Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અલ્લુ અર્જુનને હૈદરાબાદમાં આટલો દંડ ફટકારવામાં આવ્યો, લેન્ડ રોવર કારમાં ફરવું પડ્યું ભારે !

ટોલીવુડ એક્ટર અલ્લુ અર્જુન સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર છે, પરંતુ ઉત્તર ભારતમાં ફિલ્મ 'પુષ્પા' રિલીઝ થયા બાદ તેને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે.'પુષ્પા' ફેમ એક્ટર અલ્લુ અર્જુનને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણ ફટકારવામાં આવ્યું છે. અલ્લુ અર્જુનનું આ ચલણ હૈદરાબાદમાં કાપવામાં આવ્યું છે. અહેવાલ છે કે અલ્લુ અર્જુને તેની SUV કારમાં ટીન્ટેડ ગ્લાસ લગાવ્યા હતા, જેના કારણે તેનું ચલણ કાપàª
અલ્લુ અર્જુનને હૈદરાબાદમાં આટલો દંડ ફટકારવામાં આવ્યો  લેન્ડ રોવર કારમાં ફરવું પડ્યું ભારે
ટોલીવુડ એક્ટર અલ્લુ અર્જુન સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર છે, પરંતુ ઉત્તર ભારતમાં ફિલ્મ 'પુષ્પા' રિલીઝ થયા બાદ તેને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે.'પુષ્પા' ફેમ એક્ટર અલ્લુ અર્જુનને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણ ફટકારવામાં આવ્યું છે. અલ્લુ અર્જુનનું આ ચલણ હૈદરાબાદમાં કાપવામાં આવ્યું છે. 
અહેવાલ છે કે અલ્લુ અર્જુને તેની SUV કારમાં ટીન્ટેડ ગ્લાસ લગાવ્યા હતા, જેના કારણે તેનું ચલણ કાપવામાં આવ્યું છે. ટોલીવુડ એક્ટર અલ્લુ અર્જુન સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર છે, પરંતુ ઉત્તર ભારતમાં ફિલ્મ 'પુષ્પા' રીલિઝ થયા બાદ તે ઘણો લોક પ્રિય થયો છે. 
શા માટે અલ્લુ અર્જુનનું ચલણ કેમ કાપ્યું?
બોલિવૂડ લાઈફના અહેવાલ મુજબ અલ્લુ અર્જુન તેની લેન્ડ રોવર લક્ઝરી એસયુવી કારમાં જઈ રહ્યો હતો જેમાં તેણે ટીન્ટેડ ગ્લાસ લગાવ્યા હતા. આ કારણે અલ્લુ અર્જુનનું 700 રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યું છે. ગ્લાસના રંગ જોઇને પલીસે કાર રોકી હતી.  પછી, અલ્લુ અર્જુનને હૈદરાબાદ ટ્રાફિક પોલીસે શહેરના એક વ્યસ્ત એરિયામાં રોક્યો હતો.
આ નિયમ સુપ્રીમ કોર્ટ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો
નોંધનીય છે કે વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે એક કાયદો પસાર કર્યો હતો જે મુજબ કારમાં ટીન્ટેડ ગ્લાસ અથવા સન ફિલ્મ જેવા અન્ય કોઈપણ પ્રકારના વિકલ્પનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અલ્લુ અર્જુન હાલમાં  ફિલ્મ 'પુષ્પા-ધ રૂલ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનો પહેલો ભાગ બ્લોકબસ્ટર હિટ રહ્યો હતો અને તેણે 83 જેવી ફિલ્મોને પણ બોક્સ ઓફિસ પર પછાડ આપી હતી.
Advertisement
Tags :
Advertisement

.