Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AIR INDIA અને ALLIANCE AIR થયા અલગ, ટ્વિટ કરી આપી માહિતી

એર ઈન્ડિયાએ કહ્યું કે એલાયન્સ એર હવે એર ઈન્ડિયાની પેટાકંપની નથી. એર ઈન્ડિયા દ્વારા આ જાહેરાત ટાટા ગ્રુપની કંપની બન્યાના મહિનાઓ બાદ કરવામાં આવી છે. ટાટા ગ્રૂપે દેવામાં ડૂબેલી એરલાઇન કંપનીને બોલી લગાવી અને પોતાના નામે કરી લીધી . ત્યારબાદ એર ઈન્ડિયાની માલિકી કેન્દ્ર દ્વારા ઔપચારિક રીતે ટાટા જૂથને સોંપવામાં આવી.એર ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે મુસાફરોએ એ નોંધવું જોઈએ કે એર ઈન
10:30 AM Apr 14, 2022 IST | Vipul Pandya
એર ઈન્ડિયાએ કહ્યું કે એલાયન્સ એર હવે એર ઈન્ડિયાની પેટાકંપની નથી. એર ઈન્ડિયા દ્વારા આ જાહેરાત ટાટા ગ્રુપની કંપની બન્યાના મહિનાઓ બાદ કરવામાં આવી છે. ટાટા ગ્રૂપે દેવામાં ડૂબેલી એરલાઇન કંપનીને બોલી લગાવી અને પોતાના નામે કરી લીધી . ત્યારબાદ એર ઈન્ડિયાની માલિકી કેન્દ્ર દ્વારા ઔપચારિક રીતે ટાટા જૂથને સોંપવામાં આવી.
એર ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે મુસાફરોએ એ નોંધવું જોઈએ કે એર ઈન્ડિયા હવે 15 એપ્રિલથી એલાયન્સ એર સંબંધિત બુકિંગ અને કામગીરીનું સંચાલન કરશે નહીં.


એર ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે મુસાફરોએ એ નોંધવું જોઈએ કે એર ઈન્ડિયા હવે 15 એપ્રિલથી એલાયન્સ એર સંબંધિત બુકિંગ અને કામગીરીનું સંચાલન કરશે નહીં.
એર ઈન્ડિયાએ આ અંગે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે મુસાફરોની પાસે '9' અંકથી શરૂ થતી 4-અંકની ફ્લાઈટ નંબરવાળી અથવા '9I' થી શરૂ થતી 3-અંકની ફ્લાઈટ નંબરવાળી એર ઈન્ડિયાની ટિકિટ છે, તેઓને વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આવા ટિકિટ ધારકોએ જાણવું જોઈએ કે આ બુકિંગ એલાયન્સ એરના છે. એલાયન્સ એર સંબંધિત કોઈપણ માહિતી અથવા જરૂરિયાત માટે, મુસાફરોએ 91-44-4255 4255 અને 91-44-3511 3511નો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય મુસાફરો support@allianceair.in પર ઈમેલ કરીને પણ માહિતી મેળવી શકે છે.
ખોટ કરતી એર ઈન્ડિયામાં તેના 100 ટકા હિસ્સાના વેચાણ માટે સરકારે 12,906 કરોડ રૂપિયાની બેઇઝ કિંમત નક્કી કરી હતી. સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંઘે, ગ્રૂપના વડા તરીકે કંપનીને ખરીદવા માટે રૂ. 15,100 કરોડની ઓફર કરી હતી. પરંતુ ટાટા ગ્રૂપે 8 ઓક્ટોબરે આના કરતા વધુ બોલી લગાવીને એર ઈન્ડિયા કંપનીને ખરીદી લીધી.
Tags :
AirIndiaallianceairGujaratFirstsubsidary-of-air-india
Next Article