Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લગ્ન બાદ પતિ રણબીર કપૂરની ફેન બની આલિયા ભટ્ટ, શમશેરાનો લૂક શેર કર્યો

રણબીર કપૂર તેની આગામી ફિલ્મ શમશેરામાં જોવા મળવાનો છે. આલિયા ભટ્ટે આ ફિલ્મનો રણબીરનો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જો કે, પોસ્ટર શેર કરીને રણબીરની પત્ની આલિયાએ એવું લખ્યું છે કે પોસ્ટ વાયરલ થઈ રહી છે. આલિયા પહેલા રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ હતી, હવે તે તેની પત્ની બની ગઈ છે. જો કે, આલિયાનો રણબીર પર ક્રશ લગ્ન પછી પણ ચાલુ છે અને તેની સાક્ષી આ વાત પૂરે છે. હાલમાં જ આલિયાએ રણબીરની આગામી ફિ
લગ્ન બાદ પતિ રણબીર કપૂરની ફેન બની આલિયા ભટ્ટ  શમશેરાનો લૂક શેર કર્યો
રણબીર કપૂર તેની આગામી ફિલ્મ શમશેરામાં જોવા મળવાનો છે. આલિયા ભટ્ટે આ ફિલ્મનો રણબીરનો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જો કે, પોસ્ટર શેર કરીને રણબીરની પત્ની આલિયાએ એવું લખ્યું છે કે પોસ્ટ વાયરલ થઈ રહી છે. આલિયા પહેલા રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ હતી, હવે તે તેની પત્ની બની ગઈ છે. જો કે, આલિયાનો રણબીર પર ક્રશ લગ્ન પછી પણ ચાલુ છે અને તેની સાક્ષી આ વાત પૂરે છે. હાલમાં જ આલિયાએ રણબીરની આગામી ફિલ્મ શમશેરાનું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટર શેર કરવા સાથે આલિયાએ લખેલું કેપ્શન ઘણું ફની છે, જે તેના ફેન્સ દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. આલિયાના પોસ્ટર પર ફેન્સ ઘણી કમેન્ટ કરી રહ્યાં છે. 
 
થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર લૂક લીક થયો
આલિયાએ રણબીરનો લૂક શેર કર્યો છે અને તેમાં રણબીર એકદમ અલગ જ દેખાય છે. રણબીર વિખરાયેલા લાંબા વાળ અને લાંબી દાઢી સાથે ખૂબ જ ગંભીર લુકમાં જોવા મળ્યો હતો અને તેના હાથમાં એક મોટું હથિયાર હતું. રણબીરના ચહેરા પર પણ ઈજાના નિશાન પણ છે. ફોટો શેર કરતી વખતે આલિયાએ લખ્યું, 'હવે આને હોટ મોર્નિંગ કહેવામાં આવશે મારો મતલબ ગુડ મોર્નિંગ.' તમને જણાવી દઈએ કે રણબીરનો આ લૂક થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર લીક થયો હતો. જો કે હવે આ ફિલ્મના પોસ્ટરની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રણબીરની આ ફિલ્મને કરણ મલ્હોત્રા ડિરેક્ટ કરી રહ્યા છે અને આદિત્ય ચોપરા પ્રોડ્યુસ કરી રહ્યા છે.
ફિલ્મની વાર્તા
આ ફિલ્મની વાર્તા એક એવા માણસ પર આધારિત છે જે પહેલાં ગુલામ હોય છે, અને બાદમાં પોતાના સમુદાયનો નેતા બની તે પોતાના સમુદાય માટે લડે છે. આ ફિલ્મ આ વર્ષે 22 જુલાઈએ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આ સિવાય રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાના છે. જે ફિલ્મમાં રણબીર સુપરહીરોની ભૂમિકા ભજવી રહ્યો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર બ્રહ્માસ્ત્ર દ્વારા ફિલ્મમાં એક સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર, આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં છે.
Advertisement
Tags :
Advertisement

.