આલિયા ભટ્ટ 'વેગન' બેબી શાવર કરાવશે, ગર્ભાવસ્થા દરમિયાન વેગન આહાર કેટલો સલામત છે
આલિયા ભટ્ટ 'વેગન' બેબી શાવર કરાવશે, ગર્ભાવસ્થા દરમિયાન વેગન આહાર કેટલો સલામત છે અને જે બધી જ સગર્ભા માતાઓએ જાણવું જોઈએ. બોલિવુડ ગલિયારાઓમાંથી સમાચારો આવ્યા છે કે આલિયા ભટ્ટનું બેબી શાવર ટૂંક સમયમાં થશે અને તેની થીમ અને મેનૂ વેગન ડિલાઈટ હશે. આનાથી દેખીતી રીતે જ માતાઓ માટે કડક શાકાહારી આહાર યોગ્ય અને પોષક છે કે કેમ તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. તો ચાલો જાણીયે કે શું પ્રેગ્નન્સી દરà
02:08 PM Sep 22, 2022 IST
|
Vipul Pandya
આલિયા ભટ્ટ 'વેગન' બેબી શાવર કરાવશે, ગર્ભાવસ્થા દરમિયાન વેગન આહાર કેટલો સલામત છે અને જે બધી જ સગર્ભા માતાઓએ જાણવું જોઈએ. બોલિવુડ ગલિયારાઓમાંથી સમાચારો આવ્યા છે કે આલિયા ભટ્ટનું બેબી શાવર ટૂંક સમયમાં થશે અને તેની થીમ અને મેનૂ વેગન ડિલાઈટ હશે. આનાથી દેખીતી રીતે જ માતાઓ માટે કડક શાકાહારી આહાર યોગ્ય અને પોષક છે કે કેમ તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. તો ચાલો જાણીયે કે શું પ્રેગ્નન્સી દરમિયાન વેગનિઝમ હેલ્ધી છે કે નહીં?
શું પ્રેગ્નન્સી દરમિયાન વેગનિઝમ હેલ્ધી છે કે નહીં?
બોલિવૂડની સુપરસ્ટાર અને મોમ ટુ બી આલિયા ભટ્ટ હાલમાં તેની તાજેતરની ફિલ્મ બ્રહ્માસ્ત્રની સક્સેસ એન્જોય કરવાના ફૂલ મૂડમાં વ્યસ્ત છે જો કે ટૂંક સમયમાં જ તેની બેબી શાવર સેરેનની થવાની છે. આલિયાની માતા, સોની રાઝદાન અને સાસુ, નીતુ કપૂર, ઓક્ટોબરની શરૂઆતમાં ટુબી મોમ આલિયા માટે ઓલ-ગર્લ્સ બેબી શાવરનું આયોજન કરશે. આવિયા જે 2020માં વેગન બની હતી, તેથી જ વેગન-થીમ આધારિત શાવર હોસ્ટ કરશે. મોમ-ટુ-બી આલિયા ભટ્ટ વેગન થીમ આધારિત બેબી શાવર હોસ્ટ કરશે, શું સગર્ભા સ્ત્રીઓ માટે વેગન આહાર આરોગ્યપ્રદ છે?
આલિયા ભટ્ટ હાલમાં તેની ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિક તબક્કામાં છે
બોલિવૂડ સ્ટૈર આલિયા ભટ્ટ હાલમાં તેની ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિક તબક્કામાં છે, ટૂંક સમયમાં તેની સીમંતવિધિ યોજાશે તેથી તેણે તેના બેબી શાવર માટે ઓલ-વેગન મેનૂ પસંદ કર્યું છે. આનાથી દેખીતી રીતે જ માતાઓ માટે કડક શાકાહારી આહાર યોગ્ય અને પોષક છે કે કેમ તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. શું વિગન આહાર પસંદગીઓ કરતા સગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકના યોગ્ય પોષણ માટે પૂરતી સારી છે?
શું છે વેગન ડાયટ
વેગન ડાયટ જોઇન કરનાર લોકો પ્રાણીઓમાંથી બનાવેલ કોઈપણ ખોરાક ખાઈ શકતા નથી, જેમાં આ વસ્તુઓનો સમાવેશ થાય છે:બીફ, ડુક્કરનું માંસ, લેમ્બ અને અન્ય લાલ માંસ, ચિકન, અન્ય મરઘાં સાથે જ માછલી અથવા શેલફિશ જેમ કે કરચલાં, છીપવાળી ખાદ્ય માછલીઓ અને મસલનો ખોરાકમાં ઉપયોગ કરતાં નથી, ઓટલું જ નહીં તેઓ ઈંડા,ચીઝ, માખણ,દૂધ, ક્રીમ, આઈસ્ક્રીમ અને અન્ય પ્રાણીજન્ય ડેરી ઉત્પાદનો સાથે જ મેયોનેઝ ,મધ જેવી વસ્તુઓથી પણ સંપૂર્ણ દૂર રહે છે. આમ તેઓ સંપૂર્ણપણે પ્રાણીજન્ય નહીં માત્ર વનસ્પતિજન્ય આહારનો જ તેમની ડાયટમાં ઉપયોગ કરે છે. આવી પરિસ્થિતિમાં તેમના શરીરમાં ઘણાં પોષક તત્ત્વોની ઉણપ રહે છે. ખાસ કરીને કોઇ મહિલા જ્યારે પ્રેગનેન્ટ હોય ત્યારે તેના અને તેના બાળકના સંપૂર્ણ વિકાસ માટે સમતોલિત પોષણતત્વો સાથોનો આહાર ખૂબ જરુરી છે.
શું ગર્ભાવસ્થા દરમિયાન વેગનિઝમ ડાયટ પૂરતું હોય છે?
જો તમે સગર્ભા અને કડક શાકાહારી છો, તો તમારે ખાતરી કરવી જોઈએ કે તમારી ડાયટમાં પૂરતું આયર્ન, વિટામિન ડી, વિટામિન B12, પ્રોટીન અને વિટામિન્સના અન્ય સ્ત્રોતો પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે કે કારણકે આ તત્વો જે મુખ્યત્વે માંસ અને માછલી જેવા માંસાહારી ભોજનમાંથી સરળતાથી મળે છે. શાકાહારી લોકો માટે આયર્નથી ભરપુર ખોરાકમાં કઠોળ, ઘેરા લીલા શાકભાજી, બદામ, ઓમેગા-3, બ્રેડ, ફળો અને અન્ય છોડ આધારિત ખોરાકનો સમાવેશ થાય છે. એ જ રીતે, મીઠા વગરના સોયા ડ્રીંક, યીસ્ટના અર્ક જેવા કે મર્માઈટ, ફેટ સ્પ્રેડ વગેરે છોડ આધારિત વિટામિન્સના સારા સ્ત્રોત છે. શાકાહારી આહાર કે જે પોષ્ટિક છે તેમાં પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક તેમજ ફોર્ટિફાઇડ ખોરાક અને પૂરકનો સમાવેશ થવો જોઈએ. જો તમે સગર્ભાવસ્થા દરમિયાન કડક શાકાહારી આહારનું પાલન કરો છો, આ ખોરાક પૂરતા પ્રમાણમાં તમારી રોજીંદી ડાયટમાં સામેલ કરો. પ્રેગ્નન્સીમાં હાઇ બ્લડપ્રેશરના કારણે પ્રીક્લેપ્સિયા (Preeclampsia )નું જોખમ રહેલું છે. એક રિસર્ચમાં 775 વેગન માતાઓના મેડિકલ રેકોર્ડનું રિસર્ચ થયું હતુેં. જેઓ યોગ્ય પ્રીનેટલ કૅર (prenatal care) અને પોતાના ડાયટમાં સપ્લિમેન્ટ્સ લઇ રહી હતી. જો કે આ મહિલાઓમાંથી માત્ર 1 મહિલામાં જ પ્રીક્લેપ્સિયા જોવા મળ્યું હતું.
આ વસ્તુઓ કરો ડાયટમાં સામેલ
કેલ્શિયમ સાથે દહીં અને છોડના દૂધ. આ ખોરાક પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મેળવવાનું સરળ બનાવે છે. શક્ય હોય ત્યારે, મીઠા વગરની વસ્તુઓ પસંદ કરો.બદામ અને અખરોટમાં આયર્ન અને ઝિંકનું પ્રમાણ વધુ હોય છે. તમારી સેલેનિયમની જરૂરિયાતો પૂરી કરવા માટે દરરોજ એકથી બે બદામનું સેવન કરો અને તમારી આલ્ફા-લિનોલેનિક એસિડની જરૂરિયાતો પૂરી કરવા માટે અખરોટ અને, ચિયા અથવા શણના બીજ લો. સોયા ઉત્પાદનોમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને તેનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં માંસની જગ્યાએ કરી શકાય છે.ઓમેગા-3 ફેટી એસિડ્સ વધુ હોય તેવી વનસ્પતિજ્ય ખોરાક પણ લઇ શકાય.લાલ અને નારંગી ફળો અને શાકભાજી તેમજ પાંદડાવાળા ગ્રીન્સમાં પોષક તત્ત્વો અને છોડમાં પોષક તત્વો લારા પ્રમાણમાં હોય છે.
આ વસ્તુઓ રહો દૂર
જો તમે સગર્ભાવસ્થા દરમિયાન શાકાહારી આહારનું પાલન કરો છો, તો તમારે આલ્કોહોલ, કેફીન, પ્રોસેસ્ડ ફૂડ્સ એરિએટેડ ડ્રિંક્સ, કાચા સ્પ્રાઉટ્સ જેવા અમુક ખોરાકને ટાળવો પડશે. સાથે જ નાળિયેર, પામ કે કર્નલ તેલ ટાળવું જોઈએ ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન તમારા આહારમાં ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લેવાનું યાદ રાખો.
Next Article