Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાળપણમાં વીજકરંટના કારણે બે હાથ ગુમાવ્યા'તા, છતાં ધોરણ-12 માં જાતે પેપર લખી 91 % માર્ક્સ મેળવ્યા

કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને સાર્થક કરી છે છોટાઉદેપુરના નાનકડા ગામની દિવ્યાંગ વિદ્યાર્થિની સ્નેહા રાઠવાએ. સ્નેહાએ બે હાથ ન હોવા છતાં ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં મેળવી છે જવલંત સફળતા. નાની નાની બાબતમાં નાસીપાસ થતા યુવાનો માટે પ્રેરણા બની છે આ વિદ્યાર્થિની.છોટા ઉદેપુરના ચીલરવાંટ ગામમાં રહેતો આદિવાસી પરિવાર અને તેમની દિવ્યાંગ દીકરી જેઓએ ન મ
બાળપણમાં વીજકરંટના કારણે બે હાથ ગુમાવ્યા તા  છતાં ધોરણ 12 માં જાતે પેપર લખી 91   માર્ક્સ મેળવ્યા
કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને સાર્થક કરી છે છોટાઉદેપુરના નાનકડા ગામની દિવ્યાંગ વિદ્યાર્થિની સ્નેહા રાઠવાએ. સ્નેહાએ બે હાથ ન હોવા છતાં ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં મેળવી છે જવલંત સફળતા. નાની નાની બાબતમાં નાસીપાસ થતા યુવાનો માટે પ્રેરણા બની છે આ વિદ્યાર્થિની.
છોટા ઉદેપુરના ચીલરવાંટ ગામમાં રહેતો આદિવાસી પરિવાર અને તેમની દિવ્યાંગ દીકરી જેઓએ ન માત્ર ગામ પરંતુ સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની નવાકુવા ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નારણભાઇ રાઠવાની ત્રણ દીકરીઓ પેકી વચલી દીકરી સ્નેહા રાઠવા કે જેના બંને હાથના પંજા ન હોવા છતાં  તાજેતરમાં લેવાયેલ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જાતે પેપર લખી 91 % માર્ક્સ મેળવી રાઠવા સમાજ સહિત સમસ્ત દિવ્યાંગજનોનું ગૌરવ અને મનોબળ વધાર્યું છે.  
સ્નેહા રાઠવાને બાળપણમાં વીજકરંટના કારણે બે હાથ ગુમાવવા પડ્યા હતા. સ્નેહાએ શારીરિક યાતના હોવા છતાં અભ્યાસની જીદ કરી. કપાયેલા હાથ સાથે સ્નેહાએ લખવાની મહેનત કરી અને તેને ત્રીજા ધોરણથી જ અભ્યાસમાં સફળતા મેળવી. આજે ધોરણ-12 સુધી સ્નેહાએ પોતાની સફળતા જાળવી રાખી છે. છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા ધારાસભ્ય કેતન ઈનામદાર પણ સ્નેહાના પ્રેરણાદાયી જીવનથી પ્રભાવિત થયા છે.
સ્નેહા જેવી વિદ્યાર્થિની  આજે યુવાવર્ગ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. સ્નેહા રાઠવા આગળ ઉચ્ચ અભ્યાસમાં સ્નાતક કરી  સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અધિકારી બની સમાજ અને દેશ રાષ્ટ્ર કરવા માંગે છે અને તેનું આ સ્વપ્નને સાકાર થશે જ તેવો તેને દ્રઢ વિશ્વાસ છે. 
Advertisement
Tags :
Advertisement

.