Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji Madir : અંબાજી ખાતે ખોડીયાર જયંતીની ધૂમધામથી કરાઇ ઉજવણી

અહેવાલ -શક્તિસિંહ રાજપુત- અંબાજી Ambaji Madir : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જીવન એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશનાં 51 શકિતપીઠમા આદ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે માં અંબા ના મંદીર સિવાય...
ambaji madir   અંબાજી ખાતે ખોડીયાર જયંતીની ધૂમધામથી કરાઇ ઉજવણી

અહેવાલ -શક્તિસિંહ રાજપુત- અંબાજી

Advertisement

Ambaji Madir : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જીવન એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશનાં 51 શકિતપીઠમા આદ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે માં અંબા ના મંદીર સિવાય વિવિઘ ભગવાનના મંદિરો આવેલાં છે,ત્યારે અંબાજી મંદિરના વીઆઇપી સાત નંબર ગેટ પાસે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના ખોડિયાર માતાજી નુ પ્રાચીન મંદીર આવેલુ છે

Advertisement

અંબાજી ખાતે તાજેતરમાં પરિક્રમા મહોત્સવ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે ત્યારે 17 ફેબ્રુઆરી ના રોજ ખોડીયાર જયંતિ હોઈ ખોડિયાર નવયુક્ત પ્રગતિ મંડળ દ્વારા આ ખોડિયાર જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. અંબાજી મંદિર સાથે આ ખોડીયાર મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા એજ વખતે થયેલી હોવાથી આ ખોડિયાર મંદિર પૌરાણિકને પ્રાચીન માનવામાં આવે છે.જેના નિત્ય સ્મરણ માત્ર થી ઈચ્છા પરિપૂર્ણ થતી હોય છે.

Advertisement

ખોડિયાર જયંતિ નિમિતે ખોડિયાર માતાના મંદિરે દર્શાર્થીઓની ભીડ જોવા મળી હતી. સાથે સાથે ખોડિયાર માતા ને 111 પ્રકાર ના વિવિધ વ્યંજનો સાથે અન્નકૂટ પણ ધરાવવામા આવ્યો હતો અને ભક્તો દ્વારા વિશેષ હોમહવન કરી ખોડિયાર માતા ની જયંતિ ની ઉજવણી કરી હતી,જયારે આ પર્વ ને લઇ ખોડિયાર માતા ની વિશાળ શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી.

ખોડિયાર માતાના મંદિરે થી નીકળેલી શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પરત ખોડિયાર માતા ના મંદિરે પૂર્ણ થઈ હતી. આ ઉજવણી મા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પણ પોતાની સહયોગ આપે છે અને રાત્રે ભજન કીર્તન નો કાર્યક્રમ પણ યોજાયો હતો.

આ  પણ  વાંચો  - Ambaji : અયોધ્યાના રામ સેવક અને તેમનાં પત્નીએ માં અંબાના કર્યા

Tags :
Advertisement

.