Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા મોબાઈલ પ્રતિબંધનો ઓર્ડર કરાયો,મંદિર પાસે હાલ માત્ર 300 જ લોકરો

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે અંબાજી ખાતે દેશભરમાંથી અને વિદેશમાંથી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્àª
01:55 PM Jan 25, 2023 IST | Vipul Pandya
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે અંબાજી ખાતે દેશભરમાંથી અને વિદેશમાંથી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023 આગામી દિવસોમાં યોજાનાર છે તો બીજી તરફ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર દ્વારા અંબાજી મંદિર પરીસર મા મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ના નિર્ણયને લઈને વધુ એક ઓર્ડર કરાયો છે જેમા હવેથી યાત્રાળુઓ અંબાજી મંદિર ખાતે મોબાઈલ ફોન નો ઉપયોગ કરશે તો જરૂરી પગલાં લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
 અંબાજી મંદિર પરિસરમાં મોબાઈલના પ્રતિબંધ 
અંબાજી મંદિરના વહીવટદાર અને નાયબ કલેક્ટર રિદ્ધિ વર્મા દ્વારા તારીખ 18/1/2023 ના રોજ અંબાજી મંદિર પરિસરમાં મોબાઈલના પ્રતિબંધ બાબતે અંબાજી મંદિરના સધન સુરક્ષા પીએસઆઇ અને સિક્યુરિટીના એસોને પત્ર લખીને ઓર્ડર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર પરિસર મા યાત્રાળુઓને કોઇપણ હિસાબે મોબાઈલ ફોન લઈ જવા પર કડક કાર્યવાહી કરવાની વાત આ પત્ર મા કરાઇ છે. પત્ર મા એમ પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ યાત્રિક મોબાઈલ નો ઉપયોગ કરતા માલુમ પડશે તો તમારા સામેજરૂરી પગલાં  ભરવામા આવશે તેમ જણાવવામાં આવ્યું છે.સિક્યુરિટી શાખા અંબાજી મંદિરને પણ પત્ર મોકલવામાં આવેલ છે.
અંબાજી મંદિરમા મોબાઇલ પ્રતિબંધનો નિયમ છે તેમ છતાંય યાત્રાળુઓ 7 અને 9 નંબર ગેટ પરથી મોબાઈલ સાથે પ્રવેશ કરીને ચાચર ચોકમાં અને ગર્ભગૃહની ફોટોગ્રાફી કરી રહ્યા છે તે બાબત ધ્યાને આવતાં તેમજ અન્ય યાત્રાળુઓ દ્વારા પણ મંદિર પરિસરમાં મોબાઈલ વપરાશ કરવાના કારણે વારંવાર ફરિયાદો કરવામાં આવેલ છે. જેથી તમોને તાકીદના પત્રથી જણાવવામાં આવેલ છે કે શક્તિ દ્વાર ગેટ નંબર સાત ગેટ નંબર 8 ગેટ નંબર 9 થી પ્રવેશ આપવામાં આવતા તમામ યાત્રાળુઓની યોગ્ય ચકાસણી કરી મોબાઇલ સાથે પ્રવેશ ન આપવા તથા સમગ્ર મંદિર પરિસર તથા સભા મંડપ નૃત્ય મંડપની કોઈપણ યાત્રાળુઓ દ્વારા મોબાઈલ વપરાશ કે ફોટોગ્રાફી ન કરે તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવેલ છે તેમજ હવે પછી કોઈપણ યાત્રાળુ દ્વારા મંદિર પરિસરમાં મોબાઈલનો ઉપયોગ કરતો માલુમ પડશે તો આપની સામે જરૂરી પગલાં લેવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો.
અંબાજી મંદિરના ગેટ પર ચેકીંગ કડક કરવામાં આવ્યું  
અંબાજી મંદિરના શક્તિદ્વાર ,ગેટ નંબર 7 અને ગેટ નંબર 9 ખાતે પણ 18 જાન્યુઆરી બાદ કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને અંબાજી મંદિર ખાતે આવતા તમામ માઈ ભક્તોને પુરુષ ભક્તે પુરુષ ગાર્ડ પાસે જયારે  મહિલા ભક્તને મહિલા ગાર્ડ પાસે ચેકીંગ કરાવીને અંબાજી મંદિર ખાતે પ્રવેશ અપાય છે.હાલમાં મંદિર પરીસર ખાતે લોકો ફોટોગ્રાફી કરતા જોવા મળતા નથી હવે જોવાનું એ રહેશે કે આ નિર્ણય કેટલા દિવસ સુધી અમલી રહેશે.

અંબાજી મંદિરમાં 300 મોબાઈલ લોકરની જ કેપેસીટી  
મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોનો ઘસારો આવે તો લોકર રૂમ ભરાઈ જવાથી માઈ ભક્તો મોબાઈલ સાથે મંદિર મા પ્રવેશ કરે છે હવે જોવાનું એ રહેશે કે અંબાજી મંદિર હવે લોકરોની સંખ્યા વધારે છે કે નહીં .હાલમા અંબાજી મંદિર પાસે માત્ર 300 જ લોકરો છે જે ગુજરાતના અન્ય મંદિરો કરતા ઘણા ઓછા છે. 
આપણ  વાંચો-   માંડવા ડમ્પિંગ સાઈડને લઈ નગરપાલિકાને GPCBની નોટિસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
300lockersadministratorAmbajiAmbajitempleGujaratFirstmobileBan
Next Article