એલન મસ્ક પર જાતીય શોષણનો આરોપ, મામલાને રફાદફા કરવા આપ્યા 2.50 લાખ ડોલર
દુનિયાના સૌથી ધનિક, સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ લગાવનાર ફ્લાઈટ એટેન્ડન્ટને ચૂપ રહેવા માટે 2.5 મિલિયન ડોલર ચૂકવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, એર હોસ્ટેસને સ્પેસએક્સ દ્વારા 2018માં એલન મસ્ક વિરુદ્ધ જાતીય ગેરવર્તણૂકના દાવાને ઉકેલવા માટે ચૂકવણી કરવામાં આવી હતી.સમાચાર અનુસાર, આ ઘટના વર્ષ 2016માં લંડન જતી
09:43 AM May 20, 2022 IST
|
Vipul Pandya
દુનિયાના સૌથી ધનિક, સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ લગાવનાર ફ્લાઈટ એટેન્ડન્ટને ચૂપ રહેવા માટે 2.5 મિલિયન ડોલર ચૂકવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, એર હોસ્ટેસને સ્પેસએક્સ દ્વારા 2018માં એલન મસ્ક વિરુદ્ધ જાતીય ગેરવર્તણૂકના દાવાને ઉકેલવા માટે ચૂકવણી કરવામાં આવી હતી.
સમાચાર અનુસાર, આ ઘટના વર્ષ 2016માં લંડન જતી ફ્લાઈટ દરમિયાન બની હતી. પીડિતા એલોન મસ્કની સ્પેસએક્સ કોર્પોરેટ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર તરીકે કામ કરતી હતી. આરોપ છે કે એલોન મસ્ક એ તે સમયે ફ્લાઈટમાં પીડિત મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો અને માલિશ કરવા કહ્યું હતું. મસ્ક પર આ આરોપ લગાવ્યા બાદ મહિલાને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું હતું.
આ ઘટના બાદ મહિલાની શિફ્ટમાં કાપ લગાવવામાં આવ્યો હતો, તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મહિલા પર દુષ્કર્મના પ્રયાસના દાવાની ફ્લાઇટ એટેન્ડન્ટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી. વળી, એલન મસ્ક દ્વારા દુષ્કર્મના પ્રયાસને રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, એલોન મસ્ક દ્વારા સેક્સ્યુઅલ ડિમાન્ડ કરવામાં આવ્યા બાદ એટેન્ડન્ટે મસ્કને ના પાડી દીધી હતી. આ પછી એટેન્ડન્ટને લાગવા માંડ્યું કે કામ દરમિયાન તેને સજા કરવામાં આવી રહી છે. વર્ષ 2018 માં, એટેન્ડન્ટે, કેલિફોર્નિયા સ્થિત વકીલ દ્વારા, કંપનીના માનવ સંસાધન વિભાગમાં આ બાબતે ફરિયાદ નોંધાવી. કંપનીએ આ બાબતે અટેન્ડન્ટ સાથે વાત કરી અને ટૂંક સમયમાં તેનું સમાધાન થઈ ગયું.
આ મામલો ક્યારેય કોર્ટ સુધી પહોંચ્યો નથી. નવેમ્બર 2018 માં, એક કરાર થયો હતો, જેમાં આ બાબતે કેસ ન દાખલ કરવાના બદલામાં એટેન્ડન્ટને 2.5 લાખ ડોલર (આશરે 2 કરોડ રૂપિયા) આપવામાં આવ્યા હતા. ઉપરાંત, કરાર હેઠળ, પીડિત મહિલાને પણ આ બાબત ગુપ્ત રાખવા માટે કહેવામાં આવ્યું હતું અને તેણીને બિન-જાહેર કરાર પર હસ્તાક્ષર કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
જ્યારે આ બાબતે ટિપ્પણી કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે, મસ્કે કહ્યું કે, "આ વાર્તામાં ઘણું બધું છે. તેણે અહેવાલને "રાજકીય રીતે પ્રેરીત" ગણાવ્યો અને ઉમેર્યું કે જો હું જાતીય હુમલામાં સામેલ હોત, તો તેની મારા આખા 30 વર્ષના કેરિયરમાં સામે આવવાની કોઇ સંભાવના જ નહોતી.
Next Article