજબૂત કરવા એડી ચોટીનું જાર લગાવી રહ્યું છે. તાજેતરમાં જ આપ પાર્ટીની સુપ્રીમો અરવિંદ કેજરીવાલ દ્વારા પણ ગુજરાતમાં ચૂંટણીને લઇને મફત શિક્ષણ અને ગુણવત્તા યુક્ત શિક્ષણ અંગે અનેક ગેરન્ટી આપવામાં આવી છે. ત્યારે  તેની સામે ભાજપ પણ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં સ્માર્ટ શાળાઓ બનાવીને વિકાસને સંર્વાંગી બનાવી રહ્યું છે. 
નેશનલ ગેમ્સની એન્થેમ લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 36મા રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ગુજરાતમાં યોજાઇ રહેલી ૩૬મી નેશનલ ગેઈમ્સ માટે ગુજરાત અને ભારતમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉત્સુકતા છે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ લૉન્ચ કરાશે. આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે. 36મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની 36 રમતોમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 હજાર જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. 36મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે આજે સાંજે 6.00 કલાકે યોજાશે.

ગુજરાતના ચાર પેરા-ઍથ્લેટ્સનું સન્માન કરાશે
ગુજરાતના પેરા-ઍથ્લેટ્સએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના ચાર પેરા-ઍથ્લેટ્સનું પણ આ પ્રસંગે સન્માન કરાશે. સાથે જ રાજ્ય સરકાર રાષ્ટ્રીય રમતોત્સવમાં ભારતના રમતવીરો, પ્ર-શિક્ષકો અને રમતગમત પ્રેમીઓનું  પણ સન્માન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત ભાઈ શાહ, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ૬ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨નું આયોજન ગુજરાત પોલીસના જેલ વિભાગ તથા બ્યુરો ઓફ પોલીસ રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ (BPR&D)ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. 
પંદર વર્ષ પછી ગુજરાતને આ મીટ માટે ફરી યજમાન પદ પ્રાપ્ત થયું છે.આ મીટમાં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજિત ૧૦૩૧  જેટલા જેલ અધિકારીઓ તથા કર્મચારીઓ વિવિધ ૧૮ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે.
૬ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨'માં કુલ ૧૮ પ્રકારની સ્પર્ધાઓ યોજાવાની છે. 
 જેમાં ક્વિઝ કોમ્પિટિશન, અનઆર્મ્ડ કોમ્બેટ, ફર્સ્ટ એડ કોમ્પિટિશન, હેલ્થ કેર કોમ્પિટિશન, કોમ્પ્યુટર એન્ડ ટેક્નોલોજી કોમ્પિટિશન, વન મિનિટ ડ્રિલ કોમ્પિટિશન, પ્રિઝન બિઝનેસ મોડલ કોમ્પિટિશન, ફાઇન આર્ટસ એન્ડ મ્યુઝિક કોમ્પિટિશન, પ્રિઝન હાઇઝિન કોમ્પિટિશન, બેસ્ટ પ્રેક્ટિસ કોમ્પિટિશન, પ્રોબેશન ઓફિસર, મેડિકલ ઓફિસર એન્ડ વેલફેર ઓફિસર કોમ્પિટિશનનો તેમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત ગેમ્સમાં વોલિબોલ, કબડ્ડી તેમજ ૧૦૦ મીટર મેન એન્ડ વિમેન, ૪૦૦ મીટર મેન એન્ડ વિમેન, લોંગ જમ્પ મેન એન્ડ વુમેન, હાઇ જમ્પ મેન એન્ડ વિમેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 
 આ વિવિધ સ્પર્ધાઓના આયોજનમાં રાજ્યના ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, યુવા, સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ઉપરાંત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ, રમતગમત ક્ષેત્રનાં સંગઠનો તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સહભાગી બની છે.  
 
Tags :
Advertisement

.