Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તર ભારતમાં તૂટી શકે છે ઠંડીના તમામ રેકોર્ડ, પહાડો પર ભારે હિમવર્ષાથી ઠંડીમાં વધારો

પહાડો પર ભારે હિમવર્ષાથી ઠંડીમાં વધારોઉત્તર ભારતમાં તૂટી શકે છે ઠંડીના તમામ રેકોર્ડશ્રીનગરમાં ખરાબ મોસમથી તમામ ફ્લાઈટ રદહિમાચલ પ્રદેશમાં બરફવર્ષાથી 200 રસ્તા બંધ487 ટ્રાન્સફોર્મર ઠપ થતાં અંધારપટ છવાયોઉત્તરાખંડ,પંજાબ,દિલ્હીમાં વધ્યું ઠંડીનું જોરરાજસ્થાન,ઉત્તરપ્રદેશ,બિહારમાં ઠંડી વધીઉત્તર ભારત ઠંડીમાં ઠઠરી રહ્યું છે. દિલ્હી અને ઉત્તર પશ્ચિમ ભારત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં છ
ઉત્તર ભારતમાં તૂટી શકે છે ઠંડીના તમામ રેકોર્ડ  પહાડો પર ભારે હિમવર્ષાથી ઠંડીમાં વધારો
  • પહાડો પર ભારે હિમવર્ષાથી ઠંડીમાં વધારો
  • ઉત્તર ભારતમાં તૂટી શકે છે ઠંડીના તમામ રેકોર્ડ
  • શ્રીનગરમાં ખરાબ મોસમથી તમામ ફ્લાઈટ રદ
  • હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાથી 200 રસ્તા બંધ
  • 487 ટ્રાન્સફોર્મર ઠપ થતાં અંધારપટ છવાયો
  • ઉત્તરાખંડ,પંજાબ,દિલ્હીમાં વધ્યું ઠંડીનું જોર
  • રાજસ્થાન,ઉત્તરપ્રદેશ,બિહારમાં ઠંડી વધી
ઉત્તર ભારત ઠંડીમાં ઠઠરી રહ્યું છે. દિલ્હી અને ઉત્તર પશ્ચિમ ભારત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડી પડી રહી છે. શનિવારે સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવા ધુમ્મસ સાથે પારો પણ 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. આજથી ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવ સાથે ઠંડીમાં વધુ વધારો થશે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 14 જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેશે અને 15 જાન્યુઆરીથી ઘણી જગ્યાએ શીત લહેર થવાની સંભાવના છે. 
ઠંડીમાં ઠઠરવા રહો તૈયાર!
ફરી એકવાર લોકોએ શીત લહેર માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આગામી દિવસોમાં લોહી જામી દે તેવી શીત લહેર જોવા મળશે. IMD અનુસાર, 15 જાન્યુઆરીથી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કોલ્ડ વેવ (Weather Update)ની સંભાવના છે. દિલ્હીમાં 15 થી 19 જાન્યુઆરી દરમિયાન જોરદાર પવન ફૂંકાશે અને તાપમાનનો પારો નીચે જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ અને લઘુત્તમ તાપમાન 20 થી 8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. પરંતુ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આવતીકાલે એટલે કે રવિવારથી ફરી શીત લહેર આવી શકે છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે શનિવારથી દિલ્હી અને તેના પડોશી રાજ્યોમાં કોલ્ડવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થઈ છે. IMDએ જણાવ્યું કે રવિવારથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ફરી શીત લહેર ફરી શકે છે. 
Advertisement

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાથી 200 રસ્તા બંધ
IMDએ ગુરુવારે કહ્યું હતું કે શીત લહેર દરમિયાન પારો 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે પવનને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લોકોને ધુમ્મસમાંથી રાહત મળી હતી, પરંતુ પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢથી લઈને ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાયું હતું. IMD ડેટા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં 5 થી 9 જાન્યુઆરીની વચ્ચે શીત લહેર નોંધવામાં આવી હતી જે એક દાયકામાં મહિનામાં સૌથી લાંબી હતી. ઉત્તર ભારતની જો વાત કરીએ તો શ્રીનગરમાં ખરાબ મોસમથી તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. વળી હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાથી 200 રસ્તા બંધ હોવાનું પણ સામે આવ્યું છે. 
આ રાજ્યોમાં હળવો વરસાદ પડી શકે છે
IMDના હવામાનશાસ્ત્રી આરકે જેનામાનીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, "2006માં આવી જ સ્થિતિનો અનુભવ થયો હતો જ્યારે સૌથી નીચું તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 2013માં પણ આવી જ ઠંડી હતી." જેનામાનીએ કહ્યું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ યુપી અને ઉત્તર રાજસ્થાનમાં પણ આગામી થોડા દિવસોમાં ઝરમર અને હળવો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું, "જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને કાશ્મીર સહિત હિમાલયના રાજ્યોમાં ભારે વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ 11 થી 14 જાન્યુઆરી વચ્ચે વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે."

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.