Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દાંતાના નાનસડા ગામે પાણીની પાઇપ અને પ્રોટેક્શન વોલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો સરહદી અને અંતરિયાળ જીલ્લો તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે આ તાલુકાઓમાં દાંતા તાલુકો અતિ પછાત અને અંતરિયાળ અને પહાડી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકામાં પાણીની ગંભીર સમસ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ધરોઈ à
03:35 PM Jan 07, 2023 IST | Vipul Pandya
બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો સરહદી અને અંતરિયાળ જીલ્લો તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે આ તાલુકાઓમાં દાંતા તાલુકો અતિ પછાત અને અંતરિયાળ અને પહાડી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકામાં પાણીની ગંભીર સમસ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ધરોઈ ડેમમાંથી દાંતા તાલુકાના લોકોને પાણી મળે તે માટે પાણી પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ધરોઈ ડેમ થી પાઇપલાઇન દ્વારા પાણી મોકલવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, આ કામ શરૂ થયું ત્યારથી વિવિધ ગામના લોકો દ્વારા આ યોજનાના કામને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા.
દાંતા પાસે આવેલ નાનાસડા ગામની સીમમાં પુલ પાસે પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે.પાણી પુરવઠાની પાઇપ અને પ્રોટેક્શન દિવાલમાં થઈ રહેલા કામને લઈને ગ્રામજનો કામના સ્થળે દોડી આવ્યા હતા.સ્થાનિક લોકોએ આ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી રહ્યા છે.પ્રોટેક્શન દિવાલ ની અંદર માટીનો મરડો નાખવામાં આવ્યો હોય તેવું ગામ લોકોના લોકો આક્ષેપો કરી રહ્યા છે.
આ પ્રોટેક્શન દિવાલમાં વિજિલન્સ તપાસ થાય તેવી જનતાની માંગ પણ ઉઠી છે. બીજી તરફ દાંતા પાણી પુરવઠા બોર્ડ ના અધિકારી અને કર્મચારીને પૂછતા તેમને આક્ષેપો ફગાવ્યા હતા અને જણાવ્યુ હતુ કે અમને બાઈટ આપવાની સત્તા નથી ત્યારે હવે તપાસનો વિષય એ છે કે સરકાર આ બાબતે ગ્રામજનોનાં આક્ષેપો ની તપાસ કરાવે. વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોટા કામ કરીને નાણા નો દુરુપયોગ કર્યો હોય તેવા લોકોના આક્ષેપો થઈ રહ્યાં છે . 
વધુમાં કામ તાત્કાલિક બંધ કરવા લોકોની માંગ ઉઠી છે . રાત્રી ના સમયે કામ કરવાનું કારણ સમજાતું નથી.આ કામ જોતા એવું લાગી રહ્યું છે જો સામાન્ય વરસાદ થાય તો પાઇપલાઇનનું ધોવાણ થાય . પુર્વ સરપંચે આ મામલે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે .જો ગામમાં પાઇપલાઇનનું કામ સારું નહીં કરવામાં આવે તો અમે લડત લડીશું, તેવું પૂર્વ સરપંચે જણાવ્યું હતું. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AllegationsCorruptionDantaGujaratFirstNansadavillagepipeprotectionwallwater
Next Article