Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નૂપુર શર્મા સામે થયેલી તમામ FIR દિલ્હી ટ્રાન્સફર થશે: SC

ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા (Noopur Sharma)ને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે દેશભરમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી તમામ FIR દિલ્હીમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. બુધવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી પોલીસ હવે આ તમામ FIRની તપાસ કરશે. ઉલ્લેખનિય છે કે  નૂપુર શર્મા વિરુદ્ધ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આસામ અને
નૂપુર શર્મા સામે થયેલી તમામ fir દિલ્હી ટ્રાન્સફર થશે  sc
ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા (Noopur Sharma)ને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે દેશભરમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી તમામ FIR દિલ્હીમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. બુધવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી પોલીસ હવે આ તમામ FIRની તપાસ કરશે. ઉલ્લેખનિય છે કે  નૂપુર શર્મા વિરુદ્ધ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આસામ અને કર્ણાટકમાં ઘણા કેસ નોંધાયેલા છે. 
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં સુધી તપાસ કોઈ નિષ્કર્ષ પર ન આવે ત્યાં સુધી નૂપુર શર્માને આપવામાં આવેલી ધરપકડમાંથી વચગાળાની રાહત યથાવત રહેશે. કોર્ટે કહ્યું કે જો ભવિષ્યમાં નવી FIR થશે તો દિલ્હી પોલીસ તેની પણ તપાસ કરશે. બીજી તરફ, નૂપુર FIR રદ કરવાની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટ જઈ શકે છે.
નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટને તેમની સામે નોંધાયેલી નવ FIRમાં ધરપકડ પર રોક લગાવવાની માંગ કરી હતી. નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે સુપ્રીમ કોર્ટની અણધારી અને કડક ટીકા બાદ તેમના જીવ પર ખતરો ઉભો થયો છે અને તેને  ધમકીઓ મળી રહી છે. તેમણે કહ્યું હતું કે  પહેલી એફઆઈઆર દિલ્હીમાં નોંધાઇ હતી. તેથી અન્ય સ્થળોએ નોંધાયેલી એફઆઈઆરને દિલ્હીના કેસ સાથે જોડવી જોઈએ.
આ પહેલા 1 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે  કથિત ટીપ્પણીના મામલામાં અનેક રાજ્યોમાં તેમની સામે નોંધાયેલી ડઝનબંધ એફઆઈઆરની તપાસ માટે નૂપુર શર્માને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે ઠપકો આપ્યો હતો. ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જેબી પારડીવાલાની વેકેશન બેન્ચે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાની ટીકા કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, તમારા કારણે આજે સમગ્ર દેશમાં તણાવ છે અને વાતાવરણ બગડ્યું છે. કોર્ટની આ તીક્ષ્ણ ટિપ્પણીઓ બાદ નૂપુર શર્માએ અરજી પાછી ખેંચી લીધી હતી. હવે તે રાહત મેળવવા માટે ફરીથી સુપ્રીમ કોર્ટ પહોંચી છે.
Advertisement
Tags :
Advertisement

.