Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હોય નહીં! રાવણ બળી ગયો પણ માથાં રહી ગયા! જવાબદારો સાથે શું થયું?

દશેરાની (Dussehra) ઉજવણી આ વર્ષે 5મી ઓક્ટોબરે કરવામાં આવી. દેશના અનેક સ્થળોએ રાવણના પુતળાનું દહન થયું પરંતુ રાવણનું એક પૂતળું હતું જેનું પૂતળું તો બળી ગયું પણ તેના દસ માથા બળ્યા જ નહી જે બાદ મહાનગરપાલિકાએ પોતાના એક કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે.બુધવારે દશેરા નિમિત્તે છત્તીસગઢના (Chattisgarh) ધમતરીના (Dhamtari) રામલીલા મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ માટે પૂતળા બનાવવાની જવાબàª
03:46 PM Oct 08, 2022 IST | Vipul Pandya
દશેરાની (Dussehra) ઉજવણી આ વર્ષે 5મી ઓક્ટોબરે કરવામાં આવી. દેશના અનેક સ્થળોએ રાવણના પુતળાનું દહન થયું પરંતુ રાવણનું એક પૂતળું હતું જેનું પૂતળું તો બળી ગયું પણ તેના દસ માથા બળ્યા જ નહી જે બાદ મહાનગરપાલિકાએ પોતાના એક કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે.
બુધવારે દશેરા નિમિત્તે છત્તીસગઢના (Chattisgarh) ધમતરીના (Dhamtari) રામલીલા મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ માટે પૂતળા બનાવવાની જવાબદારી સહાયક ગ્રેડ-3ના કર્મચારી રાજેન્દ્ર યાદવ અને કેટલાક અન્ય કર્મચારીઓને સોંપવામાં આવી હતી. તેણે લગભગ 30 ફૂટ ઊંચો રાવણનો પૂતળો બનાવ્યો અને કાર્યક્રમ મુજબ રાત્રે રાવણના પૂતળાને આગ લગાડવામાં આવી. આગમાં રાવણના 10 માથા સિવાય બધુ જ બળીને ખાખ થઈ ગયું હતું, ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (DMC) પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી. લોકોના મજાકનો વિષય બન્યો હતો.
રાવણનું માથું નહી બળવા પર  અધિકારીઓનું કહેવું છે કે, રાવણનું પૂતળું તૈયાર કરાવવામાં મોટી બેદરકારી થઈ છે. જેનાથી કોર્પોરેશનની (DMC) શાખ પર ખરાબ અસર પડી છે. અધિકારીઓએ કર્મચારી રાજેન્દ્ર યાદવને સસ્પેન્ડ કરી દીધાં અને અન્ય કર્મચારીઓ પર કાર્યવાહી કરવાના પણ આદેશ કર્યાં છે. સાથે જ અન્ય એક કર્મચારી સમર્થ રણસિંહને રાજેન્દ્રની જવાબદારી સોંપવામાં આવી છે.
આ મામલે 4 કર્મચારીઓને કારણદર્શક નોટિસ મોકલી જવાબ માંગ્યો છે. સસ્પેન્શન સાથે જ એન્જિનીયર  વિજય મેહરા, સબ એન્જિનીયર લોમાસ દેવાંગન, કમલેશ ઠાકુર અને કામતા નાગેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. લોકોનું એવું કહેવું છે કે જાણી જોઈને રાવણનું પૂતળુ એવું બનાવવામાં આવ્યું છે જેથી તે પુરૂ ના સળગી શકે.
ધમતરીના મેયર વિજય દેવાંગને કહ્યું કે, જે કર્મચારીઓને રાવણનું પૂતળું બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી. તેના વિરૂદ્દ કાર્યવાહી તો કરવામાં આવી છે, સાથે જ તેમના કામનું વળતર આપવામાં નહી આવે. આ બેદરકારીથી કોર્પોરેશનની શાખને નુંકસાન પહોચ્યું છે.
Tags :
ChamtariMunicipalCorporationChattisgarhClerkSuspendedDhamtariDMCDussehraGujaratFirstRavanDahan
Next Article