Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તાજમહેલના બંધ ઓરડા ખોલવાની અરજી અલાહાબાદ હાઇકોર્ટે ફગાવી

તાજમહેલના 22 ઓરડા ખોલવાની માંગ કરતી પીઆઇએલને અલાહાબાદ હાઇકોર્ટેની લખનૌ બેંચે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ફેક્ટ ફાઇન્ડીગ કમિટી બનાવાની માગ પર પણ સવાલ ઉભો કરીને અરજી કર્તાને પુછયું કે કમિટી બનાવીને તમે શું જાણવા માગો છો.  કોર્ટે કહ્યું કે અરજી સમુચીત અને ન્યાયીક મુદ્દા પર આધારીત નથી. હાઇકોર્ટની બેંચે કહ્યું કે અમે તમારી દલીલોથી સંમત નથી. સુનાવણી દરમિાયન કોર્ટે કહ્ય
તાજમહેલના બંધ ઓરડા ખોલવાની અરજી અલાહાબાદ હાઇકોર્ટે ફગાવી
તાજમહેલના 22 ઓરડા ખોલવાની માંગ કરતી પીઆઇએલને અલાહાબાદ હાઇકોર્ટેની લખનૌ બેંચે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ફેક્ટ ફાઇન્ડીગ કમિટી બનાવાની માગ પર પણ સવાલ ઉભો કરીને અરજી કર્તાને પુછયું કે કમિટી બનાવીને તમે શું જાણવા માગો છો.  કોર્ટે કહ્યું કે અરજી સમુચીત અને ન્યાયીક મુદ્દા પર આધારીત નથી. 
હાઇકોર્ટની બેંચે કહ્યું કે અમે તમારી દલીલોથી સંમત નથી. સુનાવણી દરમિાયન કોર્ટે કહ્યું કે તે અરજી ન્યાયસંગત નથી અને ઓરડા ખોલવાના સંબંધમાં ઐતિહાસીક રિસર્ચમાં યોગ્ય પદ્ધતી સામેલ થવી જોઇએ. તેને ઇતિહાસકારો પર છોડી દેવું જોઇએ.અમે આવી અરજી પર વિચાર નહી કરી શકીએ. 
કોર્ટે કહ્યું કે આપ એક સમિતીના માધ્યમથી તથ્યો શોધવાની માગ કરો છો. તમે કોણ છો, તમારો કોઇ અધિકાર નથી. અને આરટીઆઇ કાયદામાં પણ તે આવતું નથી. અમે તમારી દલીલ સાથે સંમત નથી. અરજીમાં તાજમહેલના ઇતિહાસના સંબંધમાં અભ્યાસ માટે એક નિર્દેશની માગ કરવામાં આવી છે અને બંધ દરવાજા ખોલવાની વિનંતી કરાઇ છે. અમારુ માનવું છે કે અરજીકર્તાએ અમને ગેર ન્યાયસંગત મુદ્દા પર ચૂકાદો આપવાનું આહ્વાહન કર્યું છે. 
કોર્ટે વધુમાં કહ્યું કે અમે રિટ અરજી પર વિચાર કરવા માટે સક્ષમ નથી. જેથી આ અરજી ફગાવી દેવામાં આવે છે. 
Advertisement
Tags :
Advertisement

.