Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે મોટો નિર્ણય, તમામ હિંદુ કર્મચારીઓની જિલ્લા મુખ્યાલયમાં બદલી થશે

જમ્મુ કાશ્મીરમાં સતત તિ રહેલા ટાર્ગેટ કિલિંગ વચ્ચે આજે પ્રાશસન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે કાશ્મીરમાં કામ કરતા તમામ હિંદુ સરકારી કર્મચારીઓની બદલી જિલ્લા મુખ્યાલયોમાં કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કાશ્મીરમાં હિંદુ કર્મતારીઓની સુરક્ષાને ધ્યાને લઇને એક બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.છેલ્લા કેટ
જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે મોટો નિર્ણય  તમામ હિંદુ કર્મચારીઓની જિલ્લા મુખ્યાલયમાં બદલી થશે
જમ્મુ કાશ્મીરમાં સતત તિ રહેલા ટાર્ગેટ કિલિંગ વચ્ચે આજે પ્રાશસન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે કાશ્મીરમાં કામ કરતા તમામ હિંદુ સરકારી કર્મચારીઓની બદલી જિલ્લા મુખ્યાલયોમાં કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કાશ્મીરમાં હિંદુ કર્મતારીઓની સુરક્ષાને ધ્યાને લઇને એક બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક મહિનાથી જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે હિંદુ સરકારી કર્મચારીઓ અને કાશ્મીરી પંડિતોની આતંકીઓ દ્વારા હત્યા થઇ રહી છે, તેને લઇને ભારે રોષ જોવા મલી રહ્યો છે. કાશ્મીરી પંડિતોએ તો ફરી વખત સરકારને પલાયનની ચિમકી આપી હતી. તેવામાં હવે જમ્મુ-કાશ્મીરમાં હિંદુ સરકારી કર્મચારીઓ અને કાશ્મીરી પંડિતોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત હવે કાશ્મીરી પંડિતો અથવા હિંદુ સરકારી કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ટ્રાન્સફર કરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પંડિતો પણ સુરક્ષાની માંગ સાથે છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા નિર્ણય
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા બુધવારે આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.  આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે તે તમામ હિંદુ કર્મચારીઓને સલામત આવાસ આપવાની જવાબદારી પણ વહીવટીતંત્રની રહેશે. એટલે કે માત્ર તેમનું ટ્રાન્સફર નથી થઇ રહ્યું પરંતુ તેમને સુરક્ષિત રહેઠાણ પણ આપવામાં આવશે. જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે આગામી 6 જૂન સુધીમાં આ પ્રક્રિયા પુરી થઇ શકે છે.
કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વધી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓ સતત કાશ્મીરી પંડિતોને નિશાન બનાવી રહ્યા છે. જેની શરૂઆત સરકારી અધિકારી રાહુલ ભટ્ટની હત્યાથી થઈ હતી. આવી સ્થિતિમાં કાશ્મીરી પંડિતો દ્વારા તેમને જમ્મુ ટ્રાન્સફર કરવાની માગણી સાથે સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે આ જ માંગ વચ્ચે પ્રશાસને કાશ્મીરમાં કામ કરતા સરકારી હિંદુ કર્મચારીઓને આ રાહત આપી છે.
હિંદુઓ આ નિર્ણયથી નાખુશ
જો કે જમ્મુ કાશ્મીરના હિન્દુ કર્મચારીઓ આ નિર્ણયથી સંતુષ્ટ નથી. તેઓ હવે તેમનું ટ્રાન્સફર જમ્મુમાં જ ઈચ્છે છે. તેઓ ઘાટીમાં કામ કરવા નથી માંગતા. તેઓ મોદી સરકાર પર તેમની માંગણીઓ પર ધ્યાન ન આપવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. પરંતુ સરકાર સતત આશ્વાસન આપી રહી છે કે કાશ્મીરી પંડિતોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે. હિંદુ કર્મચારીઓની બદલીના નિર્ણયને પણ આ દિશામાં એક પગલું કહેવામાં આવી રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.