Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

27 વર્ષમાં વિશ્વનું તમામ અનાજ ખૂટી જશે, કરોડો રૂપિયા આપશો તો પણ રોટલી નહીં મળે

બે સમયની રોટલી માટે માણસ દિવસ-રાત મહેનત કરે છે. તે સખન મહેનત કરીને પરસેવો પાડે છે કે જેથી તે અને તેના પરિવારને માત્ર બે સમયનું ભોજન મળી શકે છે. પરંતુ હવે આ ભોજન હવે થોડા જ વર્ષોમાં ખતમ થવા જઈ રહી છે અને દુનિયામાં એવી ફૂડ કટોકટી આવવાની છે કે વ્યક્તિને 1 ટાઈમ ખાવાનું પણ મળવું મુશ્કેલ થઈ જશે. 2 ટાઈમની વાત દૂર રહી. કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ ખોરાક મેળવવો મુશ્કેલ થઈ જશે. સામાજિક અને આàª
27 વર્ષમાં વિશ્વનું તમામ અનાજ ખૂટી જશે 
કરોડો રૂપિયા આપશો તો પણ રોટલી નહીં મળે

બે સમયની રોટલી માટે
માણસ દિવસ-રાત મહેનત કરે છે. તે
સખન મહેનત
કરીને
પરસેવો પાડે છે કે જેથી તે અને તેના
પરિવારને માત્ર બે સમયનું ભોજન મળી શકે છે. પરંતુ હવે આ ભોજન હવે થોડા જ વર્ષોમાં
ખતમ થવા જઈ રહી છે અને દુનિયામાં એવી ફૂડ કટોકટી આવવાની છે કે વ્યક્તિને
1 ટાઈમ ખાવાનું પણ
મળવું મુશ્કેલ થઈ જશે.
2 ટાઈમની વાત દૂર રહી. કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ ખોરાક મેળવવો
મુશ્કેલ થઈ જશે.

Advertisement


સામાજિક અને આર્થિક
ડેટા પર નજર રાખનારી સંસ્થા ધ વર્લ્ડ કાઉન્ટના રિપોર્ટ મુજબ આખી દુનિયામાં એવી
ખાદ્ય કટોકટી આવવાની છે કે વર્ષ
2050 સુધીમાં આખી દુનિયામાં અનાજ ખતમ થઈ જશે. તેનો અહેવાલ જાહેર કરવાની
સાથે
વર્લ્ડ કાઉન્ટે તેની વેબસાઇટ પર અનાજના અંતનું કાઉન્ટડાઉન પણ મૂક્યું
છે. આ કાઉન્ટડાઉન મુજબ
પૃથ્વી પરથી અનાજ ખતમ થવામાં હવે 27 વર્ષ બાકી છે. વર્લ્ડ
કાઉન્ટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ
2050 સુધીમાં વિશ્વની
વસ્તી
1 હજાર કરોડને પાર કરી જશે. આવી સ્થિતિમાં વર્ષ 2017ની સરખામણીએ વર્ષ 2050માં ખાદ્યપદાર્થોની
માંગમાં
70 ટકાનો વધારો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વી દર વર્ષે
7500 મિલિયન ટન ફળદ્રુપ જમીન ગુમાવી રહી છે. વિશ્વમાં છેલ્લા 40 વર્ષમાં કુલ
જમીનમાંથી એક તૃતીયાંશ જમીન ઘટી છે. તો બીજી તરફ ખોરાકની માંગ એટલી વધી ગઈ છે કે
આગામી
40 વર્ષમાં પૃથ્વીના લોકોની ખાદ્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એટલું અનાજ ઉત્પાદન
કરવું પડશે જે છેલ્લા
8 હજાર વર્ષોમાં થયું ન હતું. એટલે કે એક તરફ વિશ્વમાં દર વર્ષે
ફળદ્રુપ જમીન ઘટી રહી છે તો બીજી તરફ વસ્તી સતત વધી રહી છે.

Advertisement


ધ વર્લ્ડ કાઉન્ટના
અહેવાલ મુજબ
જ્યારે અનાજ સમાપ્ત થઈ જાય ત્યારે માંસ ખાવું એ કોઈ વિકલ્પ નથી કારણ
કે માંસ બનાવવા માટે મકાઈ કરતાં
75 ગણી વધુ ઊર્જાની જરૂર પડે છે. જેનું ઉત્પાદન કરવું
અશક્ય કાર્ય છે. વર્લ્ડ કાઉન્ટે તેના અહેવાલમાં આગાહી કરી છે કે વર્ષ
2030 સુધીમાં ચોખાના
ભાવમાં આજની સરખામણીમાં
130 ટકા અને મકાઈના ભાવમાં 180 ટકાનો વધારો થશે અને આજે વિશ્વ જે સ્થિતિ
પર ઉભું છે ત્યાં કદાચ ચોખાના ભાવમાં
130 ટકાનો વધારો થશે.

Advertisement


ધ વર્લ્ડ કાઉન્ટે
પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આજના સમયમાં જે રીતે માનવી પોતાના સ્વાર્થ માટે
પૃથ્વીનો ઉપયોગ કરી રહ્યો છે તે રીતે વર્ષ
2030 પછી દરેક વ્યક્તિની ખાવા-પીવાની
જરૂરિયાતો પૂરી કરવા માટે બે પૃથ્વીની જરૂર પડશે કારણ કે આજના સમયમાં માણસે
પૃથ્વીનું
75 ટકા શોષણ કર્યું છે.એક તરફ ધરતી પર
અનાજની કટોકટી ઘેરી બની રહી છે
તો બીજી તરફ આપણે અન્નનો બગાડ કરવામાં જરાય ડરતા નથી. યુનાઈટેડ
નેશન્સ દ્વારા ગયા વર્ષે જાહેર કરાયેલ યુએન ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટ
2021 અનુસાર 2019માં વિશ્વભરમાં 93 મિલિયન ટનથી વધુ
ખોરાકનો બગાડ થયો હતો.
જે કુલ ઉપલબ્ધ ખોરાકના 17 ટકા હતો. યુએન ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ
રિપોર્ટ
2021 મુજબ વિશ્વમાં દરેક
વ્યક્તિ દર વર્ષે
121 કિલો ખોરાકનો બગાડ કરે છે. ભારતમાં એવું કહેવાય છે કે 'થાળીમાં એટલો જ ખોરાક
રાખો જે ગટરમાં પાછો ન જાય
'. આવી સ્થિતિમાં, અમારી તમને પણ અપીલ છે કે તમારી થાળીમાં એટલું જ ભોજન લો જેટલી તમારે
જરૂર છે. ખોટો બગાડ ન કરો. 

Tags :
Advertisement

.