અંબાજી શક્તિપીઠ પરીક્રમા મહોત્સવ હવે 5ને બદલે 6 દિવસ ચાલશે, શ્રદ્ધાળુઓની ભારે ભીડને પગલે વહીવટી તંત્રનો નિર્ણય
અંબાજીથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે અહીં મા અંબાની અખંડ જ્યોત પ્રજ્વલીત છે . ગત વર્ષ એટલે કે વર્ષ 2022થી ગબ્બર પરીક્રમા મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી તે વખતે ગબ્બર પરીક્રમા મહોત્સવ 3 દિવસનો હતો જેમા પણ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે બાદ આ વખતે 2023નો પરીક્રમા મહોત્સવ 5 દિવસનો રાખવામાં આવ્યો, શ્રદ્ધાળુઓની ભારે ભીડને પગલે 1 દિવસ વધારવામાં આવ્યો છે. 1,65,000થી વધુ ભક્તોએ અત્યા
અંબાજીથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે અહીં મા અંબાની અખંડ જ્યોત પ્રજ્વલીત છે . ગત વર્ષ એટલે કે વર્ષ 2022થી ગબ્બર પરીક્રમા મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી તે વખતે ગબ્બર પરીક્રમા મહોત્સવ 3 દિવસનો હતો જેમા પણ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે બાદ આ વખતે 2023નો પરીક્રમા મહોત્સવ 5 દિવસનો રાખવામાં આવ્યો, શ્રદ્ધાળુઓની ભારે ભીડને પગલે 1 દિવસ વધારવામાં આવ્યો છે.
1,65,000થી વધુ ભક્તોએ અત્યાર સુધી લાભ લીધો
અંબાજી નજીક ગબ્બર પર્વતની તળેટીમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા પરીક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે આજે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ચોથો દિવસ છે. ત્રણ દિવસ દરમિયાન 1,65,000થી વધુ ભક્તો પરિક્રમામાં આવી તમામ શક્તિપીઠોના દર્શન કરી લાભ મેળવ્યો છે. તો સાથે સાથે ઉત્તર ગુજરાત અને ગુજરાતભરમાંથી લોકો મોટી સંખ્યામાં ગબ્બર તળેટી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમામાં આવી રહ્યા છે.આમ હાલમાં ગબ્બર ખાતે શ્રદ્ધાનો મહાકુંભ જોવા મળી રહ્યો છે.
12 થી 17 ફેબ્રુઆરી ગબ્બર પરીક્રમા મહોત્સવ
ગબ્બર ખાતે ગબ્બર તળેટીમાં પરીક્રમા મહોત્સવ ની જાહેરાત 2022 મા કરાઈ હતી જેમા 3 દિવસમાં ભક્તોના ઘસારાને પગલે 2023 મા ગબ્બર પરીક્રમા મહોત્સવ 5 દિવસનો કરાયો હતો પરંતુ હવે ભારે ભીડને પગલે પરીક્રમા મહોત્સવ હવે 5 ના બદલે 6 દિવસનો યોજાશે.આમ 17 ફેબ્રુઆરીના રોજ ગબ્બર પરીક્રમા મહોત્સવ ચાલશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement