Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તમામ સરકારી યોજનાઓ હવે એક ક્લિક પર, સરકાર તૈયાર કરી રહી છે પોર્ટલ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં ડિજિટલાઈઝેશન પર ઘણો ભાર આપી રહી છે. સરકારનો પ્રયાસ છે કે તમામ સરકારી યોજનાઓ વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે દરેક યોજનાને ઓનલાઈન કરવામાં આવે. ડિજિટલાઈઝેશનની મદદથી લોકો કોઈપણ મુશ્કેલી વિના યોજનાનો લાભ લઈ શકશે.આવી સ્થિતિમાં સરકારી યોજનાનો મહત્તમ લાભ લેવા અને અલગ-અલગ પોર્ટલ પર login કરવાની ઝંઝટને દૂર કરવા કેન્દ્રની મોદી સરકારે એક કોમન પોર્ટલ
07:43 AM May 30, 2022 IST | Vipul Pandya

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં ડિજિટલાઈઝેશન પર ઘણો ભાર આપી રહી છે. સરકારનો પ્રયાસ છે કે તમામ સરકારી યોજનાઓ વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે દરેક યોજનાને ઓનલાઈન કરવામાં આવે. ડિજિટલાઈઝેશનની મદદથી લોકો કોઈપણ મુશ્કેલી વિના યોજનાનો લાભ લઈ શકશે.

આવી સ્થિતિમાં સરકારી યોજનાનો મહત્તમ લાભ લેવા અને અલગ-અલગ પોર્ટલ પર login કરવાની ઝંઝટને દૂર કરવા કેન્દ્રની મોદી સરકારે એક કોમન પોર્ટલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પોર્ટલનું નામ 'જન સમર્થ' છે. આ પોર્ટલ દ્વારા દેશના નાગરિકો વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો.
સરકાર 'જન સમર્થ પોર્ટલ' દ્વારા પહેલા તબક્કામાં લગભગ 15 સરકારી યોજનાઓને સામેલ કરવા પર વિચાર કરી રહી છે. આ સાથે સરકાર 'Minimum Government Maximum Governance'ના સૂત્ર સાથે કામ કરવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારના ઘણા અલગ અલગ મંત્રાલયોએ સાથે મળીને કામ કરવું પડશે.
સરકાર આ પોર્ટલ દ્વારા તમામ સરકારી યોજનાઓને એક જ પોર્ટલ પર લાવવા માંગે છે. આનાથી લાભાર્થીઓને પોર્ટલ સુધી પહોંચવામાં સરળતા રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં આ પોર્ટલનું પાયલોટ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તેની સફળતા બાદ તે સામાન્ય લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. 
Tags :
AllgovernmentschemesDigitalIndiaGovermentGujaratFirstIndiaNarendraModioneplacePMModiportals
Next Article