રિલાયન્સ હોસ્પિટલના રિસેપ્શન પર ધમકી ભર્યો ફોન આવ્યો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેના પરિવારને ધમકી મળી છે. અંબાણી પરિવારને અજાણ્યા કોલરે ધમકી આપી છે. રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં એકથી વધારે વખત ફોન કરી ધમકી આપવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.અંબાણી પરિવારને (Ambani family) ધમકી મળતા પોલીસ હરકતમાં આવી છે. સ્થાનિક ડીબી માર્ગ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હાલના તબક્કે પોલીસ દ્વારા નિવેદનો લેવામાં આવી àª
07:51 AM Aug 15, 2022 IST
|
Vipul Pandya
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેના પરિવારને ધમકી મળી છે. અંબાણી પરિવારને અજાણ્યા કોલરે ધમકી આપી છે. રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં એકથી વધારે વખત ફોન કરી ધમકી આપવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અંબાણી પરિવારને (Ambani family) ધમકી મળતા પોલીસ હરકતમાં આવી છે. સ્થાનિક ડીબી માર્ગ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હાલના તબક્કે પોલીસ દ્વારા નિવેદનો લેવામાં આવી રહ્યાં છે અને જે નંબર પરથી ધમકી આવી તે નંબર ટ્રેસ કરવામાં આવી રહ્યો છે. હાલ હોસ્પિટલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ અંબાણી પરિવારને ધમકી (Ambani Family Threat Call) આપવામાં આવી ચુકી છે. ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મુકેશ અંબાણીના ઘર પાસેથી એક શંકાસ્પદ કાર મળી આવી હતી. જેમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા મહારાષ્ટ્ર ATS તેમજ NIAએ પમ તેની તપાસ કરી હતી.
Next Article